Tuesday, December 30 2025 | 09:20:04 PM
Breaking News

‘આંતરરાષ્ટ્રીય નશા અને માદક પદાર્થ વિરોધી દિવસ’ નિમિતે જાગૃતિ માટે ડાક વિભાગ દ્વારા વિશેષ વિરૂપણ જાહેર કર્યું

Connect us on:

“આંતરરાષ્ટ્રીય નશા અને માદક પદાર્થ વિરોધી દિવસ” નિમિત્તે લોકોને નશાની ખતરનાક અસરોથી જાગૃત કરવા અને કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવા માટે જાગૃતિ ફેલાવવાના હેતુથી ભારતીય ડાક વિભાગ દ્વારા 26 જૂનના રોજ એક વિશેષ વિરૂપણ જાહેર કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા આ વિશેષ વિરૂપણ મેહસાણામાં જાહેર કરવામાં આવ્યું અને તેઓએ જણાવ્યું કે ગુજરાતના તમામ મુખ્ય ડાકઘરોમાં આ વિશેષ વિરૂપણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ વિશિષ્ટ વિરૂપણ સ્પીડ પોસ્ટ, રજીસ્ટર્ડ પત્રો, પાર્સલો ઉપરાંત સામાન્ય પોસ્ટકાર્ડ, અંતર્દેશીય પત્રો અને કવર પર તેને ખાસ સ્ટેમ્પ તરીકે છાપવામાં આવશે, જેના માધ્યમથી લોકોમાં નશાના વિરોધમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ડાક વિતરણ કરતી વખતે પોસ્ટમેનઓ પણ લોકોને નશાથી દૂર રહેવા અને તેના નુકસાન વિશે અવગત કરવાની કામગીરી કરશે, જે આ જનજાગૃતિ અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ બનશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે નશો માત્ર એક વ્યક્તિની જિંદગી જ નષ્ટ કરતો નથી, પરંતુ તે આખા પરિવારની ખુશીઓ અને સમાજની શાંતિ પણ છીનવી લે છે. તેમણે લોકોને અપીલ કરી કે આંતરરાષ્ટ્રીય નશા અને માદક પદાર્થ વિરોધી દિવસના અવસર પર આપણે સૌ મળીને એ દૃઢ સંકલ્પ કરીએ કે અમે એક સ્વસ્થ, જાગૃત અને નશામુક્ત સમાજના નિર્માણ માટે દ્રઢતાપૂર્વક આગળ વધીશું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ માહિતી આપી કે વર્ષ 1987માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 26 જૂનને “આંતરરાષ્ટ્રીય નશા અને માદક પદાર્થ વિરોધી દિવસ” તરીકે જાહેર કર્યો હતો. વર્ષ 2025 માટે આ દિવસની થીમ છે “અવરોધો ને તોડો: સૌ માટે નિવારણ, સારવાર અને પુનઃપ્રાપ્તિ”.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે નશામુક્તિ માટે સૌથી જરૂરી વાત એ છે કે આપણે પોતે એ અંગે જાગૃત બની અને આ સમસ્યાને પોતાની જવાબદારી તરીકે સમજીને પોતાને તેમજ સમાજના તમામ લોકોને આ બુરાઈથી મુક્ત કરાવીએ. તેમણે ઉમેર્યું કે આંતરરાષ્ટ્રીય નશા અને માદક પદાર્થ વિરોધી દિવસ ત્યારે જ સાથર્થક બની શકે છે જ્યારે આપણે એક જાગૃત સમાજ તરીકે એકસાથે મળી ને આ દુરાચાર સામે સામૂહિક પ્રયાસ કરીએ.

About Matribhumi Samachar

Check Also

ઉપરાષ્ટ્રપતિએ પુડુચેરીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના વારસાને જાળવી રાખવા અને ભવિષ્યની પેઢીઓને આપવાના મહત્વ પર ભાર મૂક્યો

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને પુડુચેરીમાં એક નાગરિક સ્વાગત સમારોહને સંબોધિત કર્યો હતો અને …