નારી સર્જન, સન્માન અને શક્તિનનું અનોખુ પ્રતીક છે. નારી આજે માત્ર સશક્ત બનતી નથી, પરંતુ અન્ય લોકોને પણ સશક્ત બનાવી રહી છે. નારીને સમાજમાં તેનું યોગ્ય સ્થાન આપીને જ નવા પરિમાણોનું નિર્માણ કરી શકાય છે. નારી સશક્તિકરણ માટે ટપાલ વિભાગ દ્વારા અનેક સેવાઓ ચલાવવામાં આવી રહી છે. મહિલા સન્માન બચત પત્ર, સુકન્યા સમૃદ્ધિ …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મુખ્ય અતિથિ તરીકે આસામ રાઇફલ્સ દ્વારા નવી દિલ્હીમાં આયોજિત ‘યુનિટી ઉત્સવ – વન વોઇસ, વન નેશન’ ફેસ્ટિવલમાં ભાગ લીધો
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં આસામ રાઇફલ્સ દ્વારા આયોજિત ‘એકતા ઉત્સવ – એક અવાજ, એક રાષ્ટ્ર’ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે આસામ રાઇફલ્સના મહાનિર્દેશક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પૂર્વોત્તર માટે એકતા શબ્દ ખૂબ જ …
Read More »દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત કરવા ઇન્ડિયા-કતાર જોઇન્ટ બિઝનેસ ફોરમનું આયોજન
17-18 ફેબ્રુઆરી દરમિયાન કતારના અમીર, એચ. એચ. શેખ તમીમ બિન હમાદ બિન ખલીફા અલ થાનીની ભારતની મુલાકાત દરમિયાન, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીએ 18 ફેબ્રુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગ (DPIIT) સાથેની ભાગીદારીમાં ભારત-કતાર સંયુક્ત વ્યાપાર મંચ ( જોઇન્ટ બિઝનેસ ફોરમ)નું આયોજન કર્યું હતું. આ જોઇન્ટ બિઝનેસ ફોરમમાં ભારત સરકારનાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ …
Read More »રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને ગાંધીનગર પોલીસ દ્વારા દહેગામ ખાતે માર્ગ સલામતી જાગૃતિ રેલીનું આયોજન કરાયું
માર્ગ સલામતી જાગૃતિ અને જવાબદાર ડ્રાઇવિંગ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના એક સંકલિત પ્રયાસમાં, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને ગાંધીનગર જિલ્લા પોલીસના સહયોગથી 3 ફેબ્રુઆરી 2025ના રોજ દહેગામ ખાતે નેહરુ ચોકડીથી દહેગામ બસ સ્ટેશન સુથી રોડ સેફ્ટી જાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું. આ પહેલ માર્ગ અકસ્માતો ઘટાડવા અને નાગરિકોને સલામત મુસાફરી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવા માટે ચાલી રહેલા અભિયાનનો એક ભાગ હતો. દહેગામ શહેરની સ્થાનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આશરે 300 વિદ્યાર્થીઓ, RRUના 40 NCC કેડેટ્સ અને NSS સ્વયંસેવકો, અને યુનિવર્સીટીના 200થી વધુ વિદ્યાર્થીઓએ રેલીમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ દરેક સહભાગીઓએ માર્ગ સલામતી પર પ્રભાવશાળી સંદેશાઓ લખેલા પ્લેકાર્ડ અને બેનરો હાથમાં રાખ્યા હતા, જેમાં હેલ્મેટ પહેરવા, ગતિ મર્યાદાનું પાલન કરવા, નશામાં વાહન ના ચલાવવાનું અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરફથી કુલપતિશ્રી પ્રો. (ડો.) બિમલ પટેલ અને ગુજરાત રોડ સેફટી ઓથોરિટી તરફથી કમીશ્નરશ્રી સતીશ પટેલ (IAS) દ્વારા ફલેગ ઓફ કરી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ રેલી માં ગુજરાત આરક્ષિત પોલીસ દળના પોલીસ બેન્ડ દ્વારા દેશ ભક્તિના ગીતો સાથે પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી અને ગુજરાત રોડ સેફટી ઓથોરીટીના ઉચ્ચ અધિકારીઓ તથા સ્થાનિક સ્કુલોના શિક્ષકો એ ભાગલીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સહભાગીઓને ટ્રાફિક નિયમોનું પાલન, માર્ગ સલામતીના ઉપકરણોનો ઉપયોગ કરવા બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા. આયોજકોએ ભવિષ્યમાં પણ આવી જ જાગૃતિ ઝુંબેશ ચલાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, જેથી ખાતરી કરી શકાય કે માર્ગ સલામતી બધા માટે પ્રાથમિકતા રહે. માર્ગ સલામતી જાગૃતિ રેલીએ એક પ્રભાવશાળી સંદેશ યાદ અપાવ્યો કે સલામત રસ્તાઓ એક સહિયારી જવાબદારી છે. અધિકારીઓના સતત પ્રયાસો અને જાહેર ભાગીદારી સાથે, આવી પહેલ માર્ગ અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં ફાળો આપી શકે છે.
Read More »અમદાવાદમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા આયોજિત ભારત રંગ મહોત્સવ 2025નું આયોજન
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) તેના ફ્લેગશિપ ભારત રંગ મહોત્સવ (BRM), ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન કરી રહી છે. જેણે 2024માં સફળતાનાં 25 વર્ષ પૂર્ણ કર્યાં છે. પ્રેમથી ‘ભારંગમ’ તરીકે ઓળખાતા બીઆરએમ વિશ્વનો સૌથી મોટો થિયેટર ફેસ્ટિવલ છે અને તે 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી, 2025 દરમિયાન અમદાવાદમાં યોજાશે. આ પથપ્રદર્શક પ્રયાસ થકી એનએસડી ગયા વર્ષની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ, વંદે ભારંગમ’ની પર આધારિત આંતરરાષ્ટ્રીય જોડાણની સાથે મહોત્સવની પહોંચ વિસ્તારી રહ્યું છે. “One Expression, Supreme Creation” (એક અભિવ્યક્તિ, સર્વોચ્ચ સર્જન) ભારત રંગ મહોત્સવ 2025નું આ સૂત્ર સર્જનાત્મક અભિવ્યક્તિમાં એકતાની ભાવના અને સૌનું ઐકય ગુંજી ઉઠે છે. જાણીતા અભિનેતા અને એનએસડીના પૂર્વ વિદ્યાર્થી શ્રી રાજપાલ યાદવને આ વર્ષ માટે રંગ દૂત (ફેસ્ટિવલ એમ્બેસેડર) બનાવવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સહયોગથી અમદાવાદમાં 11 ફેબ્રુઆરી, 2025ના રોજ સાંજે 6:00 વાગ્યે ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ઉદઘાટન સમારોહ સાથે મહોત્સવનો પ્રારંભ થશે, જેની શરૂઆતમાં મારે ગયે ગુલફામ નાટક દર્શાવવામાં આવશે. અમદાવાદના કાર્યક્રમ શિડ્યૂલ પર એક નજર કરીએ: મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025 (ઉદઘાટન સમારોહ) કાર્યક્રમ: મારે ગયે ગુલફામ સમય: સાંજે 6.00 વાગ્યે લેખક: ફણીશવર નાથ રેણુ નાટ્યકાર. ડાયરેક્ટરઃ રઘુબીર યાદવ ગ્રુપ: રાયરા આર્ટ, મુંબઈ ભાષા: હિન્દી; સમયગાળો: 120 મિનિટ બુધવાર, 12 ફેબ્રુઆરી, 2025 કાર્યક્રમ: અગ્નિ જોલ સમય: સાંજે 6:30 વાગ્યે લેખક: ગિરીશ કર્નાડ અનુવાદ: બિભાસ ચક્રવર્તી ડાયરેક્ટરઃ મનોજ કુમાર સાહા (અબીર) ગ્રુપ: નયાબાદ તિતાસ, કોલકાતા ભાષા: બંગાળી; સમયગાળો: 130 મિનિટ ગુરૂવાર, 13 ફેબ્રુઆરી, 2025 કાર્યક્રમ: ગોકુલ નિર્ગમના …
Read More »કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં ભાવનગરમાં માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં આજે ભાવનગર સ્થિત સમર્થ કન્યા છાત્રાલય ખાતે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ માર્ગ સલામતી અંગે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની વિસ્તૃત માહિતી આપી હતી. ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ …
Read More »પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની હાજરીમાં ભાવનગરમાં જિલ્લા કક્ષાની સ્વામિત્વ યોજના કાર્યક્રમનું આયોજન
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં દેશભરમાં સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનો ઈ-વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે, ભાવનગરના ઝવેરચંદ મેઘાણીની ઓડિટોરિયમ હોલ ખાતે મેયર શ્રી ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહુવાના તલગાજરડા અને મોણપર ગામના 346 લાભાર્થીઓને …
Read More »બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના 78મા સ્થાપના દિવસ નિમિત્તે સ્ટાન્ડર્ડ ક્લબ કાર્નિવલનું આયોજન
