Saturday, January 24 2026 | 03:11:14 AM
Breaking News

અખાત્રીજના દિવસે એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.1839 અને ચાંદીના વાયદામાં રૂ.3,172નો કડાકો

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.181478.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.25265.22 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.156211.88 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 21576 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1141.59 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 21336.40 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.95353ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.95353 અને નીચામાં રૂ.93721ના મથાળે અથડાઈ, રૂ.95592ના આગલા બંધ સામે રૂ.1839 ઘટી રૂ.93753ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.1233 ઘટી રૂ.75500ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.135 ઘટી રૂ.9524ના ભાવે બોલાયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.1709 ઘટી રૂ.93850ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.95446ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.95446 અને નીચામાં રૂ.94152ના સ્તરને સ્પર્શી, રૂ.95734ના આગલા બંધ સામે રૂ.1582 ઘટી રૂ.94152ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.96113ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96134 અને નીચામાં રૂ.93572ના સ્તરને સ્પર્શી, રૂ.96862ના આગલા બંધ સામે રૂ.3172 ઘટી રૂ.93690ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.2892 ઘટી રૂ.93840ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.3258 ઘટી રૂ.93501 થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1930.61 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.25.7 ઘટી રૂ.820.5 થયો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.2.5 ઘટી રૂ.245.75 થયો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.3.65 ઘટી રૂ.232.8ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો રૂ.1 ઘટી રૂ.177.2ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1300.75 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.5125ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5149 અને નીચામાં રૂ.5037ના સ્તરને સ્પર્શી, રૂ.5176ના આગલા બંધ સામે રૂ.93 ઘટી રૂ.5083ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.94 ઘટી રૂ.5085ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.2.4 ઘટી રૂ.284.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.2 ઘટી રૂ.284.8 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.944ના ભાવે ખૂલી, રૂ.16.8 ઘટી રૂ.916ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.70 ઘટી રૂ.54600 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 14637.75 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 6698.65 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1465.79 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 157.62 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 23.91 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 283.29 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 521.31 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 779.45 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 2.90 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.58 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 19722 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 36107 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10606 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 143587 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 7294 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17745 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 33347 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 125363 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 20655 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 13745 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 21937 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21937 પોઇન્ટના સ્તર અને નીચામાં 21576 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 451 પોઇન્ટ ઘટી 21576 પોઇન્ટના સ્તરે હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.5100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.45.5 ઘટી રૂ.197.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.55 ઘટી રૂ.17.35ના ભાવે બોલાયો હતો.

સોનું એપ્રિલ રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.740 ઘટી રૂ.50.5 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1105 ઘટી રૂ.1796 થયો હતો. તાંબું મે રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.11.3 ઘટી રૂ.10.45 થયો હતો. જસત મે રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 35 પૈસા ઘટી રૂ.1.55 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.5100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.46.6 વધી રૂ.214.8 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.5 વધી રૂ.18.35ના ભાવે બોલાયો હતો.

સોનું એપ્રિલ રૂ.94000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.407.5 વધી રૂ.444ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1538 વધી રૂ.3640 થયો હતો. તાંબું મે રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.14.03 વધી રૂ.30.8ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.91 વધી રૂ.6.19ના ભાવે બોલાયો હતો.

                                         

                                           

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

સોનાના વાયદામાં રૂ.13220 અને ચાંદીના વાયદામાં રૂ.35712નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.74 તેજ

કોમોડિટી વાયદાઓમાં રૂ.799478 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2850540 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.671344 કરોડનાં …