Wednesday, December 24 2025 | 07:37:40 PM
Breaking News

Tag Archives: Bharat Rang Mahotsav

અમદાવાદમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા આયોજિત ભારત રંગ મહોત્સવ 2025નું આયોજન

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) તેના ફ્લેગશિપ ભારત રંગ મહોત્સવ (BRM), ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન કરી રહી છે.  જેણે 2024માં સફળતાનાં 25 વર્ષ પૂર્ણ કર્યાં છે. પ્રેમથી ‘ભારંગમ’ તરીકે ઓળખાતા બીઆરએમ વિશ્વનો સૌથી મોટો થિયેટર ફેસ્ટિવલ છે અને તે 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી, 2025 દરમિયાન અમદાવાદમાં યોજાશે. આ પથપ્રદર્શક પ્રયાસ થકી એનએસડી ગયા વર્ષની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ, વંદે ભારંગમ’ની પર આધારિત આંતરરાષ્ટ્રીય જોડાણની સાથે મહોત્સવની પહોંચ વિસ્તારી રહ્યું છે. “One Expression, Supreme Creation” (એક અભિવ્યક્તિ, સર્વોચ્ચ સર્જન)  ભારત રંગ મહોત્સવ 2025નું આ સૂત્ર સર્જનાત્મક અભિવ્યક્તિમાં એકતાની ભાવના અને સૌનું ઐકય ગુંજી ઉઠે છે. જાણીતા અભિનેતા અને એનએસડીના પૂર્વ વિદ્યાર્થી શ્રી રાજપાલ યાદવને આ વર્ષ માટે રંગ દૂત (ફેસ્ટિવલ એમ્બેસેડર) બનાવવામાં આવ્યા  છે. ગુજરાત યુનિવર્સિટીની ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સહયોગથી અમદાવાદમાં 11 ફેબ્રુઆરી, 2025ના રોજ સાંજે 6:00 વાગ્યે ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ઉદઘાટન સમારોહ સાથે મહોત્સવનો પ્રારંભ થશે, જેની શરૂઆતમાં મારે ગયે ગુલફામ નાટક દર્શાવવામાં આવશે. અમદાવાદના કાર્યક્રમ શિડ્યૂલ પર એક નજર કરીએ: મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025 (ઉદઘાટન સમારોહ) કાર્યક્રમ: મારે ગયે ગુલફામ સમય: સાંજે 6.00 વાગ્યે લેખક: ફણીશવર નાથ રેણુ નાટ્યકાર. ડાયરેક્ટરઃ રઘુબીર યાદવ ગ્રુપ: રાયરા આર્ટ, મુંબઈ ભાષા: હિન્દી;  સમયગાળો: 120 મિનિટ બુધવાર, 12 ફેબ્રુઆરી, 2025 કાર્યક્રમ: અગ્નિ જોલ સમય: સાંજે 6:30 વાગ્યે લેખક: ગિરીશ કર્નાડ અનુવાદ: બિભાસ ચક્રવર્તી ડાયરેક્ટરઃ મનોજ કુમાર સાહા (અબીર) ગ્રુપ: નયાબાદ તિતાસ, કોલકાતા ભાષા: બંગાળી; સમયગાળો: 130 મિનિટ ગુરૂવાર, 13 ફેબ્રુઆરી, 2025 કાર્યક્રમ: ગોકુલ નિર્ગમના …

Read More »