Saturday, April 18 2026 | 05:46:04 AM
Breaking News

સોનાના વાયદામાં રૂ.43 અને ચાંદીના વાયદામાં રૂ.355ની નરમાઈઃ ક્રૂડ તેલમાં રૂ.67નો સુધારો

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.110127.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11577 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.98549.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 21039 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1040.49 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7344.21 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.87831ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.88160 અને નીચામાં રૂ.87692ના મથાળે અથડાઈ, રૂ.87991ના આગલા બંધ સામે રૂ.43 ઘટી રૂ.87948ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.241 વધી રૂ.71431 થયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.14 વધી રૂ.8976 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.9 વધી રૂ.87933ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.100358ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.100786 અને નીચામાં રૂ.100220ના સ્તરને સ્પર્શી, રૂ.100738ના આગલા બંધ સામે રૂ.355 ઘટી રૂ.100383 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.325 ઘટી રૂ.100302 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.301 ઘટી રૂ.100299 થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1321.46 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો 5 પૈસા વધી રૂ.899.85ના સ્તરે પહોંચ્યો હતો. જસત માર્ચ વાયદો 25 પૈસા વધી રૂ.280.9 થયો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 90 પૈસા વધી રૂ.265.45ના સ્તરે પહોંચ્યો હતો. સીસું માર્ચ વાયદો 75 પૈસા વધી રૂ.183.95ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 2904.73 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.5882ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5921 અને નીચામાં રૂ.5866ના મથાળે અથડાઈ, રૂ.5840ના આગલા બંધ સામે રૂ.67 વધી રૂ.5907 થયો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.63 વધી રૂ.5903 થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1.9 વધી રૂ.358.7 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.1.6 વધી રૂ.358.6ના ભાવે બોલાયો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.959.4ના ભાવે ખૂલી, રૂ.1.3 વધી રૂ.953.4ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ.260 ઘટી રૂ.52610 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 5276.03 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2068.17 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 822.66 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 133.18 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 28.60 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 337.02 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 670.19 કરોડનાં કામકાજ થયાં હતાં. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2234.54 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 4.90 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 19869 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 30854 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8612 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 110607 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 23994 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 35005 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 125493 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 11308 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 17495 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો 21048 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21091 પોઇન્ટના સ્તર અને નીચામાં 20991 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 20 પોઇન્ટ ઘટી 21039 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.12.2 વધી રૂ.30.6 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 15 પૈસા ઘટી રૂ.12.8ના ભાવે બોલાયો હતો.

સોનું માર્ચ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.75 ઘટી રૂ.789.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.286.5 ઘટી રૂ.3391.5 થયો હતો. તાંબું માર્ચ રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.07 ઘટી રૂ.7.93 થયો હતો. જસત માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 19 પૈસા ઘટી રૂ.2.55 થયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.11.7 વધી રૂ.30.8ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ કોઈ ફેરફાર વગર રૂ.12.95 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.54 ઘટી રૂ.790ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.216 ઘટી રૂ.3243ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.48.8 ઘટી રૂ.28.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 65 પૈસા ઘટી રૂ.15.45 થયો હતો.

સોનું માર્ચ રૂ.87000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.44 ઘટી રૂ.435 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.93 વધી રૂ.3026ના ભાવે બોલાયો હતો. તાંબું માર્ચ રૂ.890ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.16 ઘટી રૂ.3.4ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 91 પૈસા ઘટી રૂ.2ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.5850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.34.5 ઘટી રૂ.11.95 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 45 પૈસા ઘટી રૂ.15.6ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ રૂ.87000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.51 ઘટી રૂ.449 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.91.5 વધી રૂ.2943.5 થયો હતો.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ.472 અને ચાંદીનો વાયદો રૂ.979 વધ્યોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.60ની નરમાઇ

કોમોડિટી વાયદાઓમાં રૂ.19707.83 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.266359.65 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12899.21 કરોડનાં …