Sunday, January 11 2026 | 04:45:31 AM
Breaking News

સોનાના વાયદામાં રૂ.1,184 અને ચાંદીના વાયદામાં રૂ.11,626નો કડાકોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.83ની વૃદ્ધિ

Connect us on:

કોમોડિટી વાયદાઓમાં રૂ.48960 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.149523 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 37268 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 35301 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.198487.48 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.48960.17 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.149523.05 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 35301 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3067.87 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 37268.42 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.137996ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.137996 અને નીચામાં રૂ.136443ના સ્તરને સ્પર્શી, રૂ.138009ના આગલા બંધ સામે રૂ.1184 ઘટી રૂ.136825ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.1157 ઘટી રૂ.111921ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.118 ઘટી રૂ.13995ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.1177 ઘટી રૂ.136800ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.138897ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.138897 અને નીચામાં રૂ.137196ના સ્તરને સ્પર્શી, રૂ.138799ના આગલા બંધ સામે રૂ.1191 ઘટી રૂ.137608 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.251041ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.251889 અને નીચામાં રૂ.238010ના મથાળે અથડાઈ, રૂ.250605ના આગલા બંધ સામે રૂ.11626 ઘટી રૂ.238979ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.11471 ઘટી રૂ.241600ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.11506 ઘટી રૂ.241589ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 7664.00 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જાન્યુઆરી વાયદો રૂ.41.75 ઘટી રૂ.1266ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી વાયદો રૂ.3.05 ઘટી રૂ.306.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.3.5 ઘટી રૂ.306.65ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જાન્યુઆરી વાયદો રૂ.2.55 ઘટી રૂ.190.25ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 3800.89 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી જાન્યુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4384ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4449 અને નીચામાં રૂ.4332ના સ્તરને સ્પર્શી, રૂ.11 ઘટી રૂ.4373 થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.5068ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5129 અને નીચામાં રૂ.5055ના મથાળે અથડાઈ, રૂ.5041ના આગલા બંધ સામે રૂ.83 વધી રૂ.5124ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.79 વધી રૂ.5124 થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.9 ઘટી રૂ.312.4 થયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.8.6 ઘટી રૂ.312.7ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.1000.9ના ભાવે ખૂલી, 20 પૈસા વધી રૂ.998.8ના સ્તરે પહોંચ્યો હતો. કોટન જાન્યુઆરી વાયદો રૂ.10 વધી રૂ.26020ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.2690ના ભાવે ખૂલી, રૂ.10 વધી રૂ.2705ના સ્તરે પહોંચ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 13539.19 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 23729.23 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 6375.46 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 491.01 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 182.93 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 564.87 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 11.52 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 790.45 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2998.92 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 5.81 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.07 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.70 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 19868 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 77346 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 29786 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 447834 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 50077 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 16396 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 41974 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 111403 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 489 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 24186 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 44916 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 36139 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 36139 પોઇન્ટના સ્તર અને નીચામાં 35301 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 875 પોઇન્ટ ઘટી 35301 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.5100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.26.6 વધી રૂ.105 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.9 ઘટી રૂ.17.5 થયો હતો.

સોનું જાન્યુઆરી રૂ.144000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.205 ઘટી રૂ.500.5 થયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.4962 ઘટી રૂ.9299 થયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.17.55 ઘટી રૂ.28.2ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.9 ઘટી રૂ.4.96 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.5100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.57.9 ઘટી રૂ.80.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.95 વધી રૂ.24.15ના ભાવે બોલાયો હતો.

સોનું જાન્યુઆરી રૂ.125000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.56.5 વધી રૂ.175.5 થયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.240000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.5015 વધી રૂ.13306 થયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.8.7 વધી રૂ.14.27 થયો હતો. જસત જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 52 પૈસા વધી રૂ.3.65 થયો હતો.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

ચાંદીનો વાયદો રૂ.2,59,692ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યોઃ સોનાના વાયદામાં રૂ.1938 ની વૃદ્ધિઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.60 લપસ્યો

કોમોડિટી વાયદાઓમાં રૂ.424570 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1722772 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.322621 કરોડનાં …