
ક્રૂડ તેલનો વાયદો રૂ.68 લપસ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.47121.78 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.161308.22 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 39008.26 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37319 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.208438.15 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.47121.78 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.161308.22 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 37319 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2890.18 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 39008.26 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.139600ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.141643 અને નીચામાં રૂ.139600ના સ્તરને સ્પર્શી, રૂ.138819ના આગલા બંધ સામે રૂ.2691 વધી રૂ.141510ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.1370 વધી રૂ.114326ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.183 વધી રૂ.14296ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.2513 વધી રૂ.141210ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.139499ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.141874 અને નીચામાં રૂ.139499ના સ્તરને સ્પર્શી, રૂ.139030ના આગલા બંધ સામે રૂ.2742 વધી રૂ.141772 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.262834ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.265481 અને નીચામાં રૂ.260711ના મથાળે અથડાઈ, રૂ.252725ના આગલા બંધ સામે રૂ.11728 વધી રૂ.264453ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.11479 વધી રૂ.266372ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.11471 વધી રૂ.266391ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 5283.57 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જાન્યુઆરી વાયદો રૂ.36.6 વધી રૂ.1317.9ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી વાયદો રૂ.4.25 વધી રૂ.313.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 10 પૈસા ઘટી રૂ.317.3ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જાન્યુઆરી વાયદો રૂ.1.55 વધી રૂ.193.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2825.70 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી જાન્યુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4412ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4427 અને નીચામાં રૂ.4351ના સ્તરને સ્પર્શી, રૂ.34 વધી રૂ.4380 થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.5364ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5364 અને નીચામાં રૂ.5282ના મથાળે અથડાઈ, રૂ.5352ના આગલા બંધ સામે રૂ.68 ઘટી રૂ.5284ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.67 ઘટી રૂ.5285 થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ 20 પૈસા ઘટી રૂ.294 થયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો 30 પૈસા ઘટી રૂ.294.1 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.989ના ભાવે ખૂલી, રૂ.7.6 ઘટી રૂ.982 થયો હતો. કોટન જાન્યુઆરી વાયદો રૂ.50 વધી રૂ.26260ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.2685ના ભાવે ખૂલી, રૂ.19 ઘટી રૂ.2682ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 19327.08 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 19681.18 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 4183.04 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 644.07 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 46.49 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 396.19 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 11.67 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 753.39 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2060.64 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 3.56 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.13 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.56 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 19822 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 75530 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 24708 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 366628 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 37972 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 15176 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 37867 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 98306 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 585 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 22339 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 51466 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 36812 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 37349 પોઇન્ટના સ્તર અને નીચામાં 36812 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 861 પોઇન્ટ વધી 37319 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.59.4 ઘટી રૂ.70ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ કોઈ ફેરફાર વગર રૂ.14.45ના ભાવે બોલાયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.144000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.763 વધી રૂ.1505 થયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.260000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.5742.5 વધી રૂ.15569 થયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1370ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.11.03 વધી રૂ.22.03ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 65 પૈસા વધી રૂ.3.59 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.14.2 વધી રૂ.92.7 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 20 પૈસા ઘટી રૂ.14.5 થયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.135000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.321 ઘટી રૂ.591ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3904 ઘટી રૂ.7188.5ના ભાવે બોલાયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.17.59 ઘટી રૂ.31.35 થયો હતો. જસત જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.13 ઘટી રૂ.1.65 થયો હતો.


Credit : Naimish Trivedi
Matribhumi Samachar Gujarati

