Wednesday, December 10 2025 | 10:37:36 AM
Breaking News

Tag Archives: Surat

સુરતમાં કલેક્ટર ઓફિસ ખાતે આધાર સુપરવાઇઝર અને ઓપરેટરો માટે UIDAI માસ્ટર તાલીમનું આયોજન કરાયું

સુરતના કલેક્ટર ઓફિસ ખાતે 26 જુલાઈ 2025 રોજ UIDAI સ્ટેટ ઓફિસ, અમદાવાદ, પ્રાદેશિક ઓફિસ, મુંબઈ અને ગુજરાત સરકારના રજિસ્ટ્રારના માર્ગદર્શન હેઠળ, આધાર સુપરવાઇઝર અને ઓપરેટરો માટે એક વ્યાપક માસ્ટર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં વિવિધ જિલ્લાઓમાં આધાર નોંધણી કર્મચારીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી, જેનો ઉદ્દેશ્ય તેમની ટેકનિકલ કુશળતા, વર્તણૂકીય અભિગમ અને અપડેટેડ UIDAI માર્ગદર્શિકાઓની સમજણ વધારવાનો …

Read More »

મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના સુરતમાં ચાર રેલવે ટ્રેક પર 100 મીટર લાંબા ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલના પુલનું લોકાર્પણ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પશ્ચિમ રેલવેના બે અને કિમ અને સાયણ વચ્ચે બે ડીએફસીસી ટ્રેક નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ચાર રેલવે ટ્રેક પર સ્ટીલના પુલનું સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું છે. આ પુલ બે સ્પાન ધરાવે છે; 100 મીટર, 60 મીટર જે ડબલ લાઇન સ્ટાન્ડર્ડ ગેજ રેલ ટ્રેકની સુવિધા પૂરી પાડશે. 100 મીટરનો …

Read More »

ભારતીય નૌકાદળમાં ત્રણ ફોરવર્ડ ફ્લીટ એસેટ્સ નીલગીરી, સુરત અને વાગશીરને સામેલ કરવા તૈયાર

15 જાન્યુઆરી 25 ભારતના ઇતિહાસમાં એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. કારણ કે ભારતીય નૌકાદળ ત્રણ વોરશિપ – પ્રોજેક્ટ 17એ સ્ટીલ્થ ફ્રિગેટ ક્લાસનું મુખ્ય જહાજ નીલીગીરી; પ્રોજેક્ટ 15બી સ્ટીલ્થ ડિસ્ટ્રોયર ક્લાસનું ચોથું અને અંતિમ જહાજ સુરત અને સ્કોર્પિયન-ક્લાસ પ્રોજેક્ટની છઠ્ઠી અને અંતિમ સબમરીન વાગશીર – ને મુંબઈ સ્થિત નેવલ ડોકયાર્ડમાં એક સાથે સામેલ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ ઐતિહાસિક ઘટનાથી ભારતીય નૌકાદળની યુદ્ધ ક્ષમતાને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે અને સ્વદેશી જહાજ નિર્માણમાં દેશની અગ્રગણ્ય સ્થિતિ પર ભાર મૂકવામાં આવશે. આ ત્રણેય પ્લેટફોર્મની ડિઝાઇન અને નિર્માણ સંપૂર્ણપણે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (એમડીએલ), મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે, જે સંરક્ષણ ઉત્પાદનના મહત્વપૂર્ણ ક્ષેત્રમાં ભારતની વધતી જતી આત્મનિર્ભરતાનો પુરાવો છે. આ અદ્યતન યુદ્ધ જહાજો અને સબમરીનોનું સફળતાપૂર્વક કમિશનિંગ યુદ્ધ જહાજની ડિઝાઇન અને બાંધકામમાં થયેલી ઝડપી પ્રગતિને દર્શાવે છે. જે સંરક્ષણ ઉત્પાદનમાં વૈશ્વિક નેતા તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે. પ્રોજેક્ટ 17એનું મુખ્ય જહાજ નીલગિરી, શિવાલિક-ક્લાસ ફ્રિગેટ્સ પર એક મોટી પ્રગતિ છે. જેમાં અત્યાધુનિક તકનીક દ્વારા નોંધપાત્ર સ્ટીલ્થ સુવિધાઓ અને રડાર સિગ્નેચર સામેલ છે. પ્રોજેક્ટ 15બી ડિસ્ટ્રોયર, સુરત, કોલકાતા-ક્લાસ (પ્રોજેક્ટ 15એ) ડિસ્ટ્રોયરમાં ફોલો-ઓન ક્લાસની છે, જેમાં ડિઝાઇન અને ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારો છે. બંને જહાજોની ડિઝાઇન ભારતીય નૌકાદળના વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા કરવામાં આવી હતી અને તે મુખ્યત્વે ભારતમાં અથવા અગ્રણી વૈશ્વિક ઉત્પાદકો સાથે વ્યૂહાત્મક જોડાણ દ્વારા વિકસાવવામાં આવેલા અદ્યતન સેન્સર અને શસ્ત્ર પેકેજોથી સજ્જ છે. આધુનિક ઉડ્ડયન સુવિધાઓથી સજ્જ, નીલગિરિ અને સુરત દિવસ અને રાત બંને કામગીરી દરમિયાન ચેતક, એએલએચ, સી કિંગ અને નવા સામેલ એમએચ -60 આર સહિતના હેલિકોપ્