Friday, December 12 2025 | 09:17:44 AM
Breaking News

ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીજીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં ‘સુશાસન પદયાત્રા’ કરશે

ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયા 24 ડિસેમ્બર, 2024ના રોજ ગુજરાતના વડનગરમાં ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી માટે સુશાસન પદયાત્રા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગર ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને આ ઉજવણીમાં એક …

Read More »

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર 100 કિ.મી.ના વાયડક્ટ પર 200,000 ધ્વનિ નિયંત્રણ સ્થાપિત કરવામાં આવ્યા

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે 103 કિ.મી. ના વાયડક્ટની બંને બાજુએ 206,000 ધ્વનિ નિયંત્રકોની સ્થાપના સાથે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. દર 1 કિ.મી.ના પટ્ટા માટે, વાયડક્ટની દરેક બાજુએ વ્યૂહાત્મક રીતે 2,000 ધ્વનિ નિયંત્રકો મૂકવામાં આવ્યા છે. કામગીરી દરમિયાન ટ્રેન અને સિવિલ માળખા દ્વારા ઉત્પન્ન થતા અવાજને ઘટાડવા માટે ધ્વનિ નિયંત્રકોની રચના કરવામાં આવી છે. આ નિયંત્રકો ટ્રેન દ્વારા ઉત્પાદિત એરોડાયનેમિક અવાજ તેમજ ટ્રેક પર દોડતા પૈડાઓ દ્વારા ઉત્પન્ન થતા અવાજને પ્રતિબિંબિત કરે છે અને તેનું વિતરણ કરે છે. દરેક અવરોધની ઊંચાઈ 2 મીટર અને પહોળાઈ 1 મીટર હોય છે, જેનું વજન આશરે 830-840 કિગ્રા હોય છે. રહેણાંક અને શહેરી વિસ્તારોમાં 3 મીટર ઊંચા ધ્વનિ નિયંત્રકો લગાવવામાં આવ્યા છે. આમાં 2 મીટર કોંક્રિટ અવરોધની ઉપર 1-મીટરની વધારાની અર્ધપારદર્શક પોલિકાર્બોનેટ પેનલનો સમાવેશ થાય છે, જેથી મુસાફરો અવરોધ વિના દૃશ્યોનો આનંદ માણી શકે. આ અવરોધોના ઉત્પાદનને ટેકો આપવા માટે, છ સમર્પિત ફેક્ટરીઓની સ્થાપના કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં ત્રણ ફેક્ટરીઓ અને સુરત, વડોદરા અને આણંદમાં એક-એક ફેક્ટરી આવેલી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે પણ મહત્ત્વના બાંધકામના કામોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. 243 કિલોમીટરથી વધુ વાયડક્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે, જેમાં 352 કિલોમીટરનું થાંભલાઓનું કાર્ય અને 362 કિલોમીટરનું થાંભલાના ફાઉન્ડેશનનું કામ પણ સામેલ છે. 13 નદીઓ પર પુલોનું નિર્માણ કરવામાં આવ્યું છે, અને પાંચ સ્ટીલ પુલો અને બે પીએસસી પુલો દ્વારા અનેક રેલ્વે લાઇનો અને રાજમાર્ગોને પાર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ટ્રેકનું બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં આણંદ, વડોદરા, સુરત અને નવસારી જિલ્લામાં આરસી (રિઇન્ફોર્સ્ડ કોંક્રિટ) ટ્રેક બેડનું નિર્માણ ચાલી રહ્યું છે. આરસી ટ્રેક બેડનું 71 ટ્રેક કિ.મી.નું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને વાયડક્ટ પર રેલનું વેલ્ડિંગ શરૂ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં, મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશન માટે પ્રથમ કોંક્રિટ બેઝ-સ્લેબ સફળતાપૂર્વક 32 મીટરની ઊંડાઈએ કાસ્ટ કરવામાં આવ્યો છે, જે 10 માળની ઇમારતની સમકક્ષ છે. બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) અને શિલફાટા વચ્ચે 21 કિ.મી. ના બોગદાંનું કામ ચાલી રહ્યું છે, જેમાં મુખ્ય બોગદાંના નિર્માણને સરળ બનાવવા માટે 394 મીટરનું મધ્યમવર્તી બોગદાંનું (એડીઆઇટી) કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. પાલઘર જિલ્લામાં ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (એનએટીએમ)નો ઉપયોગ કરીને સાત પર્વતીય બોગદાંનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ગુજરાતમાં એકમાત્ર પર્વતીય બોગદાંનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે. કોરિડોરની બાજુમાં આવેલા 12 સ્ટેશનો, થિમેટિક તત્વો અને ઊર્જા-કાર્યક્ષમ સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેનું ઝડપી નિર્માણ ચાલી રહ્યું છે. આ વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ અને ઊર્જા-હકારાત્મક સ્ટેશનો સ્થિરતાને પ્રાધાન્ય આપવાની સાથે મુસાફરોને વિશ્વ-કક્ષાનો અનુભવ પૂરો પાડવા માટે બનાવવામાં આવ્યા છે. “મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર્યાવરણને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક તકનિકને જોડીને હાઈ-સ્પીડ રેલ બાંધકામમાં નવા માપદંડો સ્થાપિત કરવાનું ચાલુ રાખે છે. આ પ્રોજેક્ટ માત્ર જોડાણમાં જ પરિવર્તન લાવી રહ્યો નથી, પરંતુ નોંધપાત્ર સામાજિક અને આર્થિક લાભોનું સર્જન પણ કરી રહ્યો છે, …

