Tuesday, January 13 2026 | 01:20:23 PM
Breaking News

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.276 વધ્યો, ચાંદીનો વાયદો રૂ.65 નરમઃ ક્રૂડ તેલમાં રૂ.10નો સુધારો

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.105146.72 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12134.54 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.93001.67 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 22561 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.771.1 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.9657.76 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.97311ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97500 અને નીચામાં રૂ.97144ના મથાળે અથડાઈ, રૂ.97023ના આગલા બંધ સામે રૂ.276 વધી રૂ.97299ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ.298 વધી રૂ.77736ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ.115 વધી રૂ.9820ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.246 વધી રૂ.96767ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.96912ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96996 અને નીચામાં રૂ.96696ના મથાળે અથડાઈ, રૂ.96430ના આગલા બંધ સામે રૂ.283 વધી રૂ.96713 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.105151ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.105589 અને નીચામાં રૂ.104750ના સ્તરને સ્પર્શી, રૂ.104917ના આગલા બંધ સામે રૂ.65 ઘટી રૂ.104852ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.168 વધી રૂ.104400 થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.116 ઘટી રૂ.104275ના સ્તરે પહોંચ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.1405.34 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ.5600ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5655 અને નીચામાં રૂ.5587ના સ્તરને સ્પર્શી, રૂ.5583ના આગલા બંધ સામે રૂ.10 વધી રૂ.5593ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.11 વધી રૂ.5595 થયો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ.3.7 ઘટી રૂ.302.3 થયો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો રૂ.3.4 ઘટી રૂ.302.6 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ.927ના ભાવે ખૂલી, રૂ.6.6 વધી રૂ.921.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5740.95 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.3916.81 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.618.23 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.787.11 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.3.90 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15315 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 50258 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 12820 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 180311 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 19430 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19196 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 36755 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 142388 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 18342 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 18632 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 22560 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22633 પોઇન્ટના સ્તર અને નીચામાં 22553 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 128 પોઇન્ટ વધી 22561 પોઇન્ટના સ્તરે હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.1.4 ઘટી રૂ.219.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 75 પૈસા ઘટી રૂ.18.55 થયો હતો.

સોનું જૂન રૂ.99000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.5.5 ઘટી રૂ.141.5 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.106000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.136 ઘટી રૂ.89.5 થયો હતો. તાંબું જુલાઈ રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 23 પૈસા ઘટી રૂ.8.47ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 6 પૈસા વધી રૂ.3.31 થયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.2.75 ઘટી રૂ.219.75ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 70 પૈસા ઘટી રૂ.18.65ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.27 ઘટી રૂ.156ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જુલાઈ રૂ.106000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.81.5 ઘટી રૂ.2612.5 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.12.8 ઘટી રૂ.225.7ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1 વધી રૂ.14.15ના ભાવે બોલાયો હતો.

સોનું જૂન રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.158.5 ઘટી રૂ.580 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.104000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.83 ઘટી રૂ.189.5ના ભાવે બોલાયો હતો. તાંબું જુલાઈ રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.25 ઘટી રૂ.13.42 થયો હતો. જસત જુલાઈ રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 11 પૈસા ઘટી રૂ.3 થયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.8.35 ઘટી રૂ.228.8 થયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.3 વધી રૂ.14.4 થયો હતો. સોનું-મિની જૂન રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.99.5 ઘટી રૂ.58 થયો હતો. ચાંદી-મિની જુલાઈ રૂ.105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.58.5 ઘટી રૂ.2152ના ભાવે બોલાયો હતો.

                

                            

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

સોના-ચાંદીના વાયદા ઓલ ટાઇમ હાઈઃ સોનાનો વાયદો રૂ.2691 અને ચાંદીનો વાયદો રૂ.11728 વધુ ઊછળ્યો

ક્રૂડ તેલનો વાયદો રૂ.68 લપસ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.47121.78 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.161308.22 કરોડનું ટર્નઓવરઃ …