
કોમોડિટી વાયદાઓમાં રૂ.257070 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.3138234 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.188097 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38560 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 13થી 19 ફેબ્રુઆરીના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.3395316.77 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.257070.23 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.3138234.58 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 38560 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.39238.17 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.188097.59 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.153750ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.157185 અને નીચામાં રૂ.150730ના મથાળે અથડાઈ, રૂ.152836ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1983ના ઉછાળા સાથે રૂ.154819ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.1147ની તેજી સાથે રૂ.126124ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.152ની વૃદ્ધિ સાથે રૂ.15830ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.2320 ઊછળી સપ્તાહના અંતે રૂ.153008 થયો હતો. ગોલ્ડ-ટેન ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.154871ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.156730 અને નીચામાં રૂ.151080ના મથાળે અથડાઈ, રૂ.153663ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1111ની તેજી સાથે રૂ.154774 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.239626ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.248786 અને નીચામાં રૂ.226076ના સ્તરને સ્પર્શી, રૂ.236435ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.4958ના ઉછાળા સાથે રૂ.241393ના સ્તરે બંધ થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.1471ની તેજી સાથે રૂ.244795ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.1245ના ઉછાળા સાથે સપ્તાહના અંતે રૂ.244712 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.39724.47 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ.46.05 ઘટી રૂ.1160.25ના સ્તરે બંધ થયો હતો. જસત ફેબ્રુઆરી વાયદો 65 પૈસા વધી સપ્તાહના અંતે રૂ.324ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.1.5 ઘટી રૂ.306.2ના ભાવે બંધ થયો હતો. સીસું ફેબ્રુઆરી વાયદો 15 પૈસા વધી સપ્તાહના અંતે રૂ.187.95ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.29231.34 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.3448ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.3500 અને નીચામાં રૂ.3371ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.66 વધી રૂ.3492ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5699ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6097 અને નીચામાં રૂ.5628ના સ્તરને સ્પર્શી, રૂ.5701ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.357 વધી રૂ.6058ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો સપ્તાહના અંતે રૂ.357 વધી રૂ.6060 થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.12.8 ઘટી સપ્તાહના અંતે રૂ.271.4 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.12.7 ઘટી રૂ.271.4ના સ્તરે સપ્તાહના અંતે બંધ થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.965ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.11.5 ઘટી રૂ.955.1 થયો હતો. એલચી ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2599ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.41 ઘટી રૂ.2569 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.102177.14 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.85920.45 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.34173.41 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.2584.37 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.184.10 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2693.38 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.90.29 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.12256.26 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.16884.79 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.13.18 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.2.56 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 7394 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 40068 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 12721 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 148384 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 27368 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 5957 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 6567 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 24881 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 763 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 14967 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 10100 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 38560 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 38560 પોઇન્ટના સ્તર અને નીચામાં 38560 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 117 પોઇન્ટ વધી 38560 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.


Credit : Naimish Trivedi
Matribhumi Samachar Gujarati

