Wednesday, December 10 2025 | 03:30:49 PM
Breaking News

Matribhumi Samachar

ભારતીય સેનાની ટુકડી ભારત-નેપાળ સંયુક્ત લશ્કરી કવાયત સૂર્ય કિરણ માટે રવાના

ભારતીય સેનાની 334 જવાનોની બનેલી ટુકડી આજે બટાલિયન સ્તરની સંયુક્ત સૈન્ય કવાયત સૂર્ય કિરણની 18મી આવૃત્તિમાં ભાગ લેવા માટે નેપાળ જવા રવાના થઈ હતી. આ કવાયત 31 ડિસેમ્બર 2024 થી 13 જાન્યુઆરી 2025 સુધી નેપાળના સલઝંડી ખાતે હાથ ધરવામાં આવશે. આ એક વાર્ષિક તાલીમ કાર્યક્રમ છે જે બંને દેશોમાં વૈકલ્પિક રીતે …

Read More »

ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ) અમદાવાદ દ્વારા પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે એક્સપોઝર વિઝિટનું આયોજન

ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ) એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જેની સ્થાપના બીઆઈએસ અધિનિયમ, 2016 હેઠળ કરવામાં આવી છે. તે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય માનકો ઘડવા માટે અધિકૃત છે. તે ધોરણોના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે ગુણવત્તા પ્રમાણપત્ર સહિત અનુરૂપતા મૂલ્યાંકન યોજનાઓની રચના અને અમલીકરણ માટે પણ જવાબદાર છે. …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું: “ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ભારત માટે તેમની સેવાની હંમેશા પ્રશંસા કરવામાં આવશે.     भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से …

Read More »

ચેસ ચેમ્પિયન ગુકેશ ડી પ્રધાનમંત્રીને મળ્યા

ચેસ ચેમ્પિયન ગુકેશ ડી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા. શ્રી મોદીએ તેમના દ્રઢનિશ્ચય અને સમર્પણની પ્રશંસા કરી અને કહ્યું કે તેમનો આત્મવિશ્વાસ ખરેખર પ્રેરણાદાયી છે. તેમણે કહ્યું કે આજે તેમની વાતચીત યોગ અને ધ્યાનની પરિવર્તનકારી સંભાવનાની આસપાસ રહી. X પર થ્રેડ પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું: “ચેસ ચેમ્પિયન અને ભારતના ગૌરવ, @DGukesh સાથે …

Read More »

ઘરગથ્થુ વપરાશ ખર્ચનો સર્વેઃ 2023-24

પરિચય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (એમઓએસપીઆઈ) એ કોવિડ -19 રોગચાળા પછી પરિસ્થિતિ સામાન્ય થયા પછી, 2022-23 અને 2023-24 દરમિયાન ઘરના વપરાશ ખર્ચ પર સતત બે સર્વે કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ સર્વે ઓગસ્ટ 2022થી જુલાઈ 2023 ના સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો અને ફેબ્રુઆરી 2024માં ફેક્ટશીટના રૂપમાં સર્વેના સારાંશના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, જૂન 2024 માં સર્વેનો વિગતવાર અહેવાલ અને એકમ સ્તરના …

Read More »

વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર)ની વર્ષાંત સમીક્ષા 2024

વર્ષ દરમિયાન નોંધપાત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ પ્રાપ્તિ સીએસઆઈઆર–સીઆરઆરઆઈની રિજુપેવ ટેકનોલોજી અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં ઊંચાઈ પર સડક નિર્માણ માટે તૈનાત કરવામાં આવી સીએસઆઈઆર-સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએસઆઇઆર-સીઆરઆરઆઈ) દ્વારા નીચા અને શૂન્યથી પણ ઓછા તાપમાનની સ્થિતિમાં વધુ ઊંચાઇવાળા બિટ્યુમિન્સ રોડનું નિર્માણ કરવા માટે વિકસાવવામાં આવેલી સ્વદેશી રોડ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી “રેજ્યુપેવ”નો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) દ્વારા અરુણાચલ …

Read More »

અમદાવાદ જુના વાડજ ખાતે અંબર સેવા સંઘના નવીનીકરણ કરાયેલ ખાદી ભવનનું ઉદ્ઘાટન

ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન (KVIC), સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના અધ્યક્ષ શ્રી મનોજ કુમાર ગુરુવારે અંબર સેવા સંઘ, જુના વાડજ, અમદાવાદના નવીનીકરણ કરાયેલ ખાદી ભવનનું ઉદ્ઘાટન કર્યું. KVIC એ ખાદી ભવન માટે 11.25 લાખ રૂપિયાની સહાય પૂરી પાડી છે જેનું 15 લાખ રૂપિયાની રકમથી નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે KVICના અધ્યક્ષે રાજ્ય કાર્યાલય …

Read More »

KVIC એ ‘કુંભાર સશક્તિકરણ કાર્યક્રમ’ હેઠળ કુંભારોને 110 વિદ્યુત ચાલિત ચાકનું વિતરણ કર્યું

