Friday, January 09 2026 | 10:59:23 PM
Breaking News

સોનાના વાયદામાં રૂ.655 અને ચાંદીના વાયદામાં રૂ.2,786નો ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા ઘટ્યા

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.131015.17 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.26197.81 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.104814.62 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 20465 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2344.88 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19941.76 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.88000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.88780 અને નીચામાં રૂ.87830ના મથાળે અથડાઈ, રૂ.88075ના આગલા બંધ સામે રૂ.655 વધી રૂ.88730ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.43 ઘટી રૂ.71526 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.21 વધી રૂ.9009 થયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.585 વધી રૂ.88525ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.88400ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.89350 અને નીચામાં રૂ.88025ના મથાળે અથડાઈ, રૂ.88467ના આગલા બંધ સામે રૂ.396 વધી રૂ.88863ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.88884ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.90150 અને નીચામાં રૂ.87678ના સ્તરને સ્પર્શી, રૂ.87211ના આગલા બંધ સામે રૂ.2786 વધી રૂ.89997ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.2610 વધી રૂ.90001 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.2638 વધી રૂ.90001ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 3466.19 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.8.85 વધી રૂ.813.65ના સ્તરે પહોંચ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.1.75 ઘટી રૂ.251.05 થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ.1.35 વધી રૂ.233.55ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો 5 પૈસા ઘટી રૂ.175.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 2934.14 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.5204ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5237 અને નીચામાં રૂ.5072ના સ્તરને સ્પર્શી, રૂ.5311ના આગલા બંધ સામે રૂ.102 ઘટી રૂ.5209ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.105 ઘટી રૂ.5210ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ 40 પૈસા વધી રૂ.330.6ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 10 પૈસા વધી રૂ.330.5 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.919.1ના ભાવે ખૂલી, રૂ.2 વધી રૂ.913.9ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.460 વધી રૂ.54900 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 9446.65 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 10495.11 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 2346.90 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 318.82 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 37.99 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 762.48 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 1647.57 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1286.57 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 3.71 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.59 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17592 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 25675 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6665 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 95475 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 1982 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 28020 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 45577 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 153903 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 23430 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 11283 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 20270 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 20465 પોઇન્ટના સ્તર અને નીચામાં 20206 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 215 પોઇન્ટ વધી 20465 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.43.2 ઘટી રૂ.213.8ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 95 પૈસા વધી રૂ.18 થયો હતો.

સોનું એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.310 વધી રૂ.968 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.345 વધી રૂ.995 થયો હતો. તાંબું એપ્રિલ રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 83 પૈસા વધી રૂ.8 થયો હતો. જસત એપ્રિલ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 29 પૈસા વધી રૂ.1.39 થયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.46.3 ઘટી રૂ.216 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1 વધી રૂ.18.15 થયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.271 વધી રૂ.845ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1037.5 વધી રૂ.2576.5ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.41.3 વધી રૂ.155.9 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 70 પૈસા વધી રૂ.13ના ભાવે બોલાયો હતો.

સોનું એપ્રિલ રૂ.87000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.85 ઘટી રૂ.812ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1111.5 ઘટી રૂ.2001ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ.800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3.38 ઘટી રૂ.16ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.35 ઘટી રૂ.16.81 થયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.5000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.33.65 વધી રૂ.128.05ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.325ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.05 વધી રૂ.15.4 થયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.87000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.63 ઘટી રૂ.835.5 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.996 ઘટી રૂ.1898.5ના ભાવે બોલાયો હતો.

                                                                       

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

સોનાના વાયદામાં રૂ.1,184 અને ચાંદીના વાયદામાં રૂ.11,626નો કડાકોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.83ની વૃદ્ધિ

કોમોડિટી વાયદાઓમાં રૂ.48960 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.149523 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 37268 કરોડનાં …