Tuesday, May 12 2026 | 08:47:18 PM
Breaking News

ક્રૂડ તેલના વાયદામાં રૂ.326નો ઉછાળોઃ સોનાનો વાયદો રૂ.116 સુધર્યો, ચાંદીનો વાયદો રૂ.2112 નરમ

Connect us on:

કોમોડિટી વાયદાઓમાં રૂ.45378.48 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.227199.05 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 32151.59 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.272577.52 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.45378.48 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.227199.05 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3672.26 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 32151.59 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.153999ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.154243 અને નીચામાં રૂ.153016ના મથાળે અથડાઈ, રૂ.153663ના આગલા બંધ સામે રૂ.116 વધી રૂ.153779ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.26 વધી રૂ.123300ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.15453 થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.153452ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.153655ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.154200 અને નીચામાં રૂ.153025ના સ્તરને સ્પર્શી, રૂ.153656ના આગલા બંધ સામે રૂ.94 વધી રૂ.153750ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.280229ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.282755 અને નીચામાં રૂ.273126ના મથાળે અથડાઈ, રૂ.278311ના આગલા બંધ સામે રૂ.2112 ઘટી રૂ.276199ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.1390 ઘટી રૂ.278293ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.1373 ઘટી રૂ.278325ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 7334.70 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.9.35 વધી રૂ.1378.4ના ભાવે બોલાયો હતો. જસત મે વાયદો રૂ.3.55 વધી રૂ.359.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.1.8 વધી રૂ.377.55ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 40 પૈસા વધી રૂ.203.4ના સ્તરે પહોંચ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 5774.43 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી મે વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4598ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4725 અને નીચામાં રૂ.4591ના મથાળે અથડાઈ, રૂ.70 વધી રૂ.4656ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.9457ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.9765 અને નીચામાં રૂ.9419ના સ્તરને સ્પર્શી, રૂ.9376ના આગલા બંધ સામે રૂ.326 વધી રૂ.9702ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.326 વધી રૂ.9703 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ 50 પૈસા ઘટી રૂ.277.1 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો 60 પૈસા ઘટી રૂ.277ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.993.5ના ભાવે ખૂલી, રૂ.2.1 વધી રૂ.1020ના સ્તરે પહોંચ્યો હતો. એલચી મે વાયદો કિલોદીઠ રૂ.2735ના ભાવે ખૂલી, રૂ.27 વધી રૂ.2760ના સ્તરે પહોંચ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 11742.15 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 20409.43 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 6191.58 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 557.01 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 20.00 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 552.37 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 26.66 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 4019.70 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1728.06 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 10.40 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.36 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 11659 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 66971 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 26800 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 362846 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 53109 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 8091 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 22425 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 75284 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1854 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 19449 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 31124 લોટના સ્તરે રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.39.8 વધી રૂ.121.7 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 25 પૈસા ઘટી રૂ.9.45ના ભાવે બોલાયો હતો.

સોનું મે રૂ.165000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.61 વધી રૂ.362 થયો હતો. આ સામે ચાંદી મે રૂ.350000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.116.5 વધી રૂ.831.5 થયો હતો. તાંબું મે રૂ.1500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 91 પૈસા વધી રૂ.5.08ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.405ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.24 વધી રૂ.2.25ના ભાવે બોલાયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની મે રૂ.9700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.88.9 વધી રૂ.243.15ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની મે રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 10 પૈસા ઘટી રૂ.9.7 થયો હતો. સોનું-મિની મે રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.57 વધી રૂ.857.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની મે રૂ.350000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.135 વધી રૂ.819.5ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.9500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.194.3 ઘટી રૂ.148.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 10 પૈસા ઘટી રૂ.12.15 થયો હતો.

સોનું મે રૂ.140000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.14.5 વધી રૂ.270ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી મે રૂ.260000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.565.5 વધી રૂ.4732.5ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.64 ઘટી રૂ.4.86 થયો હતો. જસત મે રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 5 પૈસા વધી રૂ.1.1ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની મે રૂ.9000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.88.3 ઘટી રૂ.46.8ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની મે રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ કોઈ ફેરફાર વગર રૂ.12.45ના ભાવે બોલાયો હતો. સોનું-મિની મે રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.13.5 વધી રૂ.1534 થયો હતો. ચાંદી-મિની મે રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.369.5 વધી રૂ.2489 થયો હતો.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.124 નરમ, ચાંદીનો વાયદો રૂ.4414 તેજ

ક્રૂડ તેલના વાયદામાં રૂ.360નો ઉછાળોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.31954.63 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.189090.19 કરોડનું ટર્નઓવરઃ …