Thursday, January 08 2026 | 03:56:41 AM
Breaking News

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ. 590 ઘટ્યો, ચાંદીનો વાયદો 733 વધ્યો

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 89902.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 13872.3 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 76030.23 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 22016 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 718.4 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12127.27 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 95800ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 95800 અને નીચામાં રૂ. 95054ના મથાળે અથડાઈ, રૂ. 96025ના આગલા બંધ સામે રૂ. 590 ઘટી રૂ. 95435ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 140 વધી રૂ. 76700 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 132 ઘટી રૂ. 9634 થયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 659 ઘટી રૂ. 95500ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 95498ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 95844 અને નીચામાં રૂ. 95462ના મથાળે અથડાઈ, રૂ. 94925ના આગલા બંધ સામે રૂ. 625 વધી રૂ. 95550ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 96387ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 97399 અને નીચામાં રૂ. 95816ના મથાળે અથડાઈ, રૂ. 96464ના આગલા બંધ સામે રૂ. 733 વધી રૂ. 97197 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 751 વધી રૂ. 97170ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 846 વધી રૂ. 97093 થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1000.49 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ. 5.95 વધી રૂ. 852.8 થયો હતો. જસત એપ્રિલ વાયદો રૂ. 2.8 વધી રૂ. 250.2 થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ. 1.9 વધી રૂ. 233.4 થયો હતો. સીસું મે વાયદો 45 પૈસા વધી રૂ. 178.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1005.37 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ. 5274ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5279 અને નીચામાં રૂ. 5212ના સ્તરને સ્પર્શી, રૂ. 5281ના આગલા બંધ સામે રૂ. 67 ઘટી રૂ. 5214ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ. 66 ઘટી રૂ. 5219ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 3 ઘટી રૂ. 283 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ. 2.8 ઘટી રૂ. 283.1 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ. 912ના ભાવે ખૂલી, રૂ. 7.5 વધી રૂ. 915.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ. 500 ઘટી રૂ. 54800 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 8168.75 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3958.52 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 653.39 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 113.76 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 22.17 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 211.17 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 407.54 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 597.83 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 3.69 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.20 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20612 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 40509 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10285 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 131934 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 6373 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 16075 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 30907 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 107545 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 18140 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 13804 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 21967 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22063 પોઇન્ટના સ્તર અને નીચામાં 21967 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 113 પોઇન્ટ વધી 22016 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ. 5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 27.4 ઘટી રૂ. 158.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ. 300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.1 ઘટી રૂ. 13.7 થયો હતો.

સોનું એપ્રિલ રૂ. 96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 357 ઘટી રૂ. 242.5 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 409.5 વધી રૂ. 3850 થયો હતો. તાંબું મે રૂ. 860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.74 વધી રૂ. 19.03ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ. 255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 62 પૈસા વધી રૂ. 3.57 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ. 5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 34.9 વધી રૂ. 197.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.05 વધી રૂ. 18.6ના ભાવે બોલાયો હતો.

સોનું એપ્રિલ રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 60.5 વધી રૂ. 300ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 168.5 ઘટી રૂ. 2130ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ. 850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.99 ઘટી રૂ. 14.51 થયો હતો. જસત મે રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.01 ઘટી રૂ. 3.97ના ભાવે બોલાયો હતો.

                               

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

ચાંદીનો વાયદો ઊંચા મથાળે અથડાઇ ભાવમાં પીછેહટઃ સોનાનો વાયદો રૂ.867 અને ક્રૂડ તેલનો વાયદો રૂ.85 નરમ

કોમોડિટી વાયદાઓમાં રૂ.41377.01 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.115744.23 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 32940.37 કરોડનાં …