Tuesday, January 13 2026 | 02:04:41 PM
Breaking News

‘વિશ્વ હિન્દી દિવસ’ (10 જાન્યુઆરી): હિન્દીમાં સર્જનશીલ એવી ત્રણ પેઢીઓનો અનોખો પરિવાર, જેને વૈશ્વિક સ્તરે અનેક દેશોમાં સન્માન પ્રાપ્ત થયું

Connect us on:

૬૧.૫ કરોડ લોકો સાથે વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા હિન્દીમાં વૈશ્વિક ભાષા બનવાની ક્ષમતા છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

‘વિશ્વ હિન્દી દિવસ’ દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વભરમાં હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર અને તેના આંતરરાષ્ટ્રીય મહત્વને વધારવા માટે ઉજવવામાં આવે છે. 10 જાન્યુઆરી 1975ના રોજ નાગપુરમાં પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન થયું હતું, જેના ઉપલક્ષ્યમાં વર્ષ 2006થી તેને સત્તાવાર રીતે મનાવવામાં આવે છે. હિન્દી ભાષા માટે અનેક વિદ્વાનો, સંસ્થાઓ તથા સરકારી વિભાગો પોતપોતાના સ્તરે કાર્ય કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવનો અનોખો પરિવાર પણ છે, જેમાંની ત્રણ પેઢીઓ હિન્દીની અભિવૃદ્ધિ માટે માત્ર પ્રયત્નશીલ જ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે અનેક દેશોમાં સન્માનિત પણ થઈ છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના પરિવારમાં તેમના પિતા શ્રી રામ શિવ મૂર્તિ યાદવ સાથે સાથે પત્ની સુશ્રી આકાંક્ષા યાદવ અને બંને દીકરીઓ અક્ષિતા તથા અપૂર્વા પણ પોતાના લેખન દ્વારા હિન્દીને સતત નવા પરિમાણો ઉમેરી રહ્યા છે. દેશ-વિદેશની અનેક સામયિકોમાં પ્રકાશન સાથે શ્રી કૃષ્ણ કુમાર યાદવની 7 અને તેમની પત્ની સુશ્રી આકાંક્ષાની 4 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકી છે.

ડિજિટલ પ્લેટફોર્મ પર હિન્દી બ્લોગિંગના ક્ષેત્રમાં આ પરિવારનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અગ્રણી રહ્યું છે. ‘દાયકાના શ્રેષ્ઠ બ્લોગર દંપતિ’ના સન્માનથી સન્માનિત યાદવ દંપતિને નેપાળ, ભૂટાન અને શ્રીલંકામાં આયોજિત ‘આંતરરાષ્ટ્રીય હિન્દી બ્લોગર સંમેલન’ દરમિયાન “પરિકલ્પના બ્લોગિંગ સાર્ક શિખર સન્માન” સહિત અનેક સન્માનો પ્રાપ્ત થયા છે. જર્મનીના બોન શહેરમાં ગ્લોબલ મીડિયા ફોરમ (2015) દરમિયાન ‘પીપલ્સ ચોઈસ એવોર્ડ’ શ્રેણીમાં સુશ્રી આકાંક્ષા યાદવના બ્લોગ ‘શબ્દ-શિખર’ને હિન્દીનો સૌથી લોકપ્રિય બ્લોગ તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યો છે. પુત્રી અક્ષિતાને ભારત સરકાર દ્વારા વર્ષ 2011માં સૌથી ઓછી વયે ‘રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવી છે. નવી દિલ્હી ખાતે આયોજિત પ્રથમ આંતરરાષ્ટ્રીય હિન્દી બ્લોગર સંમેલન (2011)માં ભારતના પૂર્વ માનવ સંસાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરિયાલ ‘નિશંક’ના હસ્તે અક્ષિતાને ‘શ્રેષ્ઠ નાની બ્લોગર’ના સન્માનથી સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય હિન્દી બ્લોગર સંમેલન, શ્રીલંકા (2015)માં પણ અક્ષિતાને “પરિકલ્પના કનિષ્ઠ સાર્ક બ્લોગર સન્માન”થી સન્માનિત કરવામાં આવી હતી.

પ્રસાશનિક સેવાની જવાબદારીઓ નિભાવવાની સાથે શ્રી કૃષ્ણ કુમાર યાદવની ‘અભિલાષા’ (કવિતા સંગ્રહ), ‘અભિવ્યક્તિઓના બહાને’, ‘અનુભૂતિઓ અને વિમર્શ’ (નિબંધ સંગ્રહ), ‘ક્રાંતિ યજ્ઞ : 1857–1947ની ગાથા’, ‘જંગલમાં ક્રિકેટ’ (બાળગીત સંગ્રહ) તેમજ ‘16 આના, 16 લોકો’ સહિત કુલ સાત પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. વિવિધ પ્રતિષ્ઠિત સામાજિક-સાહિત્યિક સંસ્થાઓ દ્વારા ઉત્કૃષ્ટ કાર્ય, સર્જનાત્મકતા અને વહીવટ સાથે સતત સાહિત્ય સર્જન માટે સો કરતાં વધુ સન્માનો પ્રાપ્ત કરનાર શ્રી યાદવને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તેમજ પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને સિક્કિમના રાજ્યપાલ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે સર્જન અને અભિવ્યક્તિની દૃષ્ટિએ હિન્દી વિશ્વની અગ્રણી ભાષાઓમાંની એક છે. એથ્નોલોગ (2025) તથા અન્ય વૈશ્વિક અહેવાલો અનુસાર, હિન્દી વિશ્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે, જેના બોલનારાઓની કુલ સંખ્યા આશરે 61.5 કરોડ છે. વિશ્વની સૌથી વધુ બોલાતી 20 ભાષાઓમાં 6 ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે, જેમાં હિન્દી ત્રીજા સ્થાને છે. ડિજિટલ ક્રાંતિના આ યુગમાં હિન્દીમાં વૈશ્વિક ભાષા બનવાની સંપૂર્ણ ક્ષમતા છે. આ તરફ, સુશ્રી આકાંક્ષા યાદવનું માનવું છે કે આજે પરિવર્તન અને વિકાસની ભાષા તરીકે વૈશ્વિક સ્તરે હિન્દીના મહત્વને નવી રીતે રેખાંકિત કરવામાં આવી રહ્યું છે. હિન્દી વિશ્વના 150થી વધુ દેશોમાં બોલાય છે અને 25થી વધુ દેશોમાં હિન્દી બોલનારા લોકોની નોંધપાત્ર સંખ્યા છે. હિન્દી બોલનારા લોકો વિશ્વની કુલ વસ્તીના આશરે 7.5% જેટલા છે, જે તેને વધુ મહત્વપૂર્ણ બનાવે છે.

About Matribhumi Samachar

Check Also

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી, 2026ના રોજ પવિત્ર પિપ્રહવા અવશેષોના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે

સંસ્કૃતિ મંત્રાલય રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં તાજેતરમાં ભારત પરત મોકલવામાં આવેલા પિપ્રહવા અવશેષો, અસ્થિભંગ અને રત્ન …