પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં અનેક મહત્ત્વની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ સભાને સંબોધતા, શ્રી મોદીએ તેમને નવા વર્ષની શુભેચ્છાઓ આપી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2025 એ ભારતના વિકાસ માટે અપાર તકોનું વર્ષ હશે, જે રાષ્ટ્રને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય તરફ આગળ ધપાવશે. “આજે, ભારત …
Read More »પીએમ 4 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે, નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. ગ્રામીણ ભારતની ઉદ્યોગસાહસિકતા અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતા, મહોત્સવ 4 થી 9મી જાન્યુઆરી દરમિયાન યોજાશે જેની થીમ ‘વિકસિત ભારત 2047 માટે સ્થિતિસ્થાપક ગ્રામીણ ભારતનું નિર્માણ’ અને મુદ્રાલેખ ““गांव बढ़े, तो देश बढ़े” છે. આ મહોત્સવનો હેતુ વિવિધ ચર્ચાઓ, વર્કશોપ …
Read More »પ્રધાનમંત્રીએ સ્વાભિમાન એપાર્ટમેન્ટના લાભાર્થીઓ સાથે વાતચીત કરી
‘તમામ માટે મકાન’ની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીનાં અશોક વિહારમાં સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સ ખાતે ઇન-સિટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત ઝુગ્ગી ઝોપરી (જેજે) ક્લસ્ટરમાં રહેતાં લોકો માટે નવનિર્મિત ફ્લેટ્સની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સ્વાભિમાન એપાર્ટમેન્ટના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં પ્રવેશ મેળવતા લાભાર્થીઓ સાથેની હૃદયસ્પર્શી વાતચીતમાં …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ બેંગાલુરુમાં NIMHANSની સુવર્ણ જયંતી સમારંભની શોભા વધારી
ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે (3 જાન્યુઆરી, 2025) બેંગલુરુમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સિસ (NIMHANS)ની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે, અસાધારાણ દર્દીની સંભાળ સાથે નવીન સંશોધન અને કઠોર શૈક્ષણિક કાર્યક્રમે NIMHANSને માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરોસાયન્સના ક્ષેત્રમાં નિર્વિવાદ લીડર બનાવી દીધા છે. સમુદાય-આધારિત માનસિક આરોગ્ય સંભાળના બેલ્લારી મોડેલે ઇતિહાસ રચ્યો છે. હવે, ટેલિ માનસ પ્લેટફોર્મ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એ નોંધતા આનંદ થાય છે કે દેશભરમાં 53 ટેલિ માનસ સેલે છેલ્લા બે વર્ષ દરમિયાન તેમની પસંદ કરેલી ભાષામાં લગભગ 17 લાખ લોકોને સેવા આપી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભૂતકાળમાં, માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ અને ચિંતાઓ પર કેટલાક સમાજોમાં પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું. જોકે, તાજેતરના સમયમાં માનસિક સ્વાસ્થ્ય વિશેની જાગૃતિ વધી રહી છે. માનસિક બીમારીઓ સાથે સંકળાયેલી અવૈજ્ઞાનિક માન્યતાઓ અને કલંક ભૂતકાળની વાત છે, જેના કારણે વિવિધ બિમારીઓથી પીડાતા લોકો માટે મદદ લેવાનું સરળ બને છે. ખાસ કરીને આ તબક્કે આ એક આવકારદાયક વિકાસ રહ્યો છે, કારણ કે વિશ્વભરમાં વિવિધ માનસિક આરોગ્યના મુદ્દાઓ રોગચાળાનું પ્રમાણ લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે વધતી જાગૃતિથી દર્દીઓ માટે તેમની સમસ્યાઓ શેર કરવાનું શક્ય બન્યું છે. તેમને એ જાણીને આનંદ થયો હતો કે નિમ્હાંસે ગમે ત્યારે ગમે ત્યાં કાઉન્સેલિંગની સુવિધા આપવા માટે ટેલિ માનસ અને બાળક અને કિશોરોની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું સમાધાન કરવા માટે સંવાદ પ્લેટફોર્મ જેવી ઘણી પહેલ કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા પ્રાચીન ઋષિમુનિઓ અને સંતો પાસેથી મળેલા જ્ઞાન અને જીવનના પાઠ આપણને બધાને એક આધ્યાત્મિક માળખું વિકસાવવામાં મદદ કરી શકે છે, જેની અંદર આપણે જીવનના ઉતાર-ચડાવને સમજી શકીએ છીએ જે મનના સંતુલનને પ્રભાવિત કરે છે. આપણા શાસ્ત્રો આપણને જણાવે છે કે વિશ્વમાં આપણે જે કંઈ પણ અનુભવીએ છીએ તેના મૂળમાં મન છે. તેમણે માનસિક અને શારીરિક એમ બંને પ્રકારની તકલીફ દૂર કરવા માટે યોગ જેવી પરંપરાગત પદ્ધતિઓને આધુનિક આરોગ્ય સંભાળની પદ્ધતિઓ સાથે સફળતાપૂર્વક સામેલ કરવા બદલ NIMHANSની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વસ્થ મન એ સ્વસ્થ સમાજનો પાયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જ્ઞાન અને બુદ્ધિની સાથે કરુણા અને દયા ડૉક્ટર્સ અને અન્ય માનસિક હેલ્થકેર નિષ્ણાતોને તમામ પરિસ્થિતિઓમાં દરેક સમયે સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત સારસંભાળ પ્રદાન કરવામાં માર્ગદર્શન કરશે.
