Wednesday, January 07 2026 | 03:08:39 PM
Breaking News

KVIC એ ‘કુંભાર સશક્તિકરણ કાર્યક્રમ’ હેઠળ કુંભારોને 110 વિદ્યુત ચાલિત ચાકનું વિતરણ કર્યું

Connect us on:

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC), સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર, અધ્યક્ષ શ્રી મનોજ કુમાર એ ગુરુવારે ગુજરાતના આણંદમાં એક વિશેષ કાર્યક્રમ દરમિયાન 110 કુંભારોને વિદ્યુત ચાલિત ચાકનું વિતરણ કર્યું.  આ પહેલનો ઉદ્દેશ્ય ભારતની પરંપરાગત માટીકામ કલાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને પુનઃજીવિત કરવાનો અને દેશના કુંભાર સમુદાયને આત્મનિર્ભર બનાવવાનો છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત કારીગરો અને લાભાર્થીઓને સંબોધતા શ્રી મનોજ કુમારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી.  તેમણે કહ્યું, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ ભારતના પરંપરાગત ઉદ્યોગોને પુનર્જીવિત કરવા અને સશક્ત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.  કુંભારોને આધુનિક સાધનો પૂરા પાડવા એ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

KVICના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ‘કુંભાર સશક્તિકરણ યોજના’ હેઠળ, અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 30,000 થી વધુ વિદ્યુત ચાલિત ચાકનું અને સંબંધિત સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે.  ગુજરાતમાં, અમદાવાદ સ્થિત રાજ્ય કચેરીએ ગયા વર્ષે 370 વિદ્યુત ચાલિત ચાકનું વિતરણ કર્યું હતું અને 900 લાભાર્થીઓને તાલીમ આપી હતી.  આ વર્ષે રાજ્ય કચેરી અમદાવાદને 690 વિદ્યુત ચાલિત ચાકનું વિતરણનો લક્ષ્યાંક સોંપવામાં આવ્યુ છે.  આ યોજના હેઠળ આપવામાં આવેલા આધુનિક ચાક માટીકામની કળાને એક નવો આયામ તો આપ્યો જ છે પરંતુ ઉત્પાદન ક્ષમતામાં પણ ત્રણથી ચાર ગણો વધારો કર્યો છે.  પરિણામે કુંભાર સમાજની આવકમાં પણ ચાર ગણો નોંધપાત્ર વધારો થયો છે.

શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે, “વિદ્યુત ચાલિત ચાકની મદદથી માટીકામ કલાને નવું જીવન મળ્યું છે.  આ માત્ર કુંભારોને આર્થિક રીતે સશક્ત બનાવતું નથી પરંતુ ભારતના સાંસ્કૃતિક વારસાને પણ સમૃદ્ધ બનાવે છે.  આ યોજના પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન અને ‘વોકલ ફોર લોકલ’ના વિઝનને સાકાર કરવામાં મદદરૂપ છે.”

કાર્યક્રમ દરમિયાન શ્રી મનોજ કુમારે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા એક દાયકામાં ‘ખાદી ક્રાંતિ’એ અભૂતપૂર્વ પ્રગતિ કરી છે.  ખાદી અને ગ્રામોદ્યોગનું ટર્નઓવર રૂ. 1.55 લાખ કરોડના આંકને વટાવી ગયું છે, જે માત્ર ખાદીની લોકપ્રિયતા જ નહીં પરંતુ ભારતના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો પુરાવો પણ છે.  ગત નાણાકીય વર્ષમાં ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રમાં 10.17 લાખ નવી રોજગારીની તકો ઊભી થઈ છે.  આ પ્રધાનમંત્રી મોદીની દૂરદર્શી નીતિઓ અને ખાદીને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવાના પ્રયાસોનું પરિણામ છે.

આ કાર્યક્રમમાં KVIC રાજ્ય કચેરી અમદાવાદ સાથે સંકળાયેલ ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ખાદી કામદારો, PMEGP ઉદ્યમિઑ, લાભાર્થી કારીગરો અને આયૉગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યુત ચાલિત ચાક પ્રાપ્ત કર્યા બાદ ઉપસ્થિત કુંભારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને KVIC પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

About Matribhumi Samachar

Check Also

સોનાના વાયદામાં રૂ.1994 અને ચાંદીના વાયદામાં રૂ.7283નો ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.47ની તેજી

કોમોડિટી વાયદાઓમાં રૂ.37662.66 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.100430.71 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.31337.63 કરોડનાં કામકાજઃ …