Friday, December 26 2025 | 05:13:20 PM
Breaking News

Tag Archives: flags off

પરમજીત સિંહે ‘સન્ડે ઓન સાયકલ’ ને લીલી ઝંડી આપી, ફિટનેસ અને ડ્રગ-મુક્ત ભવિષ્યને પ્રોત્સાહન આપ્યું

વધુ સ્વસ્થ અને ડ્રગ-મુક્ત ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, ‘સન્ડેઝ ઓન સાયકલ | સે નો ટુ ડ્રગ્સ’ પહેલનું ગાંધીનગરમાં દાંડી કુટીર ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન SAI RC ગાંધીનગર દ્વારા NSS અને ઇન્ડિયા પોસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં સાયકલિંગ ઉત્સાહીઓ અને જીવનના વિવિધ ક્ષેત્રોના પરિવર્તનકારોને એકઠા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને …

Read More »

ડૉ. મનસુખ માંડવિયાએ ‘ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાયકલ’ પહેલને ફ્લેગ ઓફ કર્યું; CRPF, ITBP, ભૂતપૂર્વ WWE સ્ટાર શૈંકી સિંહ ઇવેન્ટમાં જોડાયા

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા દ્વારા આ સપ્તાહની શરૂઆતમાં શરૂ કરવામાં આવેલી ફિટ ઈન્ડિયા સાયકલિંગ ડ્રાઈવની સાતત્યતા જાળવી રાખીને, આજે સવારે અહીંના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાયકલ’ પહેલને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. માનનીય મંત્રી ઉપરાંત આ કાર્યક્રમમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ …

Read More »

ડૉ.મનસુખ માંડવિયાએ ‘ફિટ ઇન્ડિયા સાઇકલિંગ ડ્રાઇવ’ને લીલી ઝંડી આપી; ભારતમાં 1000 સ્થળોએ કાર્યક્રમોનું આયોજન થયું

મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે આજે સવારે ‘ફિટ ઇન્ડિયા સાઇકલિંગ ડ્રાઇવ’ના શુભારંભ સાથે ફિટ ઇન્ડિયા ચળવળે તંદુરસ્ત અને હરિયાળા ભારત તરફ નોંધપાત્ર હરણફાળ ભરી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયાએ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસે, માનનીય સાંસદ શ્રી તેજસ્વી સૂર્ય, તેમજ પેરિસ …

Read More »

પેરાલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નવદીપે એસએઆઈ આરસી ગાંધીનગર ખાતે ફિટ ઈન્ડિયા સાયક્લોથોનને લીલી ઝંડી આપી

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાના હસ્તે આજે સવારે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘ફિટ ઇન્ડિયા સાયકલિંગ ડ્રાઇવ’નો શુભારંભ થતાં ફિટ ઇન્ડિયા ચળવળે તંદુરસ્ત અને હરિયાળા ભારત તરફ નોંધપાત્ર હરણફાળ ભરી હતી. ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન પર ભાર મૂકતા ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે, “જ્યારે આપણે વર્ષ 2047માં આઝાદીનાં 100 વર્ષની ઉજવણી કરીશું, ત્યારે આપણે માનનીય પ્રધાનમંત્રીનાં વિકસિત ભારતનાં વિઝનને સાકાર કરવું પડશે અને એ પ્રસ્તુત છે કે, આપણે સંપૂર્ણ સ્વસ્થ અને ફિટ રાષ્ટ્ર બનીશું.” સાયકલિંગના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું હતું કે, “અમે આ ઇવેન્ટને ‘ફિટ ઇન્ડિયા સાયકલિંગ ટ્યુસડેઝ તરીકે શરૂ કરી છે, પરંતુ સાયકલિંગ ઉત્સાહીઓની સુવિધા માટે, આ હવે રવિવારે યોજવામાં આવશે અને હવે તેને ‘સન્ડે ઓન સાયકલ’ કહેવામાં આવશે. ડોક્ટરો, પત્રકારો, શિક્ષકો, કોર્પોરેટ પ્રોફેશનલ્સ અને યુવાનો માત્ર નવી દિલ્હી જ નહીં પરંતુ દેશના તમામ ભાગોમાં રવિવારે એક કલાક લાંબી સાયકલિંગ રાઇડ માટે જોડાશે. સાયકલ ચલાવવાથી પર્યાવરણને મોટું પ્રોત્સાહન મળે છે. તે પ્રદૂષણનો ઉકેલ છે અને ટકાઉપણામાં પણ ફાળો આપે છે.” ડૉ. મનસુખ માંડવિયાએ ‘ફિટ ઇન્ડિયા સાયકલિંગ ડ્રાઇવ’ની શરૂઆત કરી હતી. ભારતમાં 10 સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રેરણાથી એસએઆઈ રિજનલ સેન્ટર ગાંધીનગર દ્વારા 21 સ્થળોએ સાયક્લોથોન અને સાયકલિંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  તમામ વયજુથના 1500થી વધુ સાયકલિંગ રસિકોએ ભાગ લીધો હતો અને ગુજરાત અને રાજસ્થાન રાજ્યોમાં ફિટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે સંકલ્પ કર્યો હતો. ગુજરાત અને રાજસ્થાન રાજ્યો માટે SAIની નોડલ એજન્સી તરીકે આર.સી.ગાંધીનગર એફ.આઈ.ટી. ઈન્ડિયા અભિયાન હેઠળ અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે, જેમાં આજની સાયકલિંગ મંગળવારની ઇવેન્ટનો સમાવેશ થાય છે, જેનો હેતુ ખાસ કરીને સાયકલિંગને પરિવહનના ટકાઉ અને તંદુરસ્ત માધ્યમ તરીકે પ્રોત્સાહન આપવાનો છે. રાષ્ટ્રવ્યાપી સાયકલિંગ ડ્રાઇવના ગુજરાત ચેપ્ટરને પેરિસ પેરાલિમ્પિક્સના ગોલ્ડ મેડાલિસ્ટ નવદીપ સિંહ, શ્રી રાજેન્દ્ર સિંહ રહેલુ, પેરાલિમ્પિયન અને અર્જુન એવોર્ડથી સન્માનિત અને રિજનલ ડાયરેક્ટર શ્રી મણિકાંત શર્માએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શ્રી શર્માએ તમામ સહભાગીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી અને રોજિંદા ધોરણે સક્રિય જીવનશૈલીનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ પછી સહભાગીઓએ ફિટ ઇન્ડિયાના નારા સાથે રેલી યોજી હતી.

Read More »