
ક્રૂડ તેલના વાયદામાં રૂ.52ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.109544.87 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.318366.24 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 92871.21 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 43501 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.427918.3 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.109544.87 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.318366.24 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 43501 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.9974.46 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 92871.21 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.151575ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.158339 અને નીચામાં રૂ.151575ના સ્તરને સ્પર્શી, રૂ.150565ના આગલા બંધ સામે રૂ.7115 વધી રૂ.157680ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.9444 વધી રૂ.132401ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.1300 વધી રૂ.16706ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.7442 વધી રૂ.157926ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.152034ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.159500 અને નીચામાં રૂ.152034ના સ્તરને સ્પર્શી, રૂ.151113ના આગલા બંધ સામે રૂ.8013 વધી રૂ.159126 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.322566ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.335521 અને નીચામાં રૂ.320007ના મથાળે અથડાઈ, રૂ.323672ના આગલા બંધ સામે રૂ.9104 વધી રૂ.332776ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.9510 વધી રૂ.336111ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.9551 વધી રૂ.336169ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 4741.59 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જાન્યુઆરી વાયદો રૂ.16.85 વધી રૂ.1302.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત જાન્યુઆરી વાયદો રૂ.3.15 વધી રૂ.314.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.1.95 વધી રૂ.316.7ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જાન્યુઆરી વાયદો રૂ.2.9 વધી રૂ.192.85ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 11526.18 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી જાન્યુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4041ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4052 અને નીચામાં રૂ.3982ના મથાળે અથડાઈ, રૂ.36 ઘટી રૂ.4021ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.5480ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5576 અને નીચામાં રૂ.5455ના મથાળે અથડાઈ, રૂ.5517ના આગલા બંધ સામે રૂ.52 વધી રૂ.5569ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.52 વધી રૂ.5569 થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.72.1 વધી રૂ.423.1 થયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.71.7 વધી રૂ.423 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.971ના ભાવે ખૂલી, 60 પૈસા વધી રૂ.959ના સ્તરે પહોંચ્યો હતો. એલચી જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.2651ના ભાવે ખૂલી, રૂ.7 વધી રૂ.2679ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 61047.54 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 31823.68 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 3910.23 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 434.73 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 61.53 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 329.30 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 10.36 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 767.37 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 10748.45 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 11.28 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.64 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20015 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 83096 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 28173 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 447351 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 51783 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 14417 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 38740 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 104274 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 866 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17279 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 33303 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 42400 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 43999 પોઇન્ટના સ્તર અને નીચામાં 42400 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 1777 પોઇન્ટ વધી 43501 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.29.2 વધી રૂ.281.1 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.8.6 વધી રૂ.8.8ના ભાવે બોલાયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.5694.5 વધી રૂ.8356ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.320000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.4859.5 વધી રૂ.21500.5 થયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.6.98 વધી રૂ.15.59ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 18 પૈસા વધી રૂ.1.2 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.5500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.30.55 વધી રૂ.283.95ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.8.8 વધી રૂ.9ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.155000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.5602 વધી રૂ.6120ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જાન્યુઆરી રૂ.320000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.5659.5 વધી રૂ.24300ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.12.6 ઘટી રૂ.225.8 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.35.35 ઘટી રૂ.16.6 થયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.1311 ઘટી રૂ.770 થયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.320000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.4249 ઘટી રૂ.8496.5ના ભાવે બોલાયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.6.49 ઘટી રૂ.4.08ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 51 પૈસા ઘટી રૂ.0.2ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.10 ઘટી રૂ.177.75 થયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.34.25 ઘટી રૂ.16.7 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.1573.5 ઘટી રૂ.1274ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જાન્યુઆરી રૂ.320000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.4141.5 ઘટી રૂ.7872ના ભાવે બોલાયો હતો.



Credit : Naimish Trivedi
Matribhumi Samachar Gujarati