Read More »

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે રોજગાર મેળા અંતર્ગત યુવાઓને નિમણૂક પત્રો પ્રદાન કરાયા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવાના લક્ષ્યને હાંસલ કરવાના ભાગરૂપે આજે દેશભરમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં પણ બીએસએફ દ્રારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન 287 યુવક-યુવતીઓને …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ’37મું ઇન્ટેલિજન્સ બ્યુરો સેન્ટનરી એન્ડોવમેન્ટ લેક્ચર’ આપ્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ’37મું ઇન્ટેલિજન્સ બ્યૂરો સેન્ટનરી એન્ડોવમેન્ટ લેક્ચર’ આપ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર, ઇન્ટેલિજન્સ બ્યૂરોના પૂર્વ ડાયરેક્ટર્સ, સેન્ટ્રલ પોલીસ ફોર્સિસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસના ડિરેક્ટર જનરલ તથા ઇન્ટેલિજન્સ બ્યૂરો અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રીએ …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીનગર ખાતેથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું – ‘સ્વ અને સમાજ માટે યોગ’ થીમ સાથે નેતૃત્વ કર્યું હતું

પરંપરાગત દવાઓની વૈશ્વિક માન્યતા અને પ્રમોશન તરફ નોંધપાત્ર પગલાને ચિહ્નિત કરતા આયુષ માટે આ વર્ષ આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીને સંકલિત કરવાથી માંડીને દુનિયાભરના મુખ્ય પ્રવાહની આરોગ્ય વ્યવસ્થામાં સામેલ થવાથી માંડીને વિવિધ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મહત્ત્વપૂર્ણ સમજૂતીઓ કરવા સુધીનો સીમાચિહ્નરૂપ સમયગાળો રહ્યો છે. ડબ્લ્યુએચઓ દ્વારા આઇસીડી-11માં પરંપરાગત ચિકિત્સા માટે રોગોના આંતરરાષ્ટ્રીય …

Read More »

પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “ગરીબો અને ખેડૂતોના સાચા શુભચિંતક પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન ચૌધરી ચરણ સિંહ જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. રાષ્ટ્ર પ્રત્યે તેમનું સમર્પણ અને તેમનો સેવાભાવ દરેક લોકોને પ્રેરણા આપતા રહે છે.”   भारत …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા અંતર્ગત કેન્દ્ર સરકારના વિભાગો અને સંગઠનોમાં નવનિયુક્ત 71,000થી વધુ કર્મચારીઓને નિમણૂંક પત્રો વિતરિત કર્યાં

