Sunday, January 11 2026 | 10:17:39 PM
Breaking News

સોનાના વાયદામાં રૂ.516, ચાંદીના વાયદામાં રૂ.309 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.40ની નરમાઈ

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.87611.5 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.14984.82 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.72626.09 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 21789 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.764.16 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12872.93 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.95000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.95038 અને નીચામાં રૂ.94145ના મથાળે અથડાઈ, રૂ.94992ના આગલા બંધ સામે રૂ.516 ઘટી રૂ.94476ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.64 વધી રૂ.76183 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.74 ઘટી રૂ.9544 થયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.471 ઘટી રૂ.94600ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.94800ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.94977 અને નીચામાં રૂ.94441ના મથાળે અથડાઈ, રૂ.94528ના આગલા બંધ સામે રૂ.163 વધી રૂ.94691ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.95869ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96180 અને નીચામાં રૂ.95492ના મથાળે અથડાઈ, રૂ.96441ના આગલા બંધ સામે રૂ.309 ઘટી રૂ.96132ના ભાવે બોલાયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.486 ઘટી રૂ.96094ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.441 ઘટી રૂ.95995ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1224.27 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.5.1 ઘટી રૂ.845.5ના સ્તરે પહોંચ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.1.9 ઘટી રૂ.248.55 થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 40 પૈસા ઘટી રૂ.231.9ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો 40 પૈસા ઘટી રૂ.176.15ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 855.60 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.5416ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5438 અને નીચામાં રૂ.5340ના મથાળે અથડાઈ, રૂ.5396ના આગલા બંધ સામે રૂ.40 ઘટી રૂ.5356 થયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.38 ઘટી રૂ.5359 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1.3 વધી રૂ.268.4ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.1.2 વધી રૂ.268.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.910ના ભાવે ખૂલી, રૂ.2.1 ઘટી રૂ.906.1 થયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.200 ઘટી રૂ.55300ના ભાવે બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 9388.12 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3484.81 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 766.08 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 132.64 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 75.30 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 250.26 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 366.06 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 489.54 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 3.92 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.07 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20359 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 41825 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10259 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 129212 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 7017 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 16871 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 31797 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 110662 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 15836 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 15607 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 21900 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21940 પોઇન્ટના સ્તર અને નીચામાં 21789 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 94 પોઇન્ટ ઘટી 21789 પોઇન્ટના સ્તરે હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.23 ઘટી રૂ.176.4 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા વધી રૂ.19.15ના ભાવે બોલાયો હતો.

સોનું એપ્રિલ રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.283.5 ઘટી રૂ.161 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.208 ઘટી રૂ.3665.5ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.12 ઘટી રૂ.20.53 થયો હતો. જસત મે રૂ.255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.3.2 ઘટી રૂ.2.95ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.15 વધી રૂ.221.1ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 85 પૈસા ઘટી રૂ.20.75 થયો હતો.

સોનું એપ્રિલ રૂ.94000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.27 વધી રૂ.492 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.98.5 વધી રૂ.2402 થયો હતો. તાંબું મે રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 23 પૈસા ઘટી રૂ.18.37ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 53 પૈસા વધી રૂ.5 થયો હતો.

                                              

                                         

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

ચાંદીનો વાયદો રૂ.2,59,692ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યોઃ સોનાના વાયદામાં રૂ.1938 ની વૃદ્ધિઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.60 લપસ્યો

કોમોડિટી વાયદાઓમાં રૂ.424570 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1722772 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.322621 કરોડનાં …