ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતોનો વિભાગ દ્વારા ગુજરાતના ગાંધીનગરમાં BIMSTEC યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ કાર્યક્રમનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું. જેમાં BIMSTEC યૂથ સમિટનો શુભારંભ થયો. BIMSTEC યુવા શિખર સંમેલનનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 1997માં BIMSTECની રચના થઈ ત્યારથી અમે ઘણી લાંબી મજલ કાપી છે. BIMSTEC ક્ષેત્રમાં આશરે 1.8 અબજ લોકો વસે છે, જે વૈશ્વિક વસતિના લગભગ 22 ટકા અને સંયુક્ત જીડીપી 4.5 ટ્રિલિયન ડોલર ધરાવે છે. તે માત્ર પ્રાદેશિક જૂથ જ નથી, પરંતુ તે આર્થિક સમૃદ્ધિ, સુરક્ષા અને સ્થાયી વિકાસ માટે એક સહિયારું વિઝન છે. વર્ષ 2018માં કાઠમંડુમાં ચોથી BIMSTEC સમિટ યોજાઈ હતી, જેમાં ભારતનાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ BIMSTECનાં માળખાની અંદર યુવાનોનાં જોડાણની કલ્પના કરી હતી, જે આ જ સમિટની શરૂઆત તરફ દોરી જશે. ડૉ. મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, આ શિખર સંમેલન સમગ્ર BIMSTEC દેશોમાં યુવા માનસને સશક્ત બનાવવાની દિશામાં એક પગલું છે. સહયોગને પ્રોત્સાહન આપવું, અનુભવોનું આદાન-પ્રદાન કરવું અને સમગ્ર પ્રદેશમાં યુવાનોની આગેવાની હેઠળના વિકાસને વેગ આપવો તેનો મુખ્ય ઉદ્દેશ્ય …
Read More »ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2024-25માં 5 કરોડથી વધુ દાવાઓની પતાવટનું ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું: ડો.મનસુખ માંડવિયા
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આજે જાહેરાત કરી હતી કે, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ તેના ઇતિહાસમાં પ્રથમ વખત 5 કરોડ દાવાની પતાવટનો આંકડો પાર કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 2024-25માં ઇપીએફઓએ રૂ. 2,05,932.49 કરોડના 5.08 કરોડથી વધુ દાવાઓની પ્રક્રિયા કરી છે. જે અગાઉના નાણાકીય વર્ષ 2023-24માં થયેલા રૂ. 1,82,838.28 કરોડના 4.45 કરોડ દાવાઓને …
Read More »કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના નેતૃત્વમાં 250+ સાયકલ સવારો સ્થૂળતા સામે લડવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશને સમર્થન આપવા માટે એકઠા થયા
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રવિવારે અહીં સાઇકલ સવારોના વિવિધ જૂથનું નેતૃત્વ કર્યું હતું અને ભારતમાં મેદસ્વીપણા સામે લડવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની હાકલને આગળ ધપાવી હતી. મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આ અઠવાડિયે યોજાયેલા ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ ઇવેન્ટમાં અસંખ્ય ડોકટરો અને ન્યુટ્રિશનિસ્ટ્સના જૂથે ભાગ …
Read More »કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ શ્રમ કલ્યાણ માટે ઐતિહાસિક બજેટ ફાળવણીની પ્રશંસા કરી; ગિગ વર્કર્સ માટે સામાજિક સુરક્ષાને પરિવર્તનકારી પગલું ગણાવ્યું
કેન્દ્રીય બજેટ 2025 ભારતના શ્રમ કલ્યાણ પરિદ્રશ્યમાં એક સીમાચિહ્નરૂપ પહેલ છે, જેમાં ગિગ કામદારોને ઔપચારિક માન્યતા અને સામાજિક સુરક્ષાના લાભો આપવા માટે એક વ્યાપક માળખાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આ નિર્ણયની પ્રશંસા કરતાં દેશભરમાં 1 કરોડથી વધારે ગિગ કામદારોની સુખાકારી સુનિશ્ચિત કરવાની સરકારની કટિબદ્ધતાની પ્રશંસા …
Read More »ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં શ્રમ મંત્રીઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત શ્રમ મંત્રીઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની બેઠકનો આજથી શુભારંભ થયો હતો. શ્રમ અને રોજગાર મંત્રાલયના રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે તેમજ વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓ આ બેઠકો …
Read More »ડૉ. મનસુખ માંડવિયા નવી દિલ્હીમાં શ્રમ મંત્રીઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 29-30 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં બે દિવસીય ” શ્રમ મંત્રીઓ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે રાષ્ટ્રીય પરિષદ”ની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં શ્રમ અને રોજગાર તથા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોનાં રાજ્ય કક્ષાનાં મંત્રી સુશ્રી શોભા કરંદલાજે પણ હાજરી આપશે તથા સુશ્રી સુમિતા …
Read More »વિશ્વમાં પ્રગતિ માટે સંશોધન અને નવીનતા આવશ્યક છે: ડો.મનસુખ માંડવિયા
પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદનું ઉદઘાટન આજે રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ચાર દિવસીય સંમેલનનો ઉદ્દેશ ભારતને વૈશ્વિક ઓલિમ્પિક ઇકોસિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત કરવાનો છે, જે નાણાકીય સ્થિરતા, વ્યૂહાત્મક આયોજન અને સહયોગી નેટવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી 2036ના …
Read More »યુવાનો અને નાગરિકોએ દેશ પ્રત્યે બલિદાન નહીં પરંતુ દેશ માટે જીવવાની જરૂર છે: ડૉ. મનસુખ માંડવિયા
ખેડા જિલ્લાનાં નડિયાદમાં આવેલી મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ કેન્દ્રીય મંત્રી, શ્રમ રોજગાર અને યુવા બાબતો – રમત ગમત વિભાગનાં મનસુખભાઈ માંડવિયાનાં મુખ્ય અતિથિ વિશેષ પદે યોજાયો હતો. આ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, અહીંથી ડિગ્રી લીધા પછી નવો અભ્યાસક્રમ, ધંધો, વ્યવસાય તમે કરશો. તે પહેલા અહીં સુધી અભ્યાસ પૂર્ણ કરી પહોંચાડનાર તમારી યુનિવર્સિટી, પ્રોફેસરો, સ્ટાફ તરફ તમે એક કૃતજ્ઞતા અને આભારનો ભાવ વ્યક્ત કરો તેમ જણાવી નરેન્દ્ર ભાઈ મોદીના @2047ના વિઝનની વાત કરતા પાંચ પ્રણની જાણકારી આપી હતી. રાષ્ટ્ર માટે યુવાનો અને નાગરિકોએ રોડ મેપ બનાવવો જોઈએ જણાવી તેમની જવાબદારી વધી હોવાનું અને તેનાં થકી વિકસિત ભારત બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ જ નડિયાદની ભૂમિ પર સરદાર પટેલે જન્મ લીધો હતો, આજ ભૂમિ પર તમે અભ્યાસ કર્યો છે. અભ્યાસ પછીનું તમારું સ્વપ્ન સાકાર કરવું જોઈએ. કોઈપણ વ્યક્તિનું વ્યક્તિત્વ અને કર્તવ્ય એક થાય તે વ્યક્તિ મહાત્મા ગાંધી જેવો બને છે. તેમણે ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ જણાવ્યું હતું મારું જીવન મારો સંદેશ છે. જો તમારે સફળ થવું છે તો કાર્યકર્તાનો ભાવ રાખો. મંગલ પાંડેથી શરૂઆત થયેલી આઝાદીની લડત વર્ષો સુધી ચાલી અને દેશ આઝાદ થયો છે. ત્યારે હાલમાં યુવાનો અને નાગરિકોએ દેશ પ્રત્યે બલિદાન નહીં પરંતુ દેશ માટે જીવવાની જરૂર છે. કારણ રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યતાનું નિર્માણ, તે માટેની ભાવના- જવાબદારી એ આપણું કર્તવ્ય છે. પદવીદાન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીના 29 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં બે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ સમારંભમાં સામાજિક ક્ષેત્રે જીવનભર સેવા કરનાર ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ, વિશ્વભરમાં આર્યુવેદના પ્રચાર અને પ્રસાર કરનાર મી. માકૅ રોશેનબર્ગને (ડી.લીટ ) ની પદવી એનાયત કરાઈ હતી. ફેકલ્ટી ઓફ આયુર્વેદા, ફેકલ્ટી ઓફ નર્સિંગ, ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ મેનેજમેન્ટ, ફેકલ્ટી ઓફ પેરા મેડિકલ સાયન્સના કુલ 29 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં હતી. આ પ્રસંગે ગુજરાત સરકારનાં પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણ લહેરી, આરએસએસના વેસ્ટન રીઝીયન સંઘ સંચાલક ડો. જયંતભાઈ ભાડેશીયા, ડો. અનિલ કુમાર નાયક, નેશનલ પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, યુનિવર્સિટીના પ્રમુખ ભાસ્કરભાઈ દેસાઈ, પ્રોવોસ્ટ પ્રો ડો. એસ એન ગુપ્તા સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read More »કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય પીડી ક્રિકેટ ટીમનું સન્માન કર્યું; ‘દિવ્યાંગ’ રમતવીરોને સંપૂર્ણ સરકારી સહાયની ખાતરી આપી
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આજે શ્રીલંકાના કોલંબોમાં પીડી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતવા બદલ ભારતીય શારીરિક વિકલાંગતા (પીડી) ક્રિકેટ ટીમનું સન્માન કર્યું હતું. ટીમે ટુર્નામેન્ટની ફાઇનલમાં અસાધારણ કુશળતા અને સ્થિતિસ્થાપકતાનું પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડને પરાજય આપ્યો હતો. ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ડીસીસીઆઇ) અને એક્સેસિબિલીટી ઓર્ગેનાઇઝેશન સ્વયમના ટેકાથી ભારતીય પીડી ક્રિકેટ ટીમનું સ્પોર્ટ્સ ઓથોરિટી …
Read More »કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ખો ખો વર્લ્ડ કપ 2025ની વિજેતા ટીમોનું સન્માન કર્યું; રાષ્ટ્રને ગૌરવ અપાવવા માટે ખેલાડીઓની પ્રશંસા કરી
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં વિશ્વ કપ વિજેતા ખો ખો ટીમોનું સન્માન કર્યું હતું. ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ 19 જાન્યુઆરીનાં રોજ ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રથમ ખો-ખો વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ઇતિહાસ રચ્યો હતો. બંને ટીમોએ પોતપોતાની ફાઈનલમાં નેપાળને હરાવ્યું હતુ. જેમાં આજે મેન્સ …
Read More »
Matribhumi Samachar Gujarati