Wednesday, December 10 2025 | 05:57:27 PM
Breaking News

Matribhumi Samachar

પ્રધાનમંત્રીએ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નામાંકિત કરાયેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નામાંકિત કરાયેલા ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ દરેક ઉમેદવારના યોગદાન પર પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રીએ શ્રી ઉજ્જવલ નિકમની કાનૂની વ્યવસાય પ્રત્યેના તેમના અનુકરણીય સમર્પણ અને બંધારણીય મૂલ્યો પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા બદલ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું …

Read More »

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે હલકી ગુણવત્તાવાળા ખાતરો અંગે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને નકલી અને હલકી ગુણવત્તાવાળા ખાતરોની સમસ્યાને ગંભીરતાથી લીધી છે અને તેના પર તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ પત્ર દેશભરમાં નકલી ખાતરોના વેચાણ અને સબસિડીવાળા ખાતરોના …

Read More »

મુસાફરોની સુરક્ષા વધારવા માટે રેલવે, કોચમાં સીસીટીવી કેમેરા લગાવશે

પેસેન્જર કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાના પ્રાયોગિક પરિણામના આધારે, રેલવેએ તમામ કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે. આ પગલાથી મુસાફરોની સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થશે. બદમાશો અને સંગઠિત ગેંગ ભોળા મુસાફરોનો લાભ લે છે. કેમેરાથી આવી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. મુસાફરોની ગોપનીયતા જાળવવા માટે, દરવાજા નજીકના સામાન્ય અવરજવર વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. …

Read More »

ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવા માટે ‘સન્ડે ઓન સાયકલ’ દેશમાં એક ક્રમ બની ગયો છે: ડૉ. મનસુખ માંડવિયા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અને સન્ડે ઓન સાયકલ’ અભિયાન હેઠળ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા, ગાંધીનગર ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો હતો. જેને કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયા અને પેરા પાવરલિફ્ટિંગમાં અર્જુન એવોર્ડ વિજેતા શ્રી રાજીન્દર રહેલુ દ્વારા હરી ઝંડી  બતાવીને  પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ રેલીને સંબોધતા  જણાવ્યું હતું કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવા માટે ‘સન્ડે ઓન સાયકલ’ આખા દેશની અંદર એક ક્રમ બની ચૂક્યો છે. એક અભિયાનના રૂપમાં દેશના યુવાઓ આ ચલાવી રહ્યા છે. આજે સમગ્ર દેશમાં 7000થી અધિક સ્થાનો પર ‘સન્ડે ઓન સાયકલ’ રેલી કાઢીને દેશના યુવાનોએ ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો છે. સાયક્લિંગ એ બેસ્ટ એક્સરસાઇઝ છે. સાયક્લિંગ ‘પોલ્યુશનનું સોલ્યુશન’ છે. સાયક્લિંગ ટ્રાફિકનું સમાધાન છે. સાયક્લિંગ એ ફિટ રહેવાનો મંત્ર છે. આ અભિયાન વિશે વધુ જણાવવા તેમણે કહ્યું હતું કે, આપણા ઘરથી કામકાજનું સ્થાન દૂર ન હોય તો સાયકલ લઈને જઈએ. ફિટ રહીએ, સ્વસ્થ રહીએ. પોતાનો અનુભવ શેર કરતા તેમણે ઉમેર્યું હતું કે, “મેં સાયકલિંગને 13 વર્ષથી મારો શોખ અને રુચિ બનાવી છે. હું પાર્લામેન્ટ પણ લગાતાર ત્રણ વર્ષ સુધી સાયકલ પર જ ગયો હતો. અત્યારે પણ અને જ્યારે જ્યારે સમય મળે, ત્યારે હું સાયકલિંગ કરી લઉં છું.” આ રેલી મહાત્મા મંદિરથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રેલીના પ્રારંભ પૂર્વે યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ગાંધીનગર ખાતે કોચિંગ કેમ્પમાં ભાગ લેવા આવેલી ભારતીય યુથ વુમન હેન્ડબોલ ટીમ સાથે મંત્રી શ્રી માંડવિયાએ વાર્તાલાપ પણ કર્યો હતો. આ રેલીમાં LIC, BSNL, Indian Oil, Bharat Petroleum, …

Read More »

આજે, દેશમાં જે સ્ટાર્ટઅપ્સ, નવીનતા અને સંશોધન વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે તે દેશના યુવાનોની ક્ષમતાઓમાં વધારો કરી રહ્યું છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાને સંબોધિત કર્યો અને વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000 થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. સભાને સંબોધતા તેમણે ભાર મૂક્યો હતો કે, આજે ભારત સરકારના વિવિધ વિભાગોમાં આ યુવાનો માટે નવી જવાબદારીઓની શરૂઆતનો દિવસ છે. તેમણે વિવિધ વિભાગોમાં જોડાતા યુવાનોને અભિનંદન આપ્યા હતા અને ભાર …

Read More »

વિશ્વના સૌથી મોટા ‘વન્યજીવન પુનર્વસન કેન્દ્ર – વનતારા’ સાથે સહયોગ કરવા આગળ વધી રહ્યું છે: શ્રી પ્રતાપ રાવ જાધવ