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS), સુરત બ્રાન્ચ ઓફિસ દ્વારા 16 જાન્યુઆરી 2025ના રોજ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના 78મા સ્થાપના દિવસ નિમિત્તે સ્ટાન્ડર્ડ ક્લબ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેની ઉજવણી ભારે ઉત્સાહભેર કરવામાં આવી હતી. સુરત સાયન્સ સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમ કાર્નિવલની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્નિવલમાં વિવિધ સ્ટાન્ડર્ડ ક્લબના લગભગ 1000 વિધ્યાર્થીઓ અને મેન્ટર, નિર્માતાઓ તેમજ BISના અધિકારીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. કાર્નિવલ દરમિયાન વિદ્યાર્થીઓના વિવિધ સાયન્સ પ્રોજેક્ટ મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી, હાઇડ્રોજન ઇંધણ, બાયોડીઝલ, સોલાર સિસ્ટમ, વોટર હાર્વેસ્ટિંગ, પર્યાવરણ સંરક્ષણ, જળ સંરક્ષણ, ગ્રીન એનર્જી વગેરે બાબતોને લગતા પ્રદર્શનનું આયોજન કર્યું હતું.વિદ્યાર્થીઓની સાથે, વિવિધ ઉદ્યોગોએ પણ રમકડાં, કેબલ, સ્વીચો, કૃષિ સાધનો જેવા કે વોટર ડ્રિપર, સ્પ્રિંકલર્સ વગેરે જેવા ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓમાં BIS અને ગુણવત્તા વિશે જાગૃતિ વધારવા માટે આ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વિજય સિંહ ગુર્જર (ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી), સુરત કાર્યક્રમને અનુલક્ષીને ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમણે બીઆઈએસ દ્વારા લેવામાં આવેલી સ્ટાન્ડર્ડ ક્લબની પહેલની પ્રશંસા કરી હતી અને સામાન્ય જીવનમાં ઉત્પાદનની ગુણવત્તાની પ્રશંસા કરી હતી અને તેના મહત્વ વિશે તેમજ ગ્રાહક સુરક્ષા અને આર્થિક પ્રગતિમાં માનકોના મહત્વ પર ભાર મૂક્યો અને ભારતીય માનક બ્યુરોને તેના 78મા સ્થાપના દિવસના અવસર પર અભિનંદન પાઠવ્યા. કાર્નિવલમાં ક્વિઝ કોમ્પિટિશનના વિજેતા વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવ્યા હતા અને મુખ્ય મહેમાન દ્વારા ભાગ લેનાર મેકર્સ, ક્લબના વિદ્યાર્થીઓ અને મેન્ટરોને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા. BIS સુરત શાખાના વરિષ્ઠ નિયામક અને વડા શ્રી એસ. ના. સિંહે રોજિંદા જીવનમાં ધોરણોના મહત્વ અને ટકાઉપણું હાંસલ કરવામાં માનકોની ભૂમિકા વિશે માહિતીપ્રદ વક્તવ્ય આપ્યું હતું.તેમણે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા શરૂ કરાયેલ સ્ટાન્ડર્ડ્સ ક્લબનો ઉદ્દેશ, ક્લબમાં હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ અને તેના વિદ્યાર્થીઓને મળતા લાભો વિશે સમજાવ્યું. રાષ્ટ્રગીત અને તમામ સહભાગીઓના આભાર સાથે કાર્યક્રમનો અંત આવ્યો. આ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો અને ઉપસ્થિત સૌને માનકો, પરસ્પર વિશ્વાસ અને સહકાર જાળવવા પ્રેરણા આપી હતી.
Read More »૭૬મા ગણતંત્ર દિવસે, દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્ર દવજ ફરકાવવાની સાથે, ‘ડાક ચોપાલ’નું પણ કરવામાં આવશે આયોજન – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
‘સરકારી સેવાઓ તમારા દ્વારે’ હેઠળ ડાક ચોપાલ ખાતે નાગરિક-કેન્દ્રિત સેવાઓ થશે ઉપલબ્ધ – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ ભારતીય ડાક વિભાગ દ્વારા 26 જાન્યુઆરી, 2025 ના રોજ ગુજરાત પરિમંડલમાં 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્ર દવજ ફરકાવવાની સાથે ‘ડાક ચોપાલ’નું પણ આયોજન કરવામાં આવશે. અમદાવાદના ઉત્તર ગુજરાત …
Read More »અમદાવાદના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં 11મા દિક્ષાંત સમારોહનું આયોજન
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER-અમદાવાદ) એ ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના નેજા હેઠળ ચાલતી રાષ્ટ્રીય મહત્વની સ્વાયત્ત સંસ્થા છે. સંસ્થા દ્વારા 27મી ડિસેમ્બર, 2024ના રોજ NIPER અમદાવાદના પ્રો. ડિરેક્ટર શૈલેન્દ્ર સરાફની અધ્યક્ષતામાં 11મો દિક્ષાંત સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રો. રમેશ ચંદ્ર, FRSC (લંડન), વાઇસ ચાન્સેલર, મહારાજા સૂરજમલ બ્રિજ યુનિવર્સિટી, ભરતપુર (રાજસ્થાન) અને …
Read More »
Matribhumi Samachar Gujarati