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC), સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર, અધ્યક્ષ શ્રી મનોજ કુમાર એ ગુરુવારે ગુજરાતના આણંદમાં એક વિશેષ કાર્યક્રમ દરમિયાન 110 કુંભારોને વિદ્યુત ચાલિત ચાકનું વિતરણ કર્યું.  આ પહેલનો ઉદ્દેશ્ય ભારતની પરંપરાગત માટીકામ કલાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને પુનઃજીવિત કરવાનો અને દેશના કુંભાર સમુદાયને આત્મનિર્ભર બનાવવાનો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત કારીગરો અને લાભાર્થીઓને સંબોધતા શ્રી મનોજ કુમારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી.  તેમણે કહ્યું, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ ભારતના પરંપરાગત ઉદ્યોગોને પુનર્જીવિત કરવા અને સશક્ત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.  કુંભારોને આધુનિક સાધનો પૂરા પાડવા એ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. KVICના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ‘કુંભાર સશક્તિકરણ યોજના’ હેઠળ, અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 30,000 થી વધુ વિદ્યુત ચાલિત ચાકનું અને સંબંધિત સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે.  ગુજરાતમાં, અમદાવાદ સ્થિત રાજ્ય કચેરીએ ગયા વર્ષે 370 વિદ્યુત ચાલિત ચાકનું વિતરણ કર્યું હતું અને 900 લાભાર્થીઓને તાલીમ આપી હતી.  આ વર્ષે રાજ્ય કચેરી અમદાવાદને 690 વિદ્યુત ચાલિત ચાકનું વિતરણનો લક્ષ્યાંક સોંપવામાં આવ્યુ છે.  આ યોજના હેઠળ આપવામાં આવેલા આધુનિક ચાક માટીકામની કળાને એક નવો આયામ તો આપ્યો જ છે પરંતુ ઉત્પાદન ક્ષમતામાં પણ ત્રણથી ચાર ગણો વધારો કર્યો છે.  પરિણામે કુંભાર સમાજની આવકમાં પણ ચાર ગણો નોંધપાત્ર વધારો થયો છે. શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે, “વિદ્યુત ચાલિત ચાકની મદદથી માટીકામ કલાને નવું જીવન મળ્યું છે.  આ માત્ર કુંભારોને આર્થિક રીતે સશક્ત બનાવતું નથી પરંતુ ભારતના સાંસ્કૃતિક વારસાને પણ સમૃદ્ધ બનાવે છે.  આ યોજના પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન અને ‘વોકલ ફોર લોકલ’ના વિઝનને સાકાર કરવામાં મદદરૂપ છે.” કાર્યક્રમ દરમિયાન શ્રી મનોજ કુમારે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા એક દાયકામાં ‘ખાદી ક્રાંતિ’એ અભૂતપૂર્વ પ્રગતિ કરી છે.  ખાદી અને ગ્રામોદ્યોગનું ટર્નઓવર રૂ. 1.55 લાખ કરોડના આંકને વટાવી ગયું છે, જે માત્ર ખાદીની લોકપ્રિયતા જ નહીં પરંતુ ભારતના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો પુરાવો પણ છે.  ગત નાણાકીય વર્ષમાં ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રમાં 10.17 લાખ નવી રોજગારીની તકો ઊભી થઈ છે.  આ પ્રધાનમંત્રી મોદીની દૂરદર્શી નીતિઓ અને ખાદીને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવાના પ્રયાસોનું પરિણામ છે. આ કાર્યક્રમમાં KVIC રાજ્ય કચેરી અમદાવાદ સાથે સંકળાયેલ ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ખાદી કામદારો, PMEGP ઉદ્યમિઑ, લાભાર્થી કારીગરો અને આયૉગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યુત ચાલિત ચાક પ્રાપ્ત કર્યા બાદ ઉપસ્થિત કુંભારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને KVIC પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Read More »

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને પુષ્પાંજલિ અર્પણ કરી

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને પુષ્પાંજલિ અર્પણ કરી. શ્રી અમિત શાહે ‘X’ પરની તેમની પોસ્ટમાં કહ્યું કે, ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરી. વિખ્યાત અર્થશાસ્ત્રી, મનમોહન સિંહજીને નાણાં અને જાહેર નીતિના તેમના વિશાળ જ્ઞાન માટે હંમેશા યાદ કરવામાં આવશે.     …

Read More »

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયની વર્ષાંત સમીક્ષા 2024: ભાગ -1

વર્ષ 2024માં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે (એમઇઆઇટીવાય) એઆઇ, સાયબર સિક્યોરિટી અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતની ડિજિટલ વૃદ્ધિને આગળ વધારવા માટે મહત્ત્વપૂર્ણ પહેલો હાથ ધરી હતી. આ પ્રયાસોનો ઉદ્દેશ ટેકનોલોજીને વધારે સુલભ બનાવવાનો, નવીનતાને પ્રોત્સાહન આપવાનો અને વૈશ્વિક ટેક મંચ પર ભારતની સ્થિતિને મજબૂત કરવાનો છે. સેમીકોન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ સેમીકન્ડક્ટર ઉત્પાદન ટાટા …

Read More »