Wednesday, December 24 2025 | 04:37:08 AM
Breaking News

પ્રધાનમંત્રી 18 જુલાઈના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 જુલાઈના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ સવારે 11:30 વાગ્યે બિહારના મોતીહારી ખાતે 7,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.

ત્યારબાદ તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે અને બપોરે 3 વાગ્યે દુર્ગાપુર ખાતે 5000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી બિહારમાં

પ્રધાનમંત્રી રેલ, માર્ગ, ગ્રામીણ વિકાસ, મત્સ્ય ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રો સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે.

કનેક્ટિવિટી અને માળખાગત સુવિધાને વેગ આપવાની તેમની પ્રતિબદ્ધતા અનુસાર, પ્રધાનમંત્રી અનેક રેલ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. આમાં સમસ્તીપુર-બછવાડા રેલ લાઇન વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગનો સમાવેશ થાય છે જે આ વિભાગ પર કાર્યક્ષમ ટ્રેન સંચાલનને સક્ષમ બનાવશે. દરભંગા-થલવારા અને સમસ્તીપુર-રામભદ્રપુર રેલ લાઇનનું ડબલિંગ એ દરભંગા-સમસ્તીપુર ડબલિંગ પ્રોજેક્ટનો એક ભાગ છે, જેનો ખર્ચ 580 કરોડ રૂપિયાથી વધુ છે જે રેલ સંચાલનની ક્ષમતામાં વધારો કરશે અને વિલંબ ઘટાડશે.

પ્રધાનમંત્રી અનેક રેલ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે. રેલ પ્રોજેક્ટ્સમાં પાટલીપુત્ર ખાતે વંદે ભારત ટ્રેનોની જાળવણી માટે માળખાગત સુવિધાઓનો વિકાસ સામેલ છે. ભટની-છપરા ગ્રામીણ રેલ લાઇન (114 કિમી) પર ઓટોમેટિક સિગ્નલિંગ સુવ્યવસ્થિત રેલ કામગીરીને સક્ષમ બનાવશે. ભટની-છપરા ગ્રામીણ વિભાગમાં ટ્રેક્શન સિસ્ટમ અપગ્રેડેશન અને ટ્રેક્શન સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને અને ઉર્જા કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવીને ટ્રેનોની ગતિ વધારવામાં સક્ષમ બનાવશે. દરભંગા-નરકટિયાગંજ રેલ લાઇન ડબલિંગ પ્રોજેક્ટ, જેનો આશરે રૂ. 4,080 કરોડનો ખર્ચ થશે તે વિભાગીય ક્ષમતામાં વધારો કરશે. ઉપરાંત વધુ મુસાફરો અને માલવાહક ટ્રેનોનું સંચાલન સક્ષમ બનાવશે અને ઉત્તર બિહાર અને દેશના બાકીના ભાગો વચ્ચે જોડાણ મજબૂત બનાવશે.

પ્રદેશમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 319ના આરા બાયપાસના 4-લેનિંગ માટે શિલાન્યાસ કરશે, જે આરા-મોહનિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 319 અને પટના-બક્સર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 922ને જોડે છે, જે સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે અને મુસાફરીનો સમય ઘટાડે છે.

પ્રધાનમંત્રી 820 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે NH-319ના 4-લેન સેક્શનનું ઉદ્ઘાટન પણ કરશે. આ NH-319નો ભાગ છે જે આરા શહેરને NH-02 (ગોલ્ડન ક્વોડ્રિલેટરલ) સાથે જોડે છે. આનાથી માલ અને મુસાફરોની અવરજવરમાં સુધારો થશે. આ ઉપરાંત, NH-333C પર સરવનથી ચકાઈ સુધી 2-લેનનો પાકો રસ્તો પણ બનાવવામાં આવશે, જે માલ અને લોકોની અવરજવરને સરળ બનાવશે અને બિહાર અને ઝારખંડ વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપશે.

પ્રધાનમંત્રી દરભંગા ખાતે નવા સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઈન્ડિયા (STPI) અને પટણા ખાતે એક અત્યાધુનિક ઇન્ક્યુબેશન સુવિધાનું ઉદ્ઘાટન કરશે જે IT/ITES/ESDM ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપશે. આ સુવિધાઓ IT સોફ્ટવેર અને સેવાઓની નિકાસને વેગ આપવા માટે મદદ કરશે. તે ઉભરતા ઉદ્યોગસાહસિકો માટે ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પણ પોષણ આપશે અને નવીનતા, બૌદ્ધિક સંપદા અધિકારો (IPR) અને ઉત્પાદન વિકાસને પ્રોત્સાહન આપશે.

