આજે કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી પ્રતાપ રાવ જાધવની હાજરીમાં ITRA, જામનગરનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે બોલતા શ્રી જાધવે જણાવ્યું હતું કે જામનગર માત્ર સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને વ્યાપારી રીતે સમૃદ્ધ નથી પરંતુ આયુર્વેદ અને વિજ્ઞાનમાં શિક્ષણ, સંશોધન અને નવીનતાનું હૃદય પણ છે. અહીં આયુર્વેદનું પ્રથમ સંશોધન કેન્દ્ર, પ્રથમ યુનિવર્સિટી, યોગ, નિસર્ગોપચાર અને ફાર્મસી સંસ્થાઓ અને …
Read More »જન ઔષધિ કેન્દ્રની સેવાઓ પૂરી પાડતી PACS ગામમાં સસ્તા દરે દવાઓની ઉપલબ્ધતા વિશે લોકોને જાગૃત કરે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ અંતર્ગત આયોજિત કાર્યક્રમોના ભાગ રૂપે ગુજરાતના અમદાવાદમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓ અને અન્ય કાર્યકરો સાથે ‘સહકાર સંવાદ’માં ભાગ લીધો હતો. ‘સહકાર સંવાદ’ને સંબોધતા કેન્દ્રીય સહકારી મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં ત્રિભુવનદાસ પટેલના …
Read More »પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ જહાજ – ‘NISTAAR’ની ડિલિવરી
હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડે 8 જુલાઈ 2025ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌકાદળને પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન્ડ અને નિર્મિત ડાઇવિંગ સપોર્ટ વેસલ, ‘નિસ્તાર’ સોંપવામાં આવ્યું. આ યુદ્ધ જહાજ ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગ (IRS)ના વર્ગીકરણના નિયમો અનુસાર ડિઝાઇન કરી બનાવવામાં આવ્યું છે. આ જહાજ ખૂબ જ વિશિષ્ટ છે અને ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ અને બચાવ કામગીરી કરી શકે છે – જે ક્ષમતા વિશ્વભરના …
Read More »IBC 10 જુલાઈના રોજ સારનાથ ખાતે અષાઢ પૂર્ણિમા – ધમ્મચક્કપવત્તન દિવસ ઉજવશે
આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ (IBC), સંસ્કૃતિ મંત્રાલયના નેજા હેઠળ, મહાબોધિ સોસાયટી ઓફ ઈન્ડિયાના સહયોગથી, 10 જુલાઈ 2025, ગુરુવારના રોજ સારનાથના મૂળગંધા કુટી વિહાર ખાતે એક આધ્યાત્મિક કાર્યક્રમ સાથે અષાઢ પૂર્ણિમા – ધમ્મચક્કપવત્તન દિવસ – ની ઉજવણી કરશે. અષાઢ પૂર્ણિમા ધમ્મના ચક્રના પ્રથમ વળાંકને ચિહ્નિત કરે છે, તે દિવસે જ્યારે ભગવાન બુદ્ધે ઋષિપટણના હરણ ઉદ્યાન ખાતે પંચવર્ગીય …
Read More »‘કલા સેતુ’ સ્ટાર્ટઅપ્સને ભારતીય ભાષાઓમાં ટેક્સ્ટમાંથી મલ્ટીમીડિયા કન્ટેન્ટ બનાવવા માટે સ્કેલેબલ AI ટૂલ્સ બનાવવા માટે પડકાર ફેંકે છે
જેમ જેમ ભારત તેની ડિજિટલ ગવર્નન્સ યાત્રાને વેગ આપી રહ્યું છે, તેમ તેમ નાગરિકો સાથે તેમની પોતાની ભાષાઓમાં તાત્કાલિક અને અસરકારક રીતે વાતચીત કરવાની ક્ષમતા પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. અર્થપૂર્ણ જાહેર પહોંચ માટે જરૂરી સ્કેલ, ગતિ અને વિવિધતા સાથે તાલમેલ રાખવા માટે સામગ્રી બનાવવાની પરંપરાગત પદ્ધતિઓ આજે મર્યાદાઓનો સામનો …
