
નેચરલ ગેસ, મેન્થા તેલ, એલચીના વાયદામાં સુધારોઃ તાંબાના વાયદામાં સેંકડા વધ્યાઃ ઇલેક્ટ્રિસિટી વાયદો રૂ.231 નરમઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.853290 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.3537958 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.724918 કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 49333 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 23થી 29 જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.4391372.37 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.853290.67 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.3537958.21 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 49333 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.50641.76 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.724918.03 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.158889ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.180779ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.155248ના મથાળે અથડાઈ, રૂ.156341ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.13062ના જંગી ઉછાળા સાથે રૂ.169403ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.14704 ઊછળી રૂ.148867ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.1926ની તેજી સાથે રૂ.18746ના ભાવે સપ્તાહના અંતે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.14421ની વૃદ્ધિ સાથે સપ્તાહના અંતે રૂ.170954 થયો હતો. ગોલ્ડ-ટેન ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.162589ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.190018ના ઉચ્ચત્તમ સ્તર અને નીચામાં રૂ.161900ના મથાળે અથડાઈ, રૂ.161742ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.22683ના ઉછાળા સાથે રૂ.184425 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.333333ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.420048ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.327502ના સ્તરને સ્પર્શી, રૂ.327289ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.72604ના તીવ્ર ઉછાળા સાથે રૂ.399893ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.78311 ઊછળી રૂ.410704ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.78583 ઊછળી સપ્તાહના અંતે રૂ.411059 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.69299.43 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ.108.2ની તેજી સાથે રૂ.1411.5ના સ્તરે પહોંચ્યો હતો. જસત ફેબ્રુઆરી વાયદો સપ્તાહના અંતે રૂ.23.9 વધી રૂ.340.75ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ.23.35 વધી રૂ.341.5ના ભાવે સપ્તાહના અંતે બોલાયો હતો. સીસું ફેબ્રુઆરી વાયદો રૂ.10.1 વધી રૂ.201.65ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.59025.54 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4165ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4178 અને નીચામાં રૂ.3850ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.231 ઘટી રૂ.3934ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5495ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6135 અને નીચામાં રૂ.5475ના સ્તરને સ્પર્શી, રૂ.5440ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.592ના ઉછાળા સાથે રૂ.6032ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.589 વધી રૂ.6031 થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયુદીઠ સપ્તાહના અંતે રૂ.25.6 વધી રૂ.352 થયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.25.8 વધી રૂ.351.5ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.976ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.13.1 વધી રૂ.992.1 થયો હતો. એલચી ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2630ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.8 વધી રૂ.2645 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.432316.08 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.292601.96 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.58128.77 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.5211.94 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.661.69 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.5149.27 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.76.10 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.9549.62 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.49399.82 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.44.41 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.3.26 કરોડનાં કામ થયાં હતાં.
સપ્તાહના અંતે ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 4226 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 30090 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 19027 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 254253 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 32630 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 8798 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 18826 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 40699 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 400 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 18277 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 16680 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 43500 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 52600 પોઇન્ટના સ્તર અને નીચામાં 43300 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 6344 પોઇન્ટ વધી 49333 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.





Credit : Naimish Trivedi
Matribhumi Samachar Gujarati