બિહારમાં મત્સ્યોદ્યોગ અને જળચર ઉદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવવા તરફના એક મોટા પગલાંમાં પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ મંજૂર કરાયેલા મત્સ્યોદ્યોગ વિકાસ પ્રોજેક્ટ્સની શ્રેણીનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે બિહારના વિવિધ જિલ્લાઓમાં નવી ફિશ હેચરી, બાયોફ્લોક યુનિટ, સુશોભન માછલી ઉછેર, સંકલિત જળચર ઉદ્યોગ એકમો અને ફિશ ફીડ મિલો સહિત આધુનિક મત્સ્યોદ્યોગ માળખાનો શુભારંભ થશે. જળચર ઉદ્યોગ પ્રોજેક્ટ્સ રોજગારીની તકો ઉત્પન્ન કરવામાં, માછલી ઉત્પાદન વધારવામાં, ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં અને બિહારના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવામાં મદદ કરશે.

ભવિષ્ય માટે તૈયાર રેલવે નેટવર્કના તેમના વિઝનને અનુરૂપ પ્રધાનમંત્રી રાજેન્દ્ર નગર ટર્મિનલ (પટના)થી નવી દિલ્હી, બાપુધામ મોતીહારી થી દિલ્હી (આનંદ વિહાર ટર્મિનલ), દરભંગા થી લખનઉ (ગોમતી નગર) અને માલદા ટાઉનથી લખનઉ (ગોમતી નગર) વાયા ભાગલપુર સુધી ચાર નવી અમૃત ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે, જેનાથી આ ક્ષેત્રમાં કનેક્ટિવિટીમાં સુધારો થશે.

પ્રધાનમંત્રી દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ બિહારમાં લગભગ 61,500 સ્વ-સહાય જૂથોને 400 કરોડ રૂપિયા પણ આપશે. મહિલા-સંચાલિત વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, 10 કરોડથી વધુ મહિલાઓને સ્વ-સહાય જૂથો (SHG) સાથે જોડવામાં આવી છે.

પ્રધાનમંત્રી 12,000 લાભાર્થીઓના ગૃહ પ્રવેશ પ્રસંગે કેટલાક લાભાર્થીઓને ચાવીઓ પણ સોંપશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના 40,000 લાભાર્થીઓને 160 કરોડ રૂપિયાથી વધુની રકમ પણ આપશે.

પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળમાં

પ્રધાનમંત્રી તેલ અને ગેસ, વીજળી, માર્ગ અને રેલ ક્ષેત્રોમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે.

પ્રદેશમાં તેલ અને ગેસ માળખાગત સુવિધાને વેગ આપવા માટે, પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળના બાંકુરા અને પુરુલિયા જિલ્લામાં આશરે રૂ. 1,950 કરોડના ખર્ચે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ ઘરો, વાણિજ્યિક સંસ્થાઓ અને ઔદ્યોગિક ગ્રાહકોને PNG કનેક્શન પ્રદાન કરશે, રિટેલ આઉટલેટ્સ પર CNG ઉપલબ્ધ કરાવશે અને પ્રદેશમાં રોજગારીની તકો પણ ઉભી કરશે.

પ્રધાનમંત્રી મહત્વાકાંક્ષી જગદીશપુર-હલ્દિયા અને બોકારો-ધામરા પાઇપલાઇન્સના ભાગ રૂપે નાખેલી દુર્ગાપુર-હલ્દિયા નેચરલ ગેસ પાઇપલાઇનના દુર્ગાપુરથી કોલકાતા સેક્શન (132 કિમી) ને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેને પ્રધાનમંત્રી ઉર્જા ગંગા (PMUG) પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1,190 કરોડથી વધુના ખર્ચે બનેલો દુર્ગાપુરથી કોલકાતા સેક્શન પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન, હુગલી અને નાદિયા જિલ્લામાંથી પસાર થાય છે. આ પાઇપલાઇન તેના અમલીકરણ તબક્કા દરમિયાન પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડતી હતી અને હવે આ પ્રદેશના લાખો ઘરોને કુદરતી ગેસનો પુરવઠો પૂરો પાડશે.

