Friday, December 12 2025 | 02:23:49 PM
Breaking News

Tag Archives: Startup

આજે, દેશમાં જે સ્ટાર્ટઅપ્સ, નવીનતા અને સંશોધન વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે તે દેશના યુવાનોની ક્ષમતાઓમાં વધારો કરી રહ્યું છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાને સંબોધિત કર્યો અને વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000 થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. સભાને સંબોધતા તેમણે ભાર મૂક્યો હતો કે, આજે ભારત સરકારના વિવિધ વિભાગોમાં આ યુવાનો માટે નવી જવાબદારીઓની શરૂઆતનો દિવસ છે. તેમણે વિવિધ વિભાગોમાં જોડાતા યુવાનોને અભિનંદન આપ્યા હતા અને ભાર …

Read More »

‘કલા સેતુ’ સ્ટાર્ટઅપ્સને ભારતીય ભાષાઓમાં ટેક્સ્ટમાંથી મલ્ટીમીડિયા કન્ટેન્ટ બનાવવા માટે સ્કેલેબલ AI ટૂલ્સ બનાવવા માટે પડકાર ફેંકે છે

જેમ જેમ ભારત તેની ડિજિટલ ગવર્નન્સ યાત્રાને વેગ આપી રહ્યું છે, તેમ તેમ નાગરિકો સાથે તેમની પોતાની ભાષાઓમાં તાત્કાલિક અને અસરકારક રીતે વાતચીત કરવાની ક્ષમતા પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. અર્થપૂર્ણ જાહેર પહોંચ માટે જરૂરી સ્કેલ, ગતિ અને વિવિધતા સાથે તાલમેલ રાખવા માટે સામગ્રી બનાવવાની પરંપરાગત પદ્ધતિઓ આજે મર્યાદાઓનો સામનો …

Read More »

મેડટેક અને બાયોમેડિકલ MSMEs, સ્ટાર્ટઅપ્સ અને મલ્ટિનેશનલ્સ IIT ગાંધીનગરના ORBIT ખાતે એકત્રિત થયા

