પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ વધુ ચાર સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં મોમેન્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં છ મંજૂર પ્રોજેક્ટ પહેલાથી જ અમલીકરણના વિવિધ તબક્કામાં છે. આજે મંજૂર કરાયેલા આ ચાર પ્રસ્તાવો SiCSem, કોન્ટિનેન્ટલ ડિવાઇસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (CDIL), 3D ગ્લાસ સોલ્યુશન્સ ઇન્ક. અને એડવાન્સ્ડ …
Read More »પ્રધાનમંત્રીએ યોગ ચળવળને મજબૂત બનાવવામાં આંધ્રપ્રદેશની યોગઆંધ્ર પહેલની પ્રશંસા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના લોકોની યોગને તેમના રોજિંદા જીવનમાં સામેલ કરવાની પ્રેરણાદાયક પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી, જેનાથી આરોગ્ય અને તંદુરસ્તી માટેની રાષ્ટ્રવ્યાપી ચળવળને વધુ વેગ મળ્યો. શ્રી મોદીએ ગઈકાલે વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દરમિયાન યોગઆંધ્ર પહેલને રાજ્યના પાયાના સ્તરે ઉત્સાહ અને સક્રિય સમર્થનની પણ પ્રશંસા કરી હતી. ગિનિસ …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સંબોધન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IYD) કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું અને યોગ સત્રમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ભારત અને વિશ્વભરના લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભાર મૂક્યો કે આ વર્ષે 11મો પ્રસંગ છે જ્યારે વિશ્વ 21 જૂને સામૂહિક રીતે યોગ કરવા માટે એકત્ર થયું છે. તેમણે કહ્યું કે યોગનો સાર “એક થવું” છે અને યોગે વિશ્વને કેવી રીતે એક કર્યું છે તે જોવું પ્રોત્સાહક છે. છેલ્લા …
Read More »પ્રધાનમંત્રી 20 થી 21 જૂન દરમિયાન બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 થી 21 જૂન દરમિયાન બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. તેઓ 20 જૂને બિહારના સિવાનની મુલાકાત લેશે અને બપોરે 12 વાગ્યે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ, તેઓ ઓડિશાના ભુવનેશ્વરની મુલાકાત લેશે અને સાંજે 4:15 વાગ્યે ઓડિશા રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજ્ય સ્તરના સમારોહની અધ્યક્ષતા …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આંધ્રપ્રદેશનાં વિજયવાડામાં મુખ્ય અતિથિ તરીકે એનડીઆરએફનાં 20મા સ્થાપના દિવસ સમારંભમાં હાજરી આપી
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આંધ્રપ્રદેશના વિજયવાડામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)નાં 20માં સ્થાપના દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન શ્રી અમિત શાહે અનેક પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને અંદાજે 220 કરોડ રૂપિયાની અન્ય પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમાં નેશનલ સાઉથ કેમ્પસ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઇડીએમ), એનડીઆરએફની 10મી બટાલિયન …
Read More »પ્રધાનમંત્રી 8-9 જાન્યુઆરીનાં રોજ આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8થી 9 જાન્યુઆરી, 2025 સુધી બે દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે. સ્થાયી વિકાસ, ઔદ્યોગિક વૃદ્ધિ અને માળખાગત સુવિધામાં વૃદ્ધિ માટે વિસ્તૃત કામગીરીનાં ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી 8 જાન્યુઆરીનાં રોજ સાંજે 5:30 વાગ્યે વિશાખાપટ્ટનમમાં રૂ. 2 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ 9 જાન્યુઆરીનાં રોજ સવારે 10 વાગ્યે ભુવનેશ્વરમાં 18માં પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનનું ઉદઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં હરિત ઊર્જા અને …
Read More »
Matribhumi Samachar Gujarati