Read More »યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2024ની જાહેરાત કરી
યુવા બાબતો અને રમત મંત્રાલયે આજે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2024ની જાહેરાત કરી છે. આ પુરસ્કાર વિજેતાઓને 17 જાન્યુઆરી, 2025 (શુક્રવાર)ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક વિશેષ સમારંભમાં 1100 કલાકે ભારતના રાષ્ટ્રપતિ તરફથી તેમના પુરસ્કારો પ્રાપ્ત થશે. સમિતિની ભલામણોને આધારે અને યોગ્ય ચકાસણી કર્યા પછી સરકારે નીચેનાં રમતવીરો, કોચ, યુનિવર્સિટી અને સંસ્થાને પુરસ્કારો એનાયત કરવાનો નિર્ણય લીધો છેઃ મેજર …
Read More »સ્ટીલ ઉત્પાદનમાં ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર
ભારતમાં સ્ટીલના ઉત્પાદનમાં ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર સમયાંતરે અનેક પગલાં લઈ રહી છે. દેશમાં ઉપયોગમાં લેવાતા સ્ટીલ માટે ધોરણો ઘડવા અને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO)માં તેનો સમાવેશ કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. માનકીકરણમાં સ્ટીલ ઉત્પાદન માટે સમાન વિશિષ્ટતાઓ, પરીક્ષણ પદ્ધતિઓ અને ઉત્પાદન પ્રક્રિયાઓની સ્થાપનાનો સમાવેશ થાય છે. આ વિવિધ ઉત્પાદકોમાં …
Read More »ભારતના અર્થતંત્રનું સશક્તીકરણ : ASUSE 2023-24માંથી મુખ્ય આંતરદૃષ્ટિ
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (એમઓએસપીઆઈ) એ ઓક્ટોબર 2023થી સપ્ટેમ્બર 2024ના સંદર્ભ સમયગાળાને આવરી લેતા, 2023-24ના વાર્ષિક સર્વેક્ષણના પરિણામો જાહેર કર્યા છે. આ વિસ્તૃત સર્વેક્ષણ અનિયંત્રિત બિન-કૃષિ ક્ષેત્રની આર્થિક અને કાર્યકારી ગતિશીલતા પર પ્રકાશ પાડે છે, જેમાં રોજગાર, કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી) અને ભારતના એકંદર સામાજિક-આર્થિક પરિદ્રશ્યમાં તેના મહત્વપૂર્ણ યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. નોંધપાત્ર ક્ષેત્રીય વૃદ્ધિ અનિયંત્રિત ક્ષેત્રમાં મજબૂત …
Read More »સીબીઆઈએ તેના જ અધિકારી સામે કેસ નોંધ્યો; 55 લાખની રોકડની વસૂલાત માટે 20 સ્થળોએ તપાસ
ભ્રષ્ટાચાર અને અન્ય અપરાધ બાબતે પોતાની શૂન્ય સહિષ્ણુતાની નીતિના ભાગરૂપે સીબીઆઈએ તેના પોતાના ડીવાયએસપી અને અન્ય લોકો વિરુદ્ધ તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના દાયરામાં રહેલા વિવિધ વ્યક્તિઓ પાસેથી અયોગ્ય લાભ મેળવવાના આરોપો પર કેસ નોંધ્યો છે. એફઆઈઆરમાં આરોપ છે કે આરોપી જાહેર સેવક અનેક એકાઉન્ટ્સ અને હવાલા ચેનલ દ્વારા …
Read More »સનાતન ધર્મના હૃદય સુધીની યાત્રા: મહાકુંભ 2025 – આસ્થા અને વારસાની દિવ્ય યાત્રા
” મહાકુંભની દિવ્ય છત્રછાયામાં એકઠાં થવા પર આસ્થા અને ભક્તિનું અમૃત આપણા આત્માને શુદ્ધ કરે છે.” આધ્યાત્મિક ઉત્સાહની વચ્ચે, મહાકુંભ નગરની સેન્ટ્રલ હોસ્પિટલ આશા અને જીવનશક્તિના નવા અધ્યાયની શરૂઆત કરે છે. મહાકુંભ ઉત્સવની શરૂઆતના થોડા સમય પહેલા જ ‘ગંગા’ નામની એક બાળકી જન્મ પવિત્ર નદીઓની પવિત્રતા અને સારનું પ્રતીક છે. …
Read More »પ્રધાનમંત્રી 3 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
‘તમામ માટે આવાસ’ની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 12:10 વાગ્યે દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત ઝુગ્ગી ઝોપરી (જેજે) ક્લસ્ટર્સના રહેવાસીઓ માટે નવનિર્મિત ફ્લેટ્સની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે લગભગ 12:45 વાગ્યે તેઓ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી જેજે ક્લસ્ટરમાં રહેતા લોકો માટે 1,675 નવા નિર્મિત ફ્લેટ્સનું …
Read More »
Matribhumi Samachar Gujarati