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 71,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. તે યુવાનોને રાષ્ટ્રનિર્માણ અને સ્વ-સશક્તિકરણમાં પ્રદાન કરવા માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરીને સશક્ત બનાવશે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે મોડી રાત્રે કુવૈતથી પરત ફર્યા હતા, જ્યાં તેમણે ભારતીય યુવાનો અને વ્યાવસાયિકો સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી. અને આ એક ખૂબ જ સુખદ સંયોગ છે કે પાછા ફર્યા પછી, તેમનો પહેલો કાર્યક્રમ દેશના યુવાનો સાથે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે દેશના હજારો યુવાનો માટે એક નવી શરૂઆત છે. તમારાં વર્ષોનાં સપનાં સાકાર થયાં છે, વર્ષોની મહેનતનું ફળ મળ્યું છે. 2024નું આ વિદાય થઈ રહેલું વર્ષ તમારા માટે નવી ખુશીઓ લઈને આવી રહ્યું છે. હું તમને બધાને અને તમારા પરિવારોને મારા હાર્દિક અભિનંદન આપું છું.” પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર રોજગાર મેળાઓ જેવી પહેલો મારફતે ભારતની યુવા પ્રતિભાઓનાં સંપૂર્ણ ઉપયોગને પ્રાથમિકતા આપી રહી છે. છેલ્લા 10 વર્ષમાં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સરકારી નોકરીઓ પૂરી પાડવા માટે એક નક્કર પ્રયાસ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે 71,000થી વધારે યુવાનોને તેમનાં નિમણૂકપત્રો સુપરત કરવામાં આવ્યાં છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં દોઢ વર્ષમાં આશરે 10 લાખ કાયમી સરકારી નોકરીઓ ઓફર થઈ છે, જેણે નોંધપાત્ર વિક્રમ સ્થાપિત કર્યો છે. આ નોકરીઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે પ્રદાન કરવામાં આવી રહી છે, અને નવી ભરતીઓ સમર્પણ અને પ્રામાણિકતા સાથે રાષ્ટ્રની સેવા કરી રહી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ દેશનો વિકાસ એનાં યુવાનોનાં સખત પરિશ્રમ, ક્ષમતા અને નેતૃત્વ પર નિર્ભર કરે છે. ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા માટે પ્રતિબદ્ધ છે કારણ કે દેશની નીતિઓ અને નિર્ણયો તેના પ્રતિભાશાળી યુવાનોને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં મેક ઇન ઇન્ડિયા, ભારત, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી પહેલોએ યુવાનોને મોખરે રાખ્યા છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું હતું કે, અત્યારે ભારત દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે અને ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. આજે ભારતીય યુવાનોમાં નવા આત્મવિશ્વાસનો સંચાર થઈ રહ્યો છે. તેઓ દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે. આજે સ્ટાર્ટઅપ્સ શરૂ કરતા યુવા ઉદ્યોગસાહસિકોને એક મજબૂત સપોર્ટ સિસ્ટમથી ફાયદો થાય છે. તેવી જ રીતે રમતગમતમાં કારકિર્દી બનાવતા યુવાનોને વિશ્વાસ છે કે, તેઓ નિષ્ફળ નહીં જાય કારણ કે હવે તેમને આધુનિક તાલીમ સુવિધાઓ અને ટુર્નામેન્ટનો ટેકો મળ્યો છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દેશ વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે અને મોબાઇલ ઉત્પાદનમાં બીજા ક્રમનો સૌથી મોટો દેશ બની રહ્યો છે. ભારત અક્ષય ઊર્જા, જૈવિક ખેતી, અંતરિક્ષ, સંરક્ષણ, પ્રવાસન અને સુખાકારીમાં પણ હરણફાળ ભરી રહ્યું છે, નવી તકોનું સર્જન કરી રહ્યું છે અને દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશની પ્રગતિને વેગ આપવા અને નવા ભારતનું નિર્માણ કરવા યુવા પ્રતિભાઓને પોષવી મહત્ત્વપૂર્ણ છે અને આ જવાબદારી શિક્ષણ વ્યવસ્થાની છે. રાષ્ટ્રીય કેળવણી નીતિ (એનઇપી) ભારતને એક એવી આધુનિક કેળવણી તંત્ર ભણી દોરી રહી છે કે જે વિદ્યાર્થીઓને નવી તકો પૂરી પાડે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અગાઉ આ વ્યવસ્થા પ્રતિબંધિત હતી, પણ હવે તે અટલ ટિંકરિંગ લેબ્સ અને પીએમ-શ્રી શાળાઓ જેવી પહેલો મારફતે નવીનતાને પ્રોત્સાહન આપે છે. “સરકારે માતૃભાષામાં શિક્ષણ અને પરીક્ષાની મંજૂરી આપીને અને 13 ભાષાઓમાં ભરતી પરીક્ષાઓ પ્રદાન કરીને ગ્રામીણ યુવાનો અને હાંસિયામાં ધકેલાયેલા સમુદાયો માટે ભાષાના અવરોધોને પણ દૂર કર્યા છે. આ ઉપરાંત સરહદી વિસ્તારોના યુવાનો માટેના ક્વોટામાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં કાયમી સરકારી નોકરીઓ માટે ખાસ ભરતી રેલીઓ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આજે 50,000થી વધારે યુવાનોને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો માટે નિમણૂકપત્રો મળ્યાં છે, જે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે.” ચૌધરી ચરણસિંહજીની આજે જન્મજયંતિ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ વર્ષે સરકાર તેમને ભારતરત્નથી સન્માનિત કરવાનું ગૌરવ અનુભવે છે. “અમે આ દિવસને ખેડૂત દિવસ તરીકે પણ ઉજવીએ છીએ, જે ખેડૂતો આપણને ભોજન પૂરું પાડે છે તેમને વંદન કરીએ છીએ. ચૌધરી સાહેબ માનતા હતા કે ભારતની પ્રગતિ ગ્રામીણ ભારતની પ્રગતિ પર આધારિત છે. અમારી સરકારની નીતિઓએ ગ્રામીણ વિસ્તારોમાં, ખાસ કરીને કૃષિમાં યુવાનો માટે, રોજગારની નવી તકોનું સર્જન કર્યું છે અને સ્વ-રોજગારની નવી તકોનું સર્જન કર્યું છે.” શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગોબર-ધન યોજના જેવી પહેલો કે જેણે બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરી હતી, તેનાથી ઊર્જાનું ઉત્પાદન કરવાની સાથે સાથે રોજગારીનું સર્જન થયું છે. કૃષિ બજારોને જોડતી ઇ-નામ યોજનાએ રોજગારીના નવા માર્ગો ખોલ્યા છે અને ઇથેનોલના મિશ્રણમાં વધારાથી ખેડૂતોને લાભ થયો છે અને ખાંડ ક્ષેત્રમાં રોજગારીનું સર્જન થયું છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આશરે 9,000 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ)ની સ્થાપનાથી બજારની સુલભતામાં કેવી રીતે સુધારો થયો છે અને ગ્રામીણ રોજગારીનું સર્જન થયું છે. ઉપરાંત, સરકાર હજારો અનાજ સંગ્રહ ગોડાઉન બનાવવા માટે એક વિશાળ યોજના અમલમાં મૂકી રહી છે, જે નોંધપાત્ર રોજગાર અને સ્વ-રોજગારની તકો પૂરી પાડશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે દરેક નાગરિકને વીમા કવચ પ્રદાન કરવા માટે વીમા સખી યોજના શરૂ કરી છે, જેથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની અસંખ્ય તકો ઊભી થઈ છે. ડ્રોન દીદી, લખપતિ દીદી અને બેંક સખી યોજના જેવી પહેલથી કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રોમાં પણ રોજગારીનું સર્જન થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે, હજારો મહિલાઓને નિમણૂક પત્રો મળ્યા છે, અને તેમની સફળતા અન્ય લોકોને પ્રેરણા આપશે. સરકાર દરેક ક્ષેત્રમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. 26 અઠવાડિયાની મેટરનિટી લીવ શરૂ થવાથી લાખો મહિલાઓની કારકિર્દી સુરક્ષિત થઈ છે.” પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, સ્વચ્છ ભારત અભિયાને કેવી રીતે મહિલાઓની પ્રગતિમાં અવરોધો દૂર કર્યા છે, કારણ કે ઘણી વિદ્યાર્થિનીઓને અલગ શૌચાલયોના અભાવે શાળા છોડવી પડી હતી. તેમણે કહ્યું હતું કે, સુકન્યા સમૃદ્ધિ યોજનાએ કન્યા કેળવણી માટે નાણાકીય સહાય સુનિશ્ચિત કરી છે. આ ઉપરાંત મહિલાઓ માટે 30 કરોડ જનધન ખાતાઓએ સરકારી યોજનાઓનો સીધો લાભ આપ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મુદ્રા યોજના મારફતે મહિલાઓ હવે કોલેટરલ-ફ્રી લોન મેળવી શકે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાએ સુનિશ્ચિત કર્યું છે કે ફાળવવામાં આવેલા મોટાભાગના મકાનો મહિલાઓના નામે છે. પોષણ અભિયાન, સુરક્ષિત માતૃત્વ અભિયાન અને આયુષ્માન ભારત જેવી પહેલો મહિલાઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવા પૂરી પાડે છે.” પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નારી શક્તિ વંદન અધિનિયમે વિધાનસભાઓ અને લોકસભામાં મહિલાઓ માટે અનામતની ખાતરી આપી છે, જે દેશમાં મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસને વેગ આપશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે નિમણૂકનાં પત્રો મેળવનાર યુવાન વ્યક્તિઓ નવી પરિવર્તિત સરકારી વ્યવસ્થામાં સામેલ થઈ રહ્યાં છે. છેલ્લા એક દાયકામાં, સરકારી કચેરીઓમાં સરકારી કર્મચારીઓની સમર્પણ અને સખત મહેનતને કારણે કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવા હોદ્દેદારો તેમની શીખવાની અને આગળ વધવાની પોતાની ઉત્સુકતાને કારણે આ લક્ષ્યાંક સુધી પહોંચ્યાં છે અને તેમના સમગ્ર જીવન દરમિયાન આ અભિગમ જાળવવો મહત્ત્વપૂર્ણ છે. તેમણે આઇજીઓટી કર્મયોગી પ્લેટફોર્મ પર સરકારી કર્મચારીઓ માટે વિવિધ અભ્યાસક્રમોની ઉપલબ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો અને તેમને તેમની અનુકૂળતાએ આ ડિજિટલ તાલીમ મોડ્યુલનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, “ફરી એક વખત, હું આજે ઉમેદવારોને તેમના નિમણૂક પત્રો પ્રાપ્ત થવા બદલ અભિનંદન આપું છું.” પાશ્વભાગ રોજગાર મેળો રોજગાર નિર્માણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની કટિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. તે રાષ્ટ્રનિર્માણ અને સ્વ-સશક્તિકરણમાં યુવાનોને તેમની ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે. દેશભરમાં 45 સ્થળોએ રોજગાર મેળો યોજાશે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો માટે ભરતીઓ થઈ રહી છે. દેશભરમાંથી પસંદ કરવામાં આવેલી નવી ભરતીઓ વિવિધ મંત્રાલયો/વિભાગોમાં સામેલ થશે, જેમાં ગૃહ મંત્રાલય, ટપાલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓનો વિભાગ સામેલ છે.