Read More »ન્યાયાધીશ સાથે વ્યવહાર કરવા બંધારણીય પદ્ધતિ સાથે આગળ વધવું એ ઉકેલ નથી; પૈસાનો સ્ત્રોત શું છે? તે કોના હતા? – ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખરે આજે કહ્યું હતું કે, “બંધારણીય જોગવાઈના સંદર્ભમાં ન્યાયાધીશ સાથે વ્યવહાર કરવાની બંધારણીય પદ્ધતિ સાથે આગળ વધવું એ એક રસ્તો છે, પરંતુ તે ઉકેલ નથી કારણ કે આપણે લોકશાહી હોવાનો દાવો કરીએ છીએ જે આપણે છીએ. દુનિયા આપણને એક પરિપક્વ લોકશાહી તરીકે જુએ છે જ્યાં કાયદાનું શાસન …
Read More »નિમુબેનના પ્રયાસોથી એસેસમેન્ટ કેમ્પમાં 5 દિવસના અંતે 2.48 કરોડથી વધુની સાધન સહાય માટે લાભાર્થી નક્કી થયા
ભાવનગર- બોટાદના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટેનો એસેસમેન્ટ કેમ્પ ગત તા.30 જૂનથી પ્રારંભ થયો છે. સર તખ્તસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે પ્રથમ ચાર દિવસ ભાવનગર શહેર, ગ્રામ્ય અને પશ્ચિમ વિસ્તારને આવરી લઈ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં બહોળો પ્રતિસાદ અને લાભાર્થીનો ધસારો …
Read More »રાસાયણિક શસ્ત્રો નિષેધ સંગઠન (OCC) દ્વારા નવી દિલ્હીમાં 1 થી 3 જુલાઈ, 2025 દરમિયાન એશિયા બેઠકનું આયોજન
રાસાયણિક શસ્ત્રો સંમેલન (CWC) 1997માં અમલમાં આવ્યું હતું, રાસાયણિક શસ્ત્રો નિષેધ સંગઠન (OPCW) રાસાયણિક શસ્ત્રો સંમેલન માટે અમલીકરણ સંસ્થા છે, તેના 193 સભ્ય દેશો સાથે, તે રાસાયણિક શસ્ત્રોને કાયમી અને ચકાસણીપૂર્વક નાબૂદ કરવાના વૈશ્વિક પ્રયાસોનું નિરીક્ષણ કરે છે. રાસાયણિક શસ્ત્રોને નાબૂદ કરવાના તેના વ્યાપક પ્રયાસો માટે OPCWને 2013 નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ભારત આ સંમેલનનો …
Read More »ડ્રગ સિન્ડિકેટ્સે ટેલિગ્રામ, ક્રિપ્ટોકરન્સી પેમેન્ટ અને અનામી ડ્રોપ-શિપર્સનો ઉપયોગ કર્યો હતો
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વૈશ્વિક ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ કરવા બદલ NCB અને અન્ય એજન્સીઓને અભિનંદન આપ્યા છે. શ્રી અમિત શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દરેક ડ્રગ ગેંગ, ભલે તે કોઈપણ સ્થળેથી કાર્યરત હોય, તેને ખતમ કરવા અને દેશના યુવાનોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે. X પ્લેટફોર્મ …
Read More »ગુરુવારે સર ટી. હોસ્પિટલ ખાતે યોજાશે એસેસમેન્ટ કેમ્પ, ત્યારબાદ જુદા-જુદા તાલુકા મથકો ખાતે આયોજન : મંત્રી નિમુબેન બાંભણિયાનું સતત માર્ગદર્શન
