ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (10 જાન્યુઆરી, 2025) ઓડિશાના ભુવનેશ્વર ખાતે 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રમાં સંબોધન કર્યું હતું તેમજ પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય ડાયસ્પોરા આપણા દેશના શ્રેષ્ઠ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ફક્ત આ પવિત્ર ભૂમિમાં મેળવેલા જ્ઞાન …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ બેંગાલુરુમાં NIMHANSની સુવર્ણ જયંતી સમારંભની શોભા વધારી
ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે (3 જાન્યુઆરી, 2025) બેંગલુરુમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સિસ (NIMHANS)ની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે, અસાધારાણ દર્દીની સંભાળ સાથે નવીન સંશોધન અને કઠોર શૈક્ષણિક કાર્યક્રમે NIMHANSને માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરોસાયન્સના ક્ષેત્રમાં નિર્વિવાદ લીડર બનાવી દીધા છે. સમુદાય-આધારિત માનસિક આરોગ્ય સંભાળના બેલ્લારી મોડેલે ઇતિહાસ રચ્યો છે. હવે, ટેલિ માનસ પ્લેટફોર્મ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એ નોંધતા આનંદ થાય છે કે દેશભરમાં 53 ટેલિ માનસ સેલે છેલ્લા બે વર્ષ દરમિયાન તેમની પસંદ કરેલી ભાષામાં લગભગ 17 લાખ લોકોને સેવા આપી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભૂતકાળમાં, માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ અને ચિંતાઓ પર કેટલાક સમાજોમાં પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું. જોકે, તાજેતરના સમયમાં માનસિક સ્વાસ્થ્ય વિશેની જાગૃતિ વધી રહી છે. માનસિક બીમારીઓ સાથે સંકળાયેલી અવૈજ્ઞાનિક માન્યતાઓ અને કલંક ભૂતકાળની વાત છે, જેના કારણે વિવિધ બિમારીઓથી પીડાતા લોકો માટે મદદ લેવાનું સરળ બને છે. ખાસ કરીને આ તબક્કે આ એક આવકારદાયક વિકાસ રહ્યો છે, કારણ કે વિશ્વભરમાં વિવિધ માનસિક આરોગ્યના મુદ્દાઓ રોગચાળાનું પ્રમાણ લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે વધતી જાગૃતિથી દર્દીઓ માટે તેમની સમસ્યાઓ શેર કરવાનું શક્ય બન્યું છે. તેમને એ જાણીને આનંદ થયો હતો કે નિમ્હાંસે ગમે ત્યારે ગમે ત્યાં કાઉન્સેલિંગની સુવિધા આપવા માટે ટેલિ માનસ અને બાળક અને કિશોરોની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું સમાધાન કરવા માટે સંવાદ પ્લેટફોર્મ જેવી ઘણી પહેલ કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા પ્રાચીન ઋષિમુનિઓ અને સંતો પાસેથી મળેલા જ્ઞાન અને જીવનના પાઠ આપણને બધાને એક આધ્યાત્મિક માળખું વિકસાવવામાં મદદ કરી શકે છે, જેની અંદર આપણે જીવનના ઉતાર-ચડાવને સમજી શકીએ છીએ જે મનના સંતુલનને પ્રભાવિત કરે છે. આપણા શાસ્ત્રો આપણને જણાવે છે કે વિશ્વમાં આપણે જે કંઈ પણ અનુભવીએ છીએ તેના મૂળમાં મન છે. તેમણે માનસિક અને શારીરિક એમ બંને પ્રકારની તકલીફ દૂર કરવા માટે યોગ જેવી પરંપરાગત પદ્ધતિઓને આધુનિક આરોગ્ય સંભાળની પદ્ધતિઓ સાથે સફળતાપૂર્વક સામેલ કરવા બદલ NIMHANSની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વસ્થ મન એ સ્વસ્થ સમાજનો પાયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જ્ઞાન અને બુદ્ધિની સાથે કરુણા અને દયા ડૉક્ટર્સ અને અન્ય માનસિક હેલ્થકેર નિષ્ણાતોને તમામ પરિસ્થિતિઓમાં દરેક સમયે સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત સારસંભાળ પ્રદાન કરવામાં માર્ગદર્શન કરશે.
Read More »ભારતના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (26 ડિસેમ્બર, 2024) રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આયોજિત સમારોહમાં 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે સમગ્ર દેશ અને સમાજને તેમના પર ગર્વ છે. તેમણે બાળકોને કહ્યું કે તેઓએ અસાધારણ કાર્ય …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ સિકંદરાબાદની કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટને ધ્વજ અર્પણ કર્યો
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (20 ડિસેમ્બર, 2024) કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ, સિકંદરાબાદને ધ્વજ પ્રદાન કર્યો છે. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની ઉન્નત સંરક્ષણ વ્યવસ્થાપન ક્ષમતા રાજદ્વારી અને લશ્કરી ભાગીદારીને મજબૂત કરવામાં અને સંરક્ષણ નિકાસ વધારવામાં મદદ કરશે. તેનાખી ભારતને વૈશ્વિક સુરક્ષા ફોરમમાં સક્રિય વલણ જાળવવામાં પણ …
Read More »ભારતના રાષ્ટ્રપતિ મંગલગિરી એઈમ્સ ખાતે પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (17 ડિસેમ્બર, 2024) આંધ્રપ્રદેશના મંગલગિરીમાં એઇમ્સના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનની શરૂઆતની બેચ તે સંસ્થાની ઓળખ બનાવે છે. તેમણે પ્રથમ બેચના MBBS સ્નાતકોને કહ્યું કે તેઓ તબીબી સમુદાય, સમાજ, દેશ અને વિદેશમાં એઇમ્સ, મંગલગિરીના …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ જનરલ અશોક રાજ સિગડેલને ભારતીય સેનાના જનરલનો માનદ રેન્ક એનાયત કર્યો
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (12 ડિસેમ્બર, 2024) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક વિશેષ વિધિ સમારોહમાં નેપાળી સેનાના વડા સુપ્રબલ જનસેવાશ્રી જનરલ અશોક રાજ સિગડેલને તેમના પ્રશંસનીય લશ્કરી પરાક્રમ અને ભારત સાથે નેપાળના લાંબા અને મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવામાં તેમના અતુલનીય યોગદાન માટે ભારતીય સેનાના જનરલનો માનદ રેન્ક એનાયત કર્યો હતો. भारत : …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (11 ડિસેમ્બર, 2024) અશોક મંડપ, રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने …
Read More »
Matribhumi Samachar Gujarati