પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં પ્રથમ વખત અધ્યક્ષ તરીકે અધ્યક્ષસ્થાન ગ્રહણ કરતાં ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી.રાધાકૃષ્ણનનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ આ દિવસને રાજ્યસભાના તમામ માનનીય સભ્યો માટે ગર્વની ક્ષણ ગણાવી. અધ્યક્ષનું ઉષ્માભર્યું સ્વાગત કરતા શ્રી મોદીએ કહ્યું, “ગૃહ અને મારા પોતાના વતી, હું તમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, મારી શુભેચ્છાઓ પાઠવું છું અને …
Read More »સમગ્ર દેશમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યને માન્યતા, પ્રશંસા અને પ્રોત્સાહન આપવ માટે રચાયેલ જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારો, 2025
ભારત સરકારે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારો, 2025 માટેની યોજનાને મંજૂરી આપી છે. જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારો સમગ્ર દેશમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યને સ્વીકારવા, ઓળખવા અને પુરસ્કૃત કરવા માટે રચાયેલ છે. વર્ષ 2025 માટે, જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારોની યોજનાનો ઉદ્દેશ્ય નીચેની ત્રણ શ્રેણીઓ હેઠળ સનદી અધિકારીઓના યોગદાનને …
Read More »શિયાળુ સત્ર 2025ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શિયાળુ સત્ર 2025 શરૂ થતાં પહેલાં સંસદ સંકુલમાં મીડિયાને સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આ સત્ર ફક્ત ઔપચારિકતા નથી, પરંતુ દેશની ઝડપી પ્રગતિ માટે નવી ઊર્જાનો આવશ્યક સ્ત્રોત છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, “હું દ્રઢપણે માનું છું કે આ સત્ર દેશની પ્રગતિને વેગ આપવા માટે …
Read More »‘મન કી બાત’ના 128મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30.11.2025)
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપનું એક વાર ફરી સ્વાગત છે. નવેમ્બરનો મહિનો ખૂબ જ પ્રેરણા લઈને આવ્યો, કેટલાક દિવસ પહેલાં જ 26 નવેમ્બરે ‘સંવિધાન દિવસ’ પર central hallમાં વિશેષ કાર્યક્રમનું આયોજન થયું. વંદે માતરમનાં 150 વર્ષ પૂરાં થવાં પર સમગ્ર દેશમાં થનારા કાર્યક્રમોની ભવ્ય શરૂઆત થઈ. 25 …
Read More »શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગાલી જીવોત્તમ મઠના 550મા વર્ષની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
પરતગાલી જિવોત્તમ મઠાચ્યા, સગળ્ય, ભક્તાંક, આની અનુયાયાંક, મોગાચો નમસ્કાર. શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગાલી જીવોત્તમ મઠના 24મા મહંત, શ્રીમદ વિદ્યાધીશ તીર્થ સ્વામીજી, રાજ્યપાલ શ્રીમાન અશોક ગજપતિ રાજુજી, લોકપ્રિય મુખ્યમંત્રી ભાઈ પ્રમોદ સાવંતજી, મઠ સમિતિના અધ્યક્ષ શ્રી શ્રીનિવાસ ડેમ્પોજી, ઉપાધ્યક્ષ શ્રી આર આર કામતજી, કેન્દ્રમાં મારા સહયોગી શ્રી શ્રીપાદ નાઈકજી, દિગંબર કામતજી, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો. આજના આ પાવન અવસરથી …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના હૈદરાબાદમાં સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશ અવકાશ ક્ષેત્રમાં એક વિશાળ તક જોઈ રહ્યો છે અને ભાર મૂક્યો કે ખાનગી ક્ષેત્રના ઉદય સાથે ભારતનું અવકાશ ઇકોસિસ્ટમ એક મોટી છલાંગ લગાવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે સ્કાયરૂટનું …
Read More »પ્રધાનમંત્રી 29-30 નવેમ્બરના રોજ રાયપુરમાં ડાયરેક્ટર્સ જનરલ/ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની 60મી અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે
પ્રધાનમંત્રી 29-30 નવેમ્બર, 2025ના રોજ છત્તીસગઢના રાયપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે યોજાનારી 60મી અખિલ ભારતીય ડાયરેક્ટર્સ જનરલ/ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કોન્ફરન્સમાં ભાગ લેશે. 28-30 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સનો ઉદ્દેશ્ય મુખ્ય પોલીસ પડકારોને સંબોધવામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવાનો અને “વિકસિત ભારત” ના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ “સલામત ભારત” બનાવવા …
Read More »પ્રધાનમંત્રી 28 નવેમ્બરે કર્ણાટક અને ગોવાની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 નવેમ્બરના રોજ કર્ણાટક અને ગોવાની મુલાકાત લેશે. સવારે લગભગ 11:30 વાગ્યે, પ્રધાનમંત્રી કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠની મુલાકાત લેશે. બાદમાં તેઓ ગોવા જશે, જ્યાં બપોરે લગભગ 3:15 વાગ્યે તેઓ શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગલી જીવોત્તમ મઠની મુલાકાત લેશે અને મઠની 550મી વર્ષગાંઠ “શારદા પંચાષ્ટમનોત્સવ”ની ઉજવણી કરશે. પ્રધાનમંત્રી …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કુરુક્ષેત્ર, હરિયાણા ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી દિવસ પર સંબોધન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી દિવસની ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કર્યો. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે આજનો દિવસ ભારતના વારસાના એક નોંધપાત્ર સંગમ તરીકે આવ્યો છે. તેમણે પ્રકાશિત કર્યું કે સવારે તેઓ રામાયણના શહેર અયોધ્યામાં હતા, અને હવે તેઓ ગીતાના શહેર કુરુક્ષેત્રમાં છે. તેમણે …
Read More »શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ, અયોધ્યા ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
દેશના સામાજિક-સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિદૃશ્યમાં એક મહત્ત્વપૂર્ણ અવસરને ચિહ્નિત કરતાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર વિધિવત રીતે કેસરી ધ્વજ ફરકાવ્યો. ધ્વજારોહણ ઉત્સવ મંદિરના નિર્માણની પૂર્ણતા અને સાંસ્કૃતિક ઉત્સવ તેમજ રાષ્ટ્રીય એકતાના નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક છે. આ અવસર પર એક …
Read More »
Matribhumi Samachar Gujarati