Thursday, December 11 2025 | 05:47:04 AM
Breaking News

ગાંધીનગરની 517 પોસ્ટ ઓફીસમાં ધ્વજ વંદન અને ડાક ચૌપાલ કાર્યક્રમ

Connect us on:

ધી ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, અમદાવાદની સુચના મુજબ ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા તા. 26.01.2025ના રોજ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ઉપક્રમે દરેક પોસ્ટ ઓફિસ જેવી કે હેડ પોસ્ટ ઓફીસ,  સબ પોસ્ટ ઓફિસ અને બ્રાંચ પોસ્ટ ઓફિસ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સાથે સાથે જાહેર જનતાના લાભાર્થે “ડાક ચૌપાલ”નું પણ આયોજન કરવામાં આવેલ છે.

“ડાક ચૌપાલ” એટલે પોસ્ટ ઓફિસમા આવતી દરેક યોજનાઓ જેવી કે વિવિધ નાની બચત યોજનાઓ, વિવિધ પોસ્ટલ વીમાની યોજનાઓ, વિવિધ સામાન્ય વીમો/અકસ્માત વીમાની યોજનાઓ, સામાજિક જવાબદારી ની યોજનાઓ (PMSBY/PMJJBY/APY), આધાર કાર્ડ અદ્યતન સેવાઓ, India Post Payments Bank ની વિવિધ સેવાઓ, પોસ્ટ ઓફિસના ઓનલાઈન ખાતાકીય વ્યવહાર કઈ રીતે કરવા તે અંગેની વિગતવાર માહિતી “ડાક ચૌપાલ”માં આપવામાં આવશે.

“ડાક ચૌપાલ”ના આયોજનનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકોને તેમની વચ્ચે જઈ પોસ્ટ ઓફિસની રોકાણ સંબંધિત વિવિધ યોજનાઓ અને અદ્યતન સેવાઓ વિશે માહિતગાર કરવાનો છે.

ઉપરોક્ત વિષયના અનુસંધાને ગાંધીનગર ડિવિઝનની દરેક પોસ્ટ ઓફિસ ખાતે તા. 26.01.2025ના રોજ ધ્વજ વંદન કાર્યક્રમની સાથે “ડાક ચૌપાલ” પણ આયોજન કરવામાં આવેલ છે જેનો લાભ લેવા માટે જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે.

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

સ્કોપોસિસ 2025 – અમદાવાદ ખાતે 10 ડિસેમ્બરનાં રોજ એક આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), અમદાવાદ 8 થી 12 ડિસેમ્બર, 2025 દરમિયાન ઓપ્ટિક્સ અને ફોટોનિક્સ પર …