આજે કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી પ્રતાપ રાવ જાધવની હાજરીમાં ITRA, જામનગરનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે બોલતા શ્રી જાધવે જણાવ્યું હતું કે જામનગર માત્ર સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને વ્યાપારી રીતે સમૃદ્ધ નથી પરંતુ આયુર્વેદ અને વિજ્ઞાનમાં શિક્ષણ, સંશોધન અને નવીનતાનું હૃદય પણ છે. અહીં આયુર્વેદનું પ્રથમ સંશોધન કેન્દ્ર, પ્રથમ યુનિવર્સિટી, યોગ, નિસર્ગોપચાર અને ફાર્મસી સંસ્થાઓ અને …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની હાજરીમાં રાજકોટ ખાતે 16મો રોજગાર મેળો યોજાયો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દૂરંદેશી નેતૃત્વ અને “રોજગારીનું સર્જન અને યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવાના” તેમના સંકલ્પને સાકાર કરતા, આજે દેશમાં 47 સ્થળોએ 16મો રાષ્ટ્રીય રોજગાર મેળો ભવ્ય રીતે યોજવામાં આવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર-બોટાદ લોકસભાના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણીયા રાજકોટ ખાતે આયોજિત રોજગાર મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રીમતી નિમુબેન બાંભણીયાજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નવીન વિચારો અને યોજનાઓને દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્યનો આધાર ગણાવતા કહ્યું કે, “રોજગાર મેળા ફક્ત રોજગાર પૂરો પાડવાનું સાધન નથી, પરંતુ આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નવા ભારતની કલ્પનાનું પ્લેટફોર્મ છે, જ્યાં યુવાનો આત્મવિશ્વાસ, દેશભક્તિ અને આત્મનિર્ભરતા સાથે પોતાના જીવનની નવી શરૂઆત કરે છે. આ કાર્યક્રમ ‘વિકસિત ભારત 2047’ તરફ એક નિર્ણાયક પગલું છે.” 85થી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપતા, શ્રીમતી નીમુબેન બાંભણિયાજીએ કહ્યું કે સરકારી સેવાઓ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં લાયક અને પ્રતિભાશાળી યુવાનોને ભાગીદાર બનાવવાનો સરકારનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે રેલવે, પોસ્ટ અને બેંક જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં નિયુક્ત યુવાનો હવે દેશની સેવા કરવાની જવાબદારી સંભાળશે. આ કાર્યક્રમમાં આવેલા સેંકડો યુવાનોનો ઉત્સાહ, આત્મવિશ્વાસ અને દેશભક્તિ દર્શાવે છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો મંત્ર “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ” આજે દરેક યુવાનોના મનમાં એક સંકલ્પ બની ગયો છે. યુવાનોની આંખોમાં સપના અને તેમના હૃદયમાં રાષ્ટ્ર સેવાનો જુસ્સો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. નવ નિયુક્ત ઉમેદવારોને તેમની નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવતા શ્રીમતી નીમુબેન બાંભણીયાજીએ કહ્યું, “હું ફક્ત આ યુવા સાથીદારોને જ નહીં પરંતુ તેમના માતાપિતાને પણ અભિનંદન આપું છું, જેમના સમર્થન અને મૂલ્યોએ તેમને આજે આ પદ પર પહોંચાડ્યા છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ યુવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશની સેવાને પોતાની પ્રાથમિકતા બનાવશે અને આગામી વર્ષોમાં વિકસિત ભારતનું નિર્માણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.” આ પ્રસંગે રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, રાજ્યસભાના સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાલા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી માધવભાઈ દવે, ડી.આર.એમ. શ્રી અશ્વિની કુમાર અને એ.ડી.આર.એમ. શ્રી કૌશલકુમાર ચૌબે વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

Read More »

શ્રીલંકાના પોલીસ અધિકારીઓએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહેલ, ભારતની અભ્યાસ મુલાકાત પૂર્ણ કરી

ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) અને તેનાથી ઉપરના હોદ્દા ધરાવતા ૨૦ ઉચ્ચ કક્ષાના શ્રીલંકન પોલીસ અધિકારીઓના પ્રતિનિધિમંડળે ૧૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજ ભારતમાં પાંચ દિવસનો અભ્યાસ પ્રવાસ પૂર્ણ કર્યો. ૭ જુલાઈથી ૧૧ જુલાઈ સુધી યોજાયેલી આ મુલાકાત ગુજરાતના ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમના ભાગ રૂપે આયોજિત કરવામાં આવી હતી અને તેને સંપૂર્ણ રીતે …

Read More »

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે રોજગાર મેળાનું આયોજન

દેશભરમાં આજે ભારતીય રેલવે દ્વારા 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં 51,000 કરતા વધુ નવ નિયુક્ત યુવાઓને  રેલવે, ગૃહ, ઉચ્ચ શિક્ષણ, પોસ્ટ, વીજળી, શ્રમ સહિત લગભગ 14 મંત્રાલયોમાં નવા પસંદ કરાયેલા કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં વડોદરા ખાતે  કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી  સી. આર. પાટિલની ઉપસ્થિતિમાં યુવાઓને નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા. પ્રધામંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ …

Read More »

સંયુક્ત રાષ્ટ્રની ૮૦મી વર્ષગાંઠ નિમિત્તે ડાક ટિકિટ ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

સંયુક્ત રાષ્ટ્ર (UN) ઓક્ટોબર ૨૦૨૫ માં તેની ૮૦મી વર્ષગાંઠની ઉજવણી કરશે. UN@80 ના સ્મારક કાર્યક્રમો હેઠળ, વિદેશ મંત્રાલયના સહયોગથી, ભારતીય ટપાલ વિભાગ ડાક ટિકિટ ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અને આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ “UN@80 અને બહુપક્ષીયતા, વૈશ્વિક …

Read More »