સ્વચ્છ હવા અને સૌ માટે આરોગ્ય સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી 1,457 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે દુર્ગાપુર સ્ટીલ થર્મલ પાવર સ્ટેશન અને દામોદર વેલી કોર્પોરેશનના રઘુનાથપુર થર્મલ પાવર સ્ટેશનના રેટ્રોફિટિંગ પોલ્યુશન કંટ્રોલ સિસ્ટમ-ફ્લુ ગેસ ડિસલ્ફ્યુરાઇઝેશન (FGD) રાષ્ટ્રને સમર્પિત કરશે. આનાથી સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં વધારો થશે અને પ્રદેશમાં રોજગારીની તકો ઉભી થશે.

પ્રદેશમાં રેલ માળખાને પ્રોત્સાહન આપતા, પ્રધાનમંત્રી પુરુલિયા ખાતે 390 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પુરુલિયા-કોટશિલા રેલ લાઇન (36 કિમી)ના ડબલિંગનું પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આનાથી જમશેદપુર, બોકારો અને ધનબાદના ઉદ્યોગો વચ્ચે રાંચી અને કોલકાતા સાથે રેલ કનેક્ટિવિટીમાં સુધારો થશે અને માલગાડીઓની કાર્યક્ષમ અવરજવર, મુસાફરીનો સમય ઘટાડશે અને ઉદ્યોગો અને વ્યવસાયો માટે લોજિસ્ટિક્સમાં સુધારો થશે.

પ્રધાનમંત્રી પશ્ચિમ બર્ધમાનમાં ટોપસી અને પાંડબેશ્વર ખાતે સેતુ ભારતમ કાર્યક્રમ હેઠળ 380 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા બે રોડ ઓવર બ્રિજ (ROB)નું ઉદ્ઘાટન કરશે. આનાથી કનેક્ટિવિટીમાં સુધારો થશે અને રેલવે લેવલ ક્રોસિંગ પર અકસ્માતો અટકાવવામાં પણ મદદ મળશે.

About Matribhumi Samachar

Check Also

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજસ્થાનના નાગૌરમાં ખેડૂત સંમેલનમાં ભાગ લીધો

