કિમ્બર્લી પ્રોસેસ (KP) પ્લેનરીએ 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું અધ્યક્ષપદ સંભાળવા માટે ભારતની પસંદગી કરી છે. કિમ્બર્લી પ્રોસેસ એ સરકારો, આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ અને નાગરિક સમાજને સાંકળતી એક ત્રિપક્ષીય પહેલ છે, જેનો ઉદ્દેશ્ય “કોન્ફ્લિક્ટ ડાયમંડ્સ”ના વેપારને રોકવાનો છે—જે રફ હીરાનો ઉપયોગ બળવાખોર જૂથો અથવા તેમના સાથીઓ દ્વારા કાયદેસરની સરકારોને નબળી પાડતા સંઘર્ષો માટે નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવે છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. ભારત નવા વર્ષમાં અધ્યક્ષપદ સંભાળતા પહેલા, 25 ડિસેમ્બર 2025 થી KPના ઉપાધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે. આ ત્રીજી વખત હશે જ્યારે ભારતને કિમ્બર્લી પ્રોસેસનું અધ્યક્ષપદ સોંપવામાં આવ્યું છે. આ નિર્ણયને આવકારતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ભારતની પસંદગી આંતરરાષ્ટ્રીય વેપારમાં અખંડિતતા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકારની પ્રતિબદ્ધતામાં વૈશ્વિક વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ મુજબ સ્થાપિત કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ (KPCS), 1 જાન્યુઆરી 2003 થી અમલમાં આવી હતી અને ત્યારથી તે સંઘર્ષમય …
Read More »ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી (FTA) નો વાટાઘાટો પૂર્ણ થયાની જાહેરાત
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ભારત અને ન્યુઝીલેન્ડે એક વ્યાપક, સંતુલિત અને ભવિષ્યલક્ષી મુક્ત વ્યાપાર સમજૂતી (FTA) પૂર્ણ કરી છે, જે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતના જોડાણમાં એક મુખ્ય આર્થિક અને વ્યૂહાત્મક સીમાચિહ્નરૂપ છે. આ સમજૂતી વિકસિત ભારત 2047 ના રાષ્ટ્રીય વિઝન સાથે સુસંગત ભારતની સૌથી ઝડપી પૂર્ણ થયેલી FTA પૈકીની એક તરીકે અલગ પડે છે. …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ હાઈલાઈટ કર્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં, પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે વિશ્વભરના નિષ્ણાતો ગંભીર અને અર્થપૂર્ણ ચર્ચાઓમાં વ્યસ્ત રહ્યા છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે ભારત આ હેતુ માટે એક મજબૂત પ્લેટફોર્મ તરીકે સેવા આપી રહ્યું છે અને પ્રક્રિયામાં WHO ની સક્રિય ભૂમિકાની નોંધ લીધી હતી. તેમણે સમિટના સફળ આયોજન માટે WHO, આયુષ મંત્રાલય, ભારત સરકાર અને ઉપસ્થિત તમામ સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરવામાં આવી છે તે ભારતનું સૌભાગ્ય અને ગર્વની બાબત છે”. તેમણે યાદ કર્યું કે 2022 માં, પ્રથમ પરંપરાગત ચિકિત્સા સમિટ દરમિયાન, વિશ્વએ ખૂબ જ વિશ્વાસ સાથે ભારતને આ જવાબદારી સોંપી હતી. શ્રી મોદીએ હાઈલાઈટ કર્યું હતું કે તે …
Read More »ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઓમાન મુલાકાત દરમિયાન ભારત – ઓમાન સંયુક્ત નિવેદન
ઓમાનના સુલતાન મહામહિમ સુલતાન હૈથમ બિન તારિકના નિમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17-18 ડિસેમ્બર 2025 દરમિયાન ઓમાનની સત્તાવાર મુલાકાત લીધી હતી. એરપોર્ટ પર સંરક્ષણ બાબતોના નાયબ પ્રધાનમંત્રી મહામહિમ સૈયદ શિહાબ બિન તારિક દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સન્માન આપવામાં આવ્યું હતું. 18 ડિસેમ્બર 2025 ના રોજ અલ બરકા પેલેસ ખાતે મહામહિમ સુલતાન હૈથમ બિન …
Read More »પ્રધાનમંત્રીએ મહામહિમ ઓમાનના સુલતાન સાથે મુલાકાત કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મસ્કતમાં મહામહિમ સુલતાન હૈથમ બિન તારિક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. રોયલ પેલેસમાં આગમન પર, મહામહિમ દ્વારા પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સન્માન આપવામાં આવ્યું હતું. બંને નેતાઓ વન-ઓન-વન અને પ્રતિનિધિમંડળ-સ્તરના ફોર્મેટમાં મળ્યા હતા. તેઓએ બહુપક્ષીય ભારત-ઓમાન વ્યૂહાત્મક ભાગીદારીની વ્યાપક સમીક્ષા કરી અને દ્વિપક્ષીય …
