Tuesday, January 27 2026 | 06:42:17 AM
Breaking News

Tag Archives: summit

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ BIMSTEC યુવા સમિટ 2025નો શુભારંભ કર્યો, 11 ફેબ્રુઆરી સુધી ગુજરાતના ગાંધીનગરમાં સમિટ મળશે

ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતોનો વિભાગ દ્વારા ગુજરાતના ગાંધીનગરમાં BIMSTEC યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ કાર્યક્રમનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું. જેમાં BIMSTEC યૂથ સમિટનો શુભારંભ થયો. BIMSTEC યુવા શિખર સંમેલનનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 1997માં BIMSTECની રચના થઈ ત્યારથી અમે ઘણી લાંબી મજલ કાપી છે. BIMSTEC ક્ષેત્રમાં આશરે 1.8 અબજ લોકો વસે છે, જે વૈશ્વિક વસતિના લગભગ 22 ટકા અને સંયુક્ત જીડીપી 4.5 ટ્રિલિયન ડોલર ધરાવે છે. તે માત્ર પ્રાદેશિક જૂથ જ નથી, પરંતુ તે આર્થિક સમૃદ્ધિ, સુરક્ષા અને સ્થાયી વિકાસ માટે એક સહિયારું વિઝન છે. વર્ષ 2018માં કાઠમંડુમાં ચોથી BIMSTEC સમિટ યોજાઈ હતી, જેમાં ભારતનાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ BIMSTECનાં માળખાની અંદર યુવાનોનાં જોડાણની કલ્પના કરી હતી,  જે આ જ સમિટની શરૂઆત તરફ દોરી જશે. ડૉ. મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, આ શિખર સંમેલન સમગ્ર BIMSTEC દેશોમાં યુવા માનસને સશક્ત બનાવવાની દિશામાં એક પગલું છે. સહયોગને પ્રોત્સાહન આપવું, અનુભવોનું આદાન-પ્રદાન કરવું અને સમગ્ર પ્રદેશમાં યુવાનોની આગેવાની હેઠળના વિકાસને વેગ આપવો તેનો મુખ્ય ઉદ્દેશ્ય …

Read More »