Read More »

ડૉ. મનસુખ માંડવિયાએ ‘ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાયકલ’ પહેલને ફ્લેગ ઓફ કર્યું; CRPF, ITBP, ભૂતપૂર્વ WWE સ્ટાર શૈંકી સિંહ ઇવેન્ટમાં જોડાયા

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા દ્વારા આ સપ્તાહની શરૂઆતમાં શરૂ કરવામાં આવેલી ફિટ ઈન્ડિયા સાયકલિંગ ડ્રાઈવની સાતત્યતા જાળવી રાખીને, આજે સવારે અહીંના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાયકલ’ પહેલને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. માનનીય મંત્રી ઉપરાંત આ કાર્યક્રમમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ …

Read More »

SAI નેતાજી સુભાષ વેસ્ટર્ન સેન્ટર, ગાંધીનગર દ્વારા ફીટ ઈન્ડિયા ‘સન્ડે ઓન સાયકલ’ ઈવેન્ટનું આયોજન

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંકલનમાં ગુજરાતના તમામ ખેલો ઈન્ડિયા કેન્દ્રોમાં સમાંતર રીતે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, એથ્લેટ્સ, કોચ, NSWC ગાંધીનગરના સ્ટાફ અને સમગ્ર ગુજરાત અને રાજસ્થાનના ઘણા સાયકલિંગ ઉત્સાહીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (CFI) અને MY ભારતના સહયોગથી યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ‘ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાઈકલ’નું …

Read More »

વડનગર ખાતે તા. 24 ડિસેમ્બરના રોજ ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ યોજાશે

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતી અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત તાનારીરી ગ્રાઉન્ડ ખાતે તા. 24/12/2024ના રોજ સવારે 10.00 કલાકે ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ યોજાશે. આ કાર્યક્રમ શ્રમ અને રોજગાર, ખેલ અને યુવા બાબતોના …

Read More »