Sunday, December 14 2025 | 10:28:34 PM
Breaking News

ડાક વિભાગે સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ ઉજવી, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા અપાવવામાં આવી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પ્રતિજ્ઞા

Connect us on:

ભારતના “લોહપુરુષ” સરદાર વલ્લભભાઇ પટેલજીની જન્મજયંતિ, 31 ઓક્ટોબર, સમગ્ર દેશમાં વિશાળ ઉત્સાહ, ગર્વ અને શ્રદ્ધા સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવાઇ. આ જ શ્રેણીમાં, ભારતીય ડાક વિભાગ દ્વારા અમદાવાદમાં આયોજિત એક સમારંભમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સરદાર પટેલના આદર્શો તથા વિચારો પર પ્રકાશ પાડ્યો અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની શપથ લેતા, ડાક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે રાષ્ટ્રની એકતા, અખંડતા તથા સુરક્ષાને જાળવવા માટે તેમની ફરજોને નિષ્ઠાપૂર્વક બજાવવા પ્રોત્સાહિત કર્યા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે સ્વાતંત્ર્ય આંદોલનથી લઈને રાષ્ટ્ર નિર્માણ સુધી, સરદાર પટેલનું યોગદાન અમૂલ્ય રહ્યું. તેમની અનોખી પ્રતિબદ્ધતા અને અડગ સંકલ્પ દરેક વખતે આપણને રાષ્ટ્રની એકતા, અખંડતા અને સેવા માટે પ્રેરણા આપશે. નવ સ્વતંત્ર દેશમાં રાષ્ટ્રીય એકીકરણની દિશામાં સરદાર પટેલની પ્રતિબદ્ધતાએ તેમને “ભારતના લોહપુરુષ” નો ખિતાબ આપ્યો, તો અખિલ ભારતીય  સેવા પ્રણાલી સ્થાપવામાં તેમનું આપેલું યોગદાન તેમને “ભારતના નાગરિક સેવકોના સંરક્ષક” તરીકે પણ યાદગાર બનાવે છે. તેમણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ થીમનો સંદેશ આપતા, તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને અનુરોધ કર્યો કે તેઓ સરદાર પટેલના આદર્શો, સિદ્ધાંતો અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને આત્મસાત કરી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય રીતે ભાગ ભજવે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક ટિકિટો મારફતે પણ સરદાર પટેલના યોગદાનને દેશ-વિદેશમાં પ્રસારીત કરવામાં અને યુવાઓને જોડવામાં ડાક વિભાગનું અગત્યનું યોગદાન રહ્યું છે. આ જ શ્રેણીમાં, સરદાર પટેલની 150મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના એકતા નગરમાં એક સ્મારક ડાક ટિકિટનું પણ વિમોચન કર્યું. ભારત રત્ન, મહાન સ્વતંત્રતા સેનાની તેમજ પ્રથમ ગૃહમંત્રી, લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જયંતિ આપણને રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે આપણી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાનો અવસર પ્રદાન કરે છે.

આ પ્રસંગે સહાયક નિર્દેશક શ્રી વારીસ એમ. વહોરા, વરિષ્ઠ લેખા અધિકારી શ્રીમતી પૂજા રાઠોર, સહાયક લેખા અધિકારી શ્રી ચેતન સૈન, શ્રી રામ સ્વરૂપ મંગાવા, સહાયક અધિક્ષક શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, ડાક નિરીક્ષક શ્રી યોગેન્દ્ર રાઠોડ, આશિષ પટેલ, રવિ રાવત, સાક્ષી સાહુ સહિત અનેક અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા.

About Matribhumi Samachar

Check Also

આસામમાં 4થા સહકારી મેળાનું ઉદ્ઘાટન

ભારત સરકારના સહકાર મંત્રાલયના માર્ગદર્શન હેઠળ, આસામ સરકારના સહકાર વિભાગ દ્વારા આયોજિત 4થો સહકારી મેળો 2025 નું આજે AEI ગ્રાઉન્ડ, ચાંદમારી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 13 થી 15 ડિસેમ્બર 2025 દરમિયાન આયોજિત ત્રણ દિવસીય આ ઇવેન્ટનો હેતુ આસામમાં સહકારી ચળવળની શક્તિ, વિવિધતા અને સંભવિતતા દર્શાવવાનો છે. ભારત સરકારના કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી, શ્રી કૃષ્ણ પાલ ગુર્જર દ્વારા, આસામ સરકારના સહકાર મંત્રી, શ્રી જોગેન મોહનની ગૌરવપૂર્ણ હાજરીમાં, મેળાનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુવાહાટીમાં સહકારી મેળાને સંબોધતા, કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આસામમાં સહકારી ચળવળ એ રાજ્યના ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આચારનું કુદરતી વિસ્તરણ છે. મંત્રીએ પ્રદેશના મહાન સંત વ્યક્તિઓ, મહાપુરુષ શ્રીમંત શંકરદેવ અને મહાપુરુષ માધવદેવ ને શ્રદ્ધાંજલિ આપી, જેમનો એકતા, સમાનતા અને સમાજ સેવા પરનો ઉપદેશ સહકારી ભાવનાનો મુખ્ય પાયો રચે છે. કેન્દ્રીય રાજ્ય મંત્રીએ નોંધ્યું કે પ્રધાનમંત્રીના નિર્ણાયક નેતૃત્વ અને કેન્દ્રીય સહકાર મંત્રીના કેન્દ્રિત માર્ગદર્શન હેઠળ, “સહકાર સે સમૃદ્ધિ“ નું રાષ્ટ્રીય વિઝન એક જીવંત વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ રહ્યું છે. તેમણે 2021 માં સહકાર મંત્રાલયની સ્થાપનાને એક ઐતિહાસિક પગલું ગણાવ્યું, જે 2047 સુધીમાં ભારતમાં સર્વતોમુખી, વિશ્વ-કક્ષાની સહકારી પ્રણાલી માટે જરૂરી સંસ્થાકીય પ્રોત્સાહન અને સ્પષ્ટ બ્લુપ્રિન્ટ પ્રદાન કરે છે. શ્રી ગુર્જરે ખાસ કરીને આસામમાં સુધારાઓના પ્રવેગની પ્રશંસા કરી, જેનો શ્રેય …