Thursday, January 15 2026 | 02:08:07 PM
Breaking News

પ્રધાનમંત્રીએ જાણીતા અભિનેતા રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા અભિનેતા શ્રી રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે તેમને એક સ્વપ્નદ્રષ્ટા ફિલ્મ નિર્માતા, અભિનેતા અને શાશ્વત શોમેન તરીકે બિરદાવ્યા હતા. શ્રી રાજ કપૂરને માત્ર એક ફિલ્મ નિર્માતા જ નહીં પરંતુ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ જનારા સાંસ્કૃતિક દૂત ગણાવતા શ્રી મોદીએ કહ્યું કે ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોની નવી પેઢીઓ તેમની પાસેથી ઘણું શીખી શકે છે.

X પર એક થ્રેડ પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:

“આજે આપણે દિગ્ગજ રાજ કપૂરની 100મી જન્મજયંતિ ઉજવીએ છીએ! જેઓ એક સ્વપ્નદ્રષ્ટા, ફિલ્મ નિર્માતા, અભિનેતા અને શાશ્વત શોમેન હતા. તેમની પ્રતિભા ઘણી આગળ વધી અને ભારતીય અને વૈશ્વિક સિનેમા પર અમીટ છાપ છોડી છે.”

“શ્રી રાજ કપૂરનો સિનેમા પ્રત્યેનો જુસ્સો નાની ઉંમરે શરૂ થયો હતો અને તેમણે એક અગ્રણી વાર્તાકાર તરીકે ઉભરી આવવા માટે સખત મહેનત કરી હતી. તેમની ફિલ્મોમાં કલાત્મકતા, લાગણી અને સામાજિક મુદ્દાઓનું મિશ્રણ જોવા મળતું. તેઓ સામાન્ય નાગરિકોની આકાંક્ષાઓ અને સંઘર્ષોને પ્રતિબિંબિત કરતા હતા.”

“રાજ કપૂરની ફિલ્મોના આઇકોનિક પાત્રો અને અવિસ્મરણીય સંગીત વિશ્વભરના પ્રેક્ષકો વચ્ચે ગુંજતું રહે છે. લોકો તેમની રચનાઓની પ્રશંસા કરે છે કે કેવી રીતે તેઓ વિભિન્ન વિષયોને સરળતા અને શ્રેષ્ઠતાની સાથે રજૂ કરતા હતા. તેમની ફિલ્મોનું સંગીત પણ અત્યંત લોકપ્રિય છે.”

“શ્રી રાજ કપૂર માત્ર એક ફિલ્મ નિર્માતા ન હતા પરંતુ તેઓ એક સાંસ્કૃતિક રાજદૂત હતા જેઓ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ ગયા હતા. ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોની પેઢીઓ તેમની પાસેથી ઘણું શીખી શકે છે. હું ફરી એકવાર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને સર્જનાત્મક વિશ્વમાં તેમના યોગદાનને યાદ કરું છું.”

About Matribhumi Samachar

Check Also

‘ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ’ના વિજેતાઓ 12મીથી 14મી ડિસેમ્બર, 2025 દરમિયાન JLN સ્ટેડિયમ ખાતે 15મા રાષ્ટ્રીય સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલમાં કરશે પરફોર્મ

માહિતી અને પ્રસારણ મંત્રાલયની મુખ્ય પહેલ, WAVES અને ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ (CIC), ભારતના ઉભરતા સર્જનાત્મક પ્રતિભાને સતત પ્રકાશિત …