Friday, December 12 2025 | 03:49:25 AM
Breaking News

સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણઃ ચાંદીના વાયદામાં રૂ.427 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.68ની નરમાઇ

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.113705.91 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.21701.71 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.92003.67 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 22023 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1119.52 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17831.21 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.96214ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96383 અને નીચામાં રૂ.95435ના સ્તરને સ્પર્શી, રૂ.95599ના આગલા બંધ સામે રૂ.79 ઘટી રૂ.95520 થયો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.13 ઘટી રૂ.76627 થયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.5 વધી રૂ.9605 થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.47 ઘટી રૂ.95426ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.95800ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96173 અને નીચામાં રૂ.95385ના મથાળે અથડાઈ, રૂ.95422ના આગલા બંધ સામે રૂ.62 વધી રૂ.95484ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.98780ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.99365 અને નીચામાં રૂ.97689ના મથાળે અથડાઈ, રૂ.98245ના આગલા બંધ સામે રૂ.427 ઘટી રૂ.97818 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.398 ઘટી રૂ.97700ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.395 ઘટી રૂ.97700ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1502.19 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.2.15 ઘટી રૂ.855.3ના સ્તરે પહોંચ્યો હતો. જસત મે વાયદો 5 પૈસા ઘટી રૂ.259.45 થયો હતો. એલ્યુમિનિયમ મે વાયદો 50 પૈસા ઘટી રૂ.237.9ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 85 પૈસા ઘટી રૂ.176.95ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1521.14 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ.5293ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5311 અને નીચામાં રૂ.5201ના સ્તરને સ્પર્શી, રૂ.5295ના આગલા બંધ સામે રૂ.68 ઘટી રૂ.5227ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.70 ઘટી રૂ.5230ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.4.5 ઘટી રૂ.285.9 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.4.4 ઘટી રૂ.286 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.907.6ના ભાવે ખૂલી, 20 પૈસા ઘટી રૂ.909ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.280 વધી રૂ.54190 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 13230.43 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4600.79 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1013.83 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 159.62 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 27.56 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 301.19 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 573.09 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 948.06 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.51 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.07 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 21152 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 39048 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 11403 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 152131 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 12832 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 18224 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 37739 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 143798 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 13835 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 18474 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 22200 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22200 પોઇન્ટના સ્તર અને નીચામાં 22023 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 11 પોઇન્ટ વધી 22023 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.19.8 ઘટી રૂ.173.5ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.9 ઘટી રૂ.5.95ના ભાવે બોલાયો હતો.

સોનું મે રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.65 ઘટી રૂ.638ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.280.5 ઘટી રૂ.2000 થયો હતો. તાંબું મે રૂ.860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.12 ઘટી રૂ.2.7ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.265ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 53 પૈસા ઘટી રૂ.0.11ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.40.9 વધી રૂ.197.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.285ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.15 વધી રૂ.6.55 થયો હતો.

સોનું મે રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.48 ઘટી રૂ.596 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.251.5 વધી રૂ.3028ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ.860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 38 પૈસા વધી રૂ.7.05 થયો હતો. જસત મે રૂ.255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 34 પૈસા વધી રૂ.0.7 થયો હતો.

               

                                        

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

DFS દ્વારા બેન્કિંગ સેક્ટર માટે ભરતી અને પરિણામ ચક્રને સુવ્યવસ્થિત કરાયું; IBPS પરીક્ષાઓમાં પારદર્શિતા વધી

નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ (DFS)એ ભરતી પરીક્ષાઓ માટેની સમયરેખા અને તેના પરિણામોની જાહેરાતને સુવ્યવસ્થિત …