Thursday, January 22 2026 | 03:55:07 AM
Breaking News

સોના-ચાંદીમાં વણથંભી તેજી સાથે સોનાનો વાયદો રૂ.4469 અને ચાંદીનો વાયદો રૂ.14625 વધુ ઊછળ્યો

Connect us on:

ક્રૂડ તેલના વાયદામાં રૂ.31ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.121826 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.277302 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.112484 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 41869 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.399151.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.121826.48 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.277302.02 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 41869 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.6632.25 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.112484.63 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.145775ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.152500 અને નીચામાં રૂ.145500ના મથાળે અથડાઈ, રૂ.145639ના આગલા બંધ સામે રૂ.4469 વધી રૂ.150108 થયો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.4647 વધી રૂ.122600ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.634 વધી રૂ.15424 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.4680 વધી રૂ.149907ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.145569ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.154145 અને નીચામાં રૂ.145420ના સ્તરને સ્પર્શી, રૂ.145420ના આગલા બંધ સામે રૂ.5259 વધી રૂ.150679ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.306499ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.327998 અને નીચામાં રૂ.306499ના મથાળે અથડાઈ, રૂ.310275ના આગલા બંધ સામે રૂ.14625 વધી રૂ.324900ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.15330 વધી રૂ.327757ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.15275 વધી રૂ.327741ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.5333.27 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જાન્યુઆરી વાયદો રૂ.9.55 ઘટી રૂ.1292.95ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત જાન્યુઆરી વાયદો રૂ.1.15 ઘટી રૂ.313.15ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.1.75 ઘટી રૂ.315.85ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જાન્યુઆરી વાયદો 45 પૈસા ઘટી રૂ.191.4ના સ્તરે પહોંચ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.4003.85 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી જાન્યુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4045ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4110 અને નીચામાં રૂ.4027ના મથાળે અથડાઈ, રૂ.31 વધી રૂ.4071ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.5421ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5455 અને નીચામાં રૂ.5368ના સ્તરને સ્પર્શી, રૂ.5422ના આગલા બંધ સામે રૂ.31 વધી રૂ.5453 થયો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.32 વધી રૂ.5454ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.15.1 વધી રૂ.347.9ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.15.2 વધી રૂ.347.9 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.974ના ભાવે ખૂલી, રૂ.5 ઘટી રૂ.956.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન જાન્યુઆરી વાયદો રૂ.760 વધી રૂ.26700ના સ્તરે પહોંચ્યો હતો. એલચી જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.2663ના ભાવે ખૂલી, રૂ.3 ઘટી રૂ.2661ના સ્તરે પહોંચ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.54212.30 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.58272.33 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.4617.11 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.396.85 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.72.56 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.234.74 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.11.95 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.582.37 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.3409.54 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.3.96 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.0.20 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.0.56 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20686 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 77889 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 28155 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 416567 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 47729 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 14609 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 40627 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 104868 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 824 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17013 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 38341 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 40272 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 42688 પોઇન્ટના સ્તર અને નીચામાં 40272 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 1597 પોઇન્ટ વધી 41869 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.24.8 વધી રૂ.271.4 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.75 વધી રૂ.13.45ના ભાવે બોલાયો હતો.

સોનું જાન્યુઆરી રૂ.148000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.2859.5 વધી રૂ.3790.5 થયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.320000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.10455 વધી રૂ.18400 થયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.6.53 ઘટી રૂ.11.99ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 55 પૈસા ઘટી રૂ.1.53 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.21.2 ઘટી રૂ.209.2 થયો હતો.

સોનું જાન્યુઆરી રૂ.145000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.776 ઘટી રૂ.780 થયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3646.5 ઘટી રૂ.5537ના ભાવે બોલાયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3.51 વધી રૂ.19.29 થયો હતો. જસત જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 32 પૈસા ઘટી રૂ.0.34 થયો હતો.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

સોના-ચાંદીમાં તેજીની આગેકૂચઃ એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ.7115 અને ચાંદીનો વાયદો રૂ.9104 ઊછળ્યો

ક્રૂડ તેલના વાયદામાં રૂ.52ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.109544.87 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.318366.24 કરોડનું ટર્નઓવરઃ …