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે રાજસ્થાનના નાગૌર જિલ્લાના મેડતા સિટીમાં આયોજિત એક વિશાળ ખેડૂત સંમેલન દરમિયાન વિવિધ યોજનાઓ હેઠળની નાણાકીય સહાય ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા, રાજસ્થાનના કૃષિ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણા, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી શ્રી અવિનાશ, મહેસૂલ રાજ્ય મંત્રી શ્રી વિજય સિંહ, ખેડૂત આયોગના અધ્યક્ષ શ્રી સી. આર. ચૌધરી, સાંસદ સુશ્રી મહિમા કુમારી અને ધારાસભ્ય શ્રી લક્ષ્મણ રામ જી કલારુ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનને સંબોધતા કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે રાજસ્થાનમાં છેલ્લા બે વર્ષમાં વિકાસનો નવો ઈતિહાસ રચાયો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં 12,600 રસ્તાઓના નિર્માણ માટે આજે ₹2,089 કરોડની રકમ બહાર પાડવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવું ભારત ઉભરી રહ્યું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્ર ગૌરવશાળી, સમૃદ્ધ, સંપન્ન, શક્તિશાળી, વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. શ્રી ચૌહાણે કહ્યું કે રાજસ્થાનમાં કૃષિ ક્ષેત્રમાં ઝડપી વિકાસ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વધુ ઉપજ આપતી, આબોહવા સામે લડત આપી શકે તેવી બીજની નવી જાતો ઝડપથી વિકસાવવામાં આવી છે. સાથોસાથ, ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ રાજ્ય સરકારે ₹6,000 ની સાથે ₹3,000 ની વધારાની રકમ પૂરી પાડી છે. ખેડૂતોને આ કુલ ₹9,000 ની સહાયથી ફાયદો થયો છે, જેણે કૃષિ ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદ કરી છે. શ્રી શિવરાજ સિંહે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજસ્થાનને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ₹29,000 કરોડ મળ્યા છે. તેમણે કહ્યું કે પાક વીમા યોજનાની ખામીઓને દૂર કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો વીમા કંપનીઓ ક્લેમ સેટલમેન્ટમાં વિલંબ કરશે, તો તેમણે ખેડૂતોના બેંક ખાતામાં સીધું 12 ટકા વ્યાજ ચૂકવવું પડશે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ ટેકાના ભાવ (MSP) નો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં MSP બમણી કરવામાં આવી છે. આ વર્ષે કેન્દ્ર સરકારે રાજસ્થાનમાંથી આશરે ₹2,680 કરોડની કિંમતના અંદાજે 3.05 લાખ મેટ્રિક ટન મગની ખરીદીને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે 5.54 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી પણ કરવામાં આવશે અને 2.65 લાખ મેટ્રિક ટન સોયાબીનની ખરીદી હાલ ચાલુ છે. તેમણે ખાતરી આપી હતી કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને વાજબી ભાવ મળે તે સુનિશ્ચિત કરશે અને MSP ખરીદીમાં કોઈ કમી આવવા દેશે નહીં. કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે નવા બનેલા ‘વિકસિત ભારત – જી રામ જી’ કાયદા વિશે પણ વાત કરી અને કહ્યું કે વિરોધ પક્ષો તેની પાયાવિહોણી ટીકા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વાસ્તવિકતા એ છે કે આ કાયદો ભારતના ગામડાઓનો કાયાકલ્પ કરશે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં એક ઉત્તમ યોજના બનાવવામાં આવી છે, જેમાં કામદારોના કલ્યાણ અને ખેડૂતોની સુખાકારી બંનેને સમાન મહત્વ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે નવા કાયદા હેઠળ રોજગારીના દિવસોની સંખ્યા 100 થી વધારીને 125 કરવામાં આવી છે. શ્રી ચૌહાણે કહ્યું કે કામદારોને ડરાવવા અને ભ્રમ ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે અગાઉના UPA શાસન દરમિયાન મનરેગા (MGNREGA) માટે ફાળવવામાં આવેલા ₹40,000 કરોડથી વધુ રકમ વણવપરાયેલી રહી હતી, જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મનરેગા હેઠળનો ખર્ચ વાર્ષિક ₹1.11 લાખ કરોડ સુધી પહોંચ્યો છે. ચાલુ વર્ષ માટે યોજના માટે સૂચિત બજેટ ફાળવણી આશરે ₹1,51,282 કરોડ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નવા કાયદા હેઠળ ગ્રામ પંચાયતોને મોટી ભૂમિકા આપવામાં આવી છે, જેના કારણે તેના નામમાં ‘વિકસિત ભારત’ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતો હવે પોતાના ગામના વિકાસની યોજનાઓ તૈયાર કરશે. આ યોજના હેઠળ ગામડાઓને ગરીબી મુક્ત અને રોજગારલક્ષી તરીકે વિકસાવવામાં આવશે. ગામના લોકો પોતે જ વિકાસનો રોડમેપ નક્કી કરશે. પાંચ વર્ષના ગાળામાં આ યોજના હેઠળ ગામ દીઠ અંદાજે ₹7.5 લાખ ખર્ચવામાં આવશે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ જળ સંરક્ષણના કામોને અગ્રતા આપવામાં આવી છે. જો કામદારોને સમયસર વેતન ન મળે તો વ્યાજ પણ ચૂકવવું પડશે તેવી મહત્વની જોગવાઈ પણ સામેલ કરવામાં આવી છે. રોજગાર સહાયક, પંચાયત સચિવ, ટેકનિકલ સહાયક અને અન્ય સ્ટાફને સમયસર પગારની ચુકવણી સુનિશ્ચિત કરવા માટે વહીવટી ખર્ચ 6 ટકાથી વધારીને 9 ટકા કરવામાં આવ્યો છે. આ હેડ હેઠળ વાર્ષિક ₹13,000 કરોડની રકમ ખર્ચવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લણણી, વાવણી અને કૃષિની વ્યસ્ત સીઝન દરમિયાન મજૂરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પણ આ યોજના તૈયાર કરવામાં આવી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે સંસદના આગામી સત્રમાં બીજ અધિનિયમ અને નકલી ખાતર તેમજ નકલી સેન્દ્રિય ખાતરના ઉપયોગને રોકવા માટેના બિલ સહિત અન્ય બે મહત્વપૂર્ણ બિલો રજૂ કરવાની યોજના છે. તેમણે એમ પણ કહ્યું કે જેઓ ખેડૂતોને છેતરશે તેમને સખત સજા કરવામાં આવશે.