Read More »ભારત અને ઓમાન વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (CEPA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા
ભારત અને ઓમાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આજે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કરીને મજબૂત આર્થિક ભાગીદારી બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ અને ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રોત્સાહન મંત્રી મહામહિમ કૈસ બિન મોહમ્મદ અલ યુસેફ દ્વારા સમજૂતી …
Read More »ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
તમારા મહામહિમ, ઇથોપિયાના પ્રધાનમંત્રી, સંસદના બંને ગૃહોના માનનીય અધ્યક્ષો, માનનીય સભ્યો, મહામહિમશ્રીઓ, અને મારા પ્રિય ઇથોપિયાના ભાઈઓ અને બહેનો, આજે તમારી સમક્ષ ઉભા રહેવું એ મારા માટે ભારે સૌભાગ્યની ક્ષણ છે. સિંહોની ભૂમિ, ઇથોપિયામાં આવીને ઘણું અદભૂત લાગે છે. હું અહીં ઘણું ઘર જેવું અનુભવું છું. કારણ કે મારું ગૃહ રાજ્ય ગુજરાત, જે ભારતમાં છે, તે પણ સિંહોનું ઘર છે. પ્રાચીન …
Read More »નવી દિલ્હીમાં આજે પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટનો પ્રારંભ
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જે.પી. નડ્ડાએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવની ઉપસ્થિતિમાં પરંપરાગત ચિકિત્સા પરની બીજી WHO ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કર્યું. WHO ના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે પણ એક વિશેષ વીડિયો સંદેશ શેર કર્યો હતો. આ ત્રણ દિવસીય (17 થી 19 ડિસેમ્બર 2025) વૈજ્ઞાનિક સંમેલનના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હાજર રહે તેવી શક્યતા છે. “સંતુલન પુનઃસ્થાપિત કરવું: આરોગ્ય અને સુખાકારીનું વિજ્ઞાન અને પ્રેક્ટિસ” થીમ પર આધારિત આ સમિટનું આયોજન વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને આયુષ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. ડૉ. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે વીડિયો સંદેશમાં ભારતના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે, સ્વાસ્થ્ય માત્ર ટેકનોલોજી અને સારવાર વિશે નથી, પરંતુ સંતુલન અને માનવતાના સહિયારા જ્ઞાન વિશે પણ છે. તેમણે નોંધ્યું કે WHO એ ‘ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સ્ટ્રેટેજી 2025-2034’ અપનાવી છે, જે પુરાવા આધારિત નિર્ણયો અને રાષ્ટ્રીય આરોગ્ય પ્રણાલીમાં પરંપરાગત …
Read More »ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના હાશેમાઈટ કિંગડમ ઑફ જોર્ડનના પ્રવાસ અંગેનું સંયુક્ત નિવેદન
જોર્ડનના હાશેમાઇટ કિંગડમના મહામહિમ કિંગ અબ્દુલ્લા II ઇબ્ન અલ હુસૈનના આમંત્રણથી, પ્રજાસત્તાક ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15-16 ડિસેમ્બર, 2025 ના રોજ જોર્ડનના હાશેમાઇટ કિંગડમની મુલાકાત લીધી. બંને નેતાઓએ એ હકીકતને સ્વીકારી કે પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત એક મહત્વપૂર્ણ સમયે થઈ રહી છે, કારણ કે બંને દેશો દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. …
Read More »જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાત પહેલાં પ્રધાનમંત્રીનું નિવેદન
આજે હું જોર્ડનના હાશમાઈટ કિંગડમ, ઇથોપિયાના ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક અને ઓમાનની સલ્તનતની ત્રણ દેશોની મુલાકાતે રવાના થઈ રહ્યો છું, આ ત્રણેય દેશો સાથે ભારત સદીઓ જૂના સભ્યતા સંબંધો ધરાવે છે તેમજ વ્યાપક સમકાલીન દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે. પ્રથમ હું મહામહિમ રાજા અબ્દુલ્લા II ઇબ્ન અલ હુસૈનના આમંત્રણ પર જોર્ડનની મુલાકાત લઈશ. …
Read More »
Matribhumi Samachar Gujarati