IIT ગાંધીનગર (IITGN)એ 28મી જૂન 2025ના રોજ તેની મુખ્ય દ્વિમાસિક ઇન્ડસ્ટ્રી મીટ, ORBITનો શુભારંભ કર્યો, જેમાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (MSMEs), સ્ટાર્ટઅપ્સ, મલ્ટિનેશનલ કંપનીઓ અને IITGNના હિતધારકો એકત્રિત થયા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ વ્યૂહાત્મક સહકાર, ઉદ્યોગની જરૂરિયાતોની સમજ અને ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા ક્ષેત્રોમાં ટેક્નોલોજી વિકાસને આગળ વધારવાનો હતો. ORBIT (Outreach, Research, Breakthrough, Innovation, and Technology)ના પ્રથમ સંસ્કરણમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગના માર્ગો, ફંડિંગ મિકેનિઝમ અને નિયમન સંબંધિત પડકારો પર ચર્ચા કરવામાં આવી. ઉપરાંત, પરીક્ષણ, ઉત્પાદન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્સેસ અને ટકાઉ ભાગીદારીમાં પડકારોનો સામનો કરવા માટે પ્રોત્સાહન, નીતિ ઘડવાની પ્રક્રિયા, અને સંરચનાત્મક પરિવર્તનની જરૂરિયાત પર પણ ચર્ચા કરવામાં આવી. પ્રતિનિધિઓનું સ્વાગત કરતા, પ્રોફેસર અમિત પ્રશાંત, ડીન, સંશોધન અને વિકાસ, એ “શૈક્ષણિક સંસ્થાનો અને ઉદ્યોગો વચ્ચેના સમય અને સંકલનના અંતરને દૂર કરવા” તેમજ વિશ્વાસના આધાર પર ભાગીદારી સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. IITGNના ફેકલ્ટીઑ, સંસ્થાના રિસર્ચ પાર્ક, ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ સેન્ટર, ઇન્ડસ્ટ્રી કનેક્ટ અને કેરિયર ડેવલપમેન્ટ સેલના હિતધારકો, MSMEs, ફાર્મા કંપનીઓ, અને સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓ આ સંવાદમાં જોડાયા હતા. આ ચર્ચાઓ દરમિયાન, ઉત્પાદનીકરણ, પેટન્ટિંગ અને અનુવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે નીતિ અને સૂચિત પ્રક્રિયાઓની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી. ઉપરાંત, Zydus Lifesciences, Cadila Pharmaceuticals, Biotech Vision Care, Axio Biosolutions, IOTA Diagnostic, Salvo India, Spotdot Bioinnovations અને અન્ય દ્વારા અનેક સમસ્યા નિવેદનો રજૂ કરવામાં આવ્યા. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી તક અંગે વાત કરતાં, ડો. આનંદ એન. ભાડલકર, ડિરેક્ટર, સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI)એ આરોગ્ય અને જીવન વિજ્ઞાન ક્ષેત્રની પ્રારંભિક સ્ટાર્ટઅપ્સને વ્યાપક સપોર્ટ આપવાની સંસ્થાની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે STBI ફંડિંગ સંસ્થાઓ સાથે ગ્રાન્ટ પ્રસ્તાવ તૈયાર કરે છે, IITGN જેવા શૈક્ષણિક ભાગીદારો સાથે સંયુક્ત પ્રોજેક્ટ અને સહ-ઇન્ક્યુબેશન શરૂ કરે છે, તેમજ સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેશન સ્પેસ, પરીક્ષણ સુવિધાઓ, માર્ગદર્શન અને IP અને લાઈસન્સિંગ સપોર્ટ પૂરો પાડે છે. આ પ્રસંગમાં IITGNના તાજેતરના ‘ઔદ્યોગિક ક્ષેત્ર માટે તૈયાર કરવા માટે’ રચાયેલા અભ્યાસક્રમો, જેમ કે અંતિમ વર્ષના અંડરગ્રેજ્યુએટ્સ માટે છ મહિનાનો ક્રેડિટેડ ઇન્ટર્નશિપ અને નવતર પ્રૌદ્યોગિકી ક્ષેત્રોમાં વિવિધ એક્ઝિક્યુટિવ માસ્ટર્સ ડિગ્રી કાર્યક્રમો પણ પ્રકાશિત કરવામાં આવ્યા. કૉન્ક્લેવનું સમાપન રિસર્ચ પાર્કની મુલાકાત સાથે થયું. “ORBIT કાર્યક્રમે પુષ્ટિ કરી કે, બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં નવીનતા ત્યારે જ વિકસે છે જ્યારે શૈક્ષણિક અને ઉદ્યોગીક ક્ષેત્રના હિતધારકો સમાન ભાગીદારી સાથે જોડાય છે” એમ પ્રોફેસર સૌમ્યદીપ સેટ, IITGN ઇન્ડસ્ટ્રી કનેક્ટ ના પ્રભારીએ જણાવ્યું. આવી ભાગીદારીઓ, ભારતના સંશોધનોને દૈનિક જીવનમાં સાંકળી લેવા માટેની ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદરૂપ થશે, આર્થિક વૃદ્ધિમાં વધારો કરશે, અને દેશને વૈશ્વિક બાયોમેડિકલ ક્ષેત્રમાં નવીનતા કેન્દ્ર તરીકે સ્થાન આપશે. ORBITનું આગામી સંસ્કરણ સપ્ટેમ્બર 2025માં યોજાશે અને તેમાં ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Read More »

છેલ્લા નવ વર્ષોમાં સ્ટાર્ટઅપઇન્ડિયાના પરિવર્તનશીલ કાર્યક્રમે અસંખ્ય યુવાનોને સશક્ત બનાવ્યા છે, તેમના નવીન વિચારોને સફળ સ્ટાર્ટઅપ્સમાં ફેરવ્યા છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમના નવ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા નવ વર્ષોમાં આ પરિવર્તનશીલ કાર્યક્રમે અસંખ્ય યુવાનોને સશક્ત બનાવ્યા છે, તેમના નવીન વિચારોને સફળ સ્ટાર્ટઅપ્સમાં ફેરવ્યા છે. શ્રી મોદીએ પુનરોચ્ચાર કર્યો કે, “જ્યાં સુધી સરકારનો સવાલ છે, અમે સ્ટાર્ટઅપ્સની સંસ્કૃતિને …

Read More »