ભાવનગર-બોટાદના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી (અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ) શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટેનો એસેસમેન્ટ કેમ્પ તા. 30 જૂનથી ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે શરૂ થયો છે. ભાવનગર શહેર, ગ્રામ્ય અને પશ્ચિમ વિસ્તારને આવરી લેતો આ કેમ્પ 3 જુલાઈ સુધી ચાલશે. આજે ત્રીજો દિવસ પૂર્ણ થયો છે અને આવતીકાલ ગુરુવારે અંતિમ દિવસ રહેશે. પ્રથમ બે દિવસ દરમિયાન 2,655 સાધનોની સહાય માટે લાભાર્થીઓનું નિદાન કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 43 લાખથી વધુ છે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ વરિષ્ઠ નાગરિકોને આ ખાસ અવસરનો લાભ લેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, વયોશ્રી યોજના વરિષ્ઠ નાગરિકોના જીવનમાં સુખદ અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે છે. ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો), ઉજ્જૈન સહાયક ઉત્પાદન કેન્દ્રના સહયોગથી આ કેમ્પ 15 જુલાઈ-2025 સુધી ભાવનગર શહેર તથા તાલુકાઓમાં અલગ-અલગ સ્થળોએ યોજાનાર છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે યોજાતા આ એસેસમેન્ટ કેમ્પમાં ચાલવાની લાકડી, કાખઘોડી, વોકર, કાનનું મશીન, કૃત્રિમ દાંત, વ્હીલચેર, જેલ ફોમ ગાદી, ઘૂંટણના પટ્ટા, પગ સંભાળ કીટ, એલએસ બેલ્ટ, સર્વાઇકલ કોલર, સીટ સાથે ચાલવાની લાકડી, કોમોડ (ફોલ્ડિંગ ખુરશી) સહિત 15 પ્રકારના ઉપકરણોનું નિદાન અને સહાયનું આયોજન છે. લાભાર્થીઓની (1) આધાર કાર્ડ અને (2) રૂ. 15,000 કે તેથી ઓછી આવકના દાખલાના આધારે મફત નોંધણી કરવામાં આવે છે. શુક્રવારથી જુદા-જુદા તાલુકા મથકો ખાતે કેમ્પનું વિસ્તૃત આયોજન આ કેમ્પ 4 જુલાઈએ ઘોઘા, 5 જુલાઈએ શિહોર, 7 જુલાઈએ વલ્લભીપુર, 8 જુલાઈએ ઉમરાળા, 9 જુલાઈએ તળાજા, 10 જુલાઈએ મહુવા, 11 જુલાઈએ જેસર, 14 જુલાઈએ ગારીયાધાર અને 15 જુલાઈએ પાલીતાણા તાલુકાના આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાશે. તાલુકા મથકો પર કેમ્પનું આયોજન કરવાથી છેવાડાના નાગરિકો સુધી લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યોજનાના અનેક લાભો પણ સ્થળ પર ઉપલબ્ધ એસેસમેન્ટ કેમ્પ સાથે વૃદ્ધ પેન્શન યોજના, પ્રધાનમંત્રી વય વંદના યોજના, આયુષ્માન કાર્ડ, તેમજ આવકના દાખલા કાઢવાની સુવિધા પણ સ્થળ પર જ ઉપલબ્ધ છે. સાથે લાભાર્થીઓને આવવા – જવા માટે બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ આયોજનને કારણે નાગરિકો તરફથી કેન્દ્ર સરકાર અને મંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી રહી છે. ભાવનગરના કલેક્ટર શ્રી મનીષ કુમાર બંસલ તેમજ અન્ય અધિકારીઓએ પણ કેમ્પની મુલાકાત લીધી હતી. કલેક્ટરે કેમ્પના વ્યવસ્થાપન અને સુગમ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો તથા તમામ ટીમને શુભેચ્છાઓ આપી હતી. સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને લીલા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન કોમલકાંત શર્માએ પણ કેમ્પની મુલાકાત લઈ પોતાની પ્રશંસા વ્યક્ત કરી હતી.
Read More »
Matribhumi Samachar Gujarati