Thursday, March 19 2026 | 02:56:45 AM
Breaking News

સોનાના વાયદામાં રૂ.1616 અને ચાંદીના વાયદામાં રૂ.2112ની નરમાઇઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.60 લપસ્યો

Connect us on:

કોમોડિટી વાયદાઓમાં રૂ.28774.87 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.133320.04 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16922.09 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.162094.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28774.87 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.133320.04 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2560.48 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16922.09 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.155658ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.156075 અને નીચામાં રૂ.154201ના સ્તરને સ્પર્શી, રૂ.155985ના આગલા બંધ સામે રૂ.1616 ઘટી રૂ.154369ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.1124 ઘટી રૂ.126516 થયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.149 ઘટી રૂ.15854 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1653 ઘટી રૂ.154377ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.156833ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.156850 અને નીચામાં રૂ.155211ના મથાળે અથડાઈ, રૂ.156849ના આગલા બંધ સામે રૂ.1602 ઘટી રૂ.155247 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.251498ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.254897 અને નીચામાં રૂ.249501ના મથાળે અથડાઈ, રૂ.253113ના આગલા બંધ સામે રૂ.2112 ઘટી રૂ.251001ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.2940 ઘટી રૂ.256126ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.2646 ઘટી રૂ.256506ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 2390.14 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ.7.95 ઘટી રૂ.1168.55ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત માર્ચ વાયદો રૂ.2.2 ઘટી રૂ.317.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 90 પૈસા ઘટી રૂ.340ના સ્તરે પહોંચ્યો હતો. સીસું માર્ચ વાયદો 80 પૈસા ઘટી રૂ.187.15ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 8946.62 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી માર્ચ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4349ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4455 અને નીચામાં રૂ.4289ના સ્તરને સ્પર્શી, રૂ.7 ઘટી રૂ.4405ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.8771ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.8896 અને નીચામાં રૂ.8501ના સ્તરને સ્પર્શી, રૂ.8871ના આગલા બંધ સામે રૂ.60 ઘટી રૂ.8811 થયો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.47 ઘટી રૂ.8807ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.5 ઘટી રૂ.275.9 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.5.1 ઘટી રૂ.276 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.968ના ભાવે ખૂલી, રૂ.1.4 ઘટી રૂ.966.2 થયો હતો. કોટન માર્ચ વાયદો રૂ.440 વધી રૂ.26600ના સ્તરે પહોંચ્યો હતો. એલચી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.2340ના ભાવે ખૂલી, રૂ.19 વધી રૂ.2449ના સ્તરે પહોંચ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 10756.56 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 6165.54 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1593.99 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 440.17 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 4.85 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 349.26 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 28.53 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 7396.68 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1521.41 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 4.76 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 2.84 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.81 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 11265 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 63428 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 32461 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 474758 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 67362 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 6917 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 20853 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 79623 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1061 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 23995 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 31137 લોટના સ્તરે રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.9000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.10.3 ઘટી રૂ.929ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.85 ઘટી રૂ.8.6ના ભાવે બોલાયો હતો.

સોનું માર્ચ રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.355 ઘટી રૂ.400 થયો હતો. આ સામે ચાંદી માર્ચ રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1235 ઘટી રૂ.8824.5ના ભાવે બોલાયો હતો. તાંબું માર્ચ રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.3.47 ઘટી રૂ.3.82ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 67 પૈસા ઘટી રૂ.0.65 થયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.12500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.4.9 વધી રૂ.237.6 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.9 ઘટી રૂ.8.9 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.356.5 ઘટી રૂ.667.5 થયો હતો. ચાંદી-મિની માર્ચ રૂ.260000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1613 ઘટી રૂ.7200.5ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.7000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.14.1 ઘટી રૂ.219.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.8 વધી રૂ.7.65ના ભાવે બોલાયો હતો.

સોનું માર્ચ રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.281.5 વધી રૂ.777 થયો હતો. આ સામે ચાંદી માર્ચ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.214.5 વધી રૂ.576 થયો હતો. તાંબું માર્ચ રૂ.1150ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 92 પૈસા વધી રૂ.7.54 થયો હતો. જસત માર્ચ રૂ.315ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 64 પૈસા વધી રૂ.2ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.7000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.17.1 ઘટી રૂ.226.95ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.1 વધી રૂ.10.4 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ.155000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.903 વધી રૂ.2910.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની માર્ચ રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1159 વધી રૂ.6685ના ભાવે બોલાયો હતો.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.215નો ઉછાળોઃ સોનાના વાયદામાં રૂ.543 અને ચાંદીમાં રૂ.262ની વૃદ્ધિ

કોમોડિટી વાયદાઓમાં રૂ.25923.38 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.350140.55 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16012.51 કરોડનાં …