Thursday, December 25 2025 | 07:29:58 AM
Breaking News

નરેન્દ્રભાઈ મોદી ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ દ્વારા દેશને સ્વસ્થ ભારત બનાવવા કટિબદ્ધ છે : કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અને ‘સંડે ઓન સાઇકલ’ અભિયાન હેઠળ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ધોરાજી ખાતે એક વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો હતો.

કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ સવારે 7:00 વાગ્યે સાયકલ યાત્રાને લીલી ઝંડી બતાવીને તેનો પ્રારંભ કરાવ્યો હતો. રેલીને સંબોધતા તેમણે જણાવ્યું કે આવી રેલીઓ માત્ર આરોગ્ય માટે જ નહીં, પરંતુ સમાજમાં એકતાની ભાવનાને પણ ગાઢ બનાવે છે. તેમણે ઉમેર્યું કે, “લોકો સાથે મળીને ચાલતા કાર્યને જ આપણે જનઆંદોલન કહીએ છીએ.”

રેલી દરમિયાન, કેન્દ્રીય મંત્રીશ્રીએ પોતે સાયકલ ચલાવીને સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, “સાયકલ એ સ્વાસ્થ્યનું સ્ત્રોત છે. નાની નાની દૈનિક ટેવો આપણને ભવિષ્યમાં મોટું આરોગ્ય આપે છે.” મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, “આવી પ્રવૃત્તિઓના માધ્યમથી ભવિષ્યની પેઢીને પણ ફિટનેસ તરફ વાળે છે. આવું યજમાનત્વ દરેક શહેરે લઈને આ આંદોલનનું સ્વરૂપ આપવું જોઈએ.”

આ રેલી ધોરાજી નગરપાલિકાથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. “સ્વચ્છ ધોરાજી – સ્વસ્થ ભારત” અને “રવિવારને આપો આરોગ્ય માટે” જેવા પર્યાવરણ જાગૃતિના નારાઓ લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકો અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જૂનાગઢ કચેરીમાંથી અંદાજે 50 થી 62 યુવા ભાઈઓ-બહેનો “મેરા યુવા ભારત હેલ્થ ફિટનેસ” કાર્યક્રમ અને પર્યાવરણ સ્વચ્છતાના હેતુથી આ સાયકલોથોન રેલીમાં જોડાયા હતા.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા, ગાંધીનગર દ્વારા આયોજિત આ રેલીમાં ધોરાજી નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો, શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ, નેહરુ યુવા કેન્દ્ર અને એનએસએસનાં માય ભારતનાં સ્વયંસેવકોએ એનસીસી કેડેટ્સ અને સરસ્વતી વિદ્યામંદિરનાં યુવા વિદ્યાર્થીઓ, શહેરના સ્વયંસેવી સંગઠનો, NGO, તથા સામાજિક કાર્યકર્તાઓ સહિત અનેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

About Matribhumi Samachar

Check Also

ઉપરાષ્ટ્રપતિએ ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસના ઓફિસર ટ્રેઇનીને સંબોધિત કર્યા

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન આજે ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ (IDAS)ની 2023 અને 2024 બેચના …