Saturday, January 31 2026 | 09:19:51 AM
Breaking News

સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.12263.09 કરોડનાં કામકાજઃ બુલડેક્સ વાયદો 21518 પોઇન્ટના સ્તરે

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.80449.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.15327.46 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.65121.83 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 21518 પોઇન્ટના સ્તરે સ્થિર રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.941.66 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.12263.09 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.93001ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.93707 અને નીચામાં રૂ.92810ના મથાળે અથડાઈ, રૂ.93297ના આગલા બંધ સામે રૂ.303 વધી રૂ.93600ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.98 વધી રૂ.75132ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.17 વધી રૂ.9454ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.246 વધી રૂ.93560ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.93089ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.93800 અને નીચામાં રૂ.93000ના સ્તરને સ્પર્શી, રૂ.93462ના આગલા બંધ સામે રૂ.219 વધી રૂ.93681ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.95325ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96034 અને નીચામાં રૂ.94899ના મથાળે અથડાઈ, રૂ.95453ના આગલા બંધ સામે રૂ.549 વધી રૂ.96002 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.453 વધી રૂ.95955ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.449 વધી રૂ.95963ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.1420.39 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો 20 પૈસા ઘટી રૂ.855.15ના સ્તરે પહોંચ્યો હતો. જસત મે વાયદો રૂ.2 વધી રૂ.258.6 થયો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.1.55 વધી રૂ.237.8ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 5 પૈસા ઘટી રૂ.177.9ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.1363.55 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ.5330ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5374 અને નીચામાં રૂ.5287ના મથાળે અથડાઈ, રૂ.5299ના આગલા બંધ સામે રૂ.33 વધી રૂ.5332 થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.32 વધી રૂ.5333 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.4 વધી રૂ.271.9 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.3.9 વધી રૂ.271.9 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.904.7ના ભાવે ખૂલી, રૂ.3.6 વધી રૂ.908ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.40 ઘટી રૂ.53900 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.9319.33 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.2943.76 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.908.17 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.154.08 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.43.65 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.314.49 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.494.01 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.869.54 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.1.70 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.0.39 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17357 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 38692 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 16328 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 198169 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 14800 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 22037 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 37756 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 140713 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 12226 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 24914 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 21518 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21518 પોઇન્ટના સ્તર અને નીચામાં 21518 પોઇન્ટના સ્તરને સ્પર્શી, કોઈ ફેરફાર વગર 21518 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.13 વધી રૂ.219.5ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.6 વધી રૂ.9.45ના ભાવે બોલાયો હતો.

સોનું મે રૂ.94000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.35 વધી રૂ.831 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.240 વધી રૂ.2767.5 થયો હતો. તાંબું મે રૂ.860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 99 પૈસા ઘટી રૂ.4.85ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 27 પૈસા વધી રૂ.1.29ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.22.2 ઘટી રૂ.190 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.1 ઘટી રૂ.7.85 થયો હતો.

સોનું મે રૂ.92000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.160.5 ઘટી રૂ.407.5 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.244.5 ઘટી રૂ.2214ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 90 પૈસા ઘટી રૂ.4.55 થયો હતો. જસત મે રૂ.255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 70 પૈસા ઘટી રૂ.0.68 થયો હતો.

                

           

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

સોના-ચાંદીના વાયદામાં થાક ખાતી તેજીઃ સોનાનો વાયદો રૂ.9903 અને ચાંદીનો વાયદો રૂ.47987 ગબડ્યો

ક્રૂડ તેલના વાયદામાં રૂ.33ની નરમાઇઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.101068 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.67529 કરોડનું ટર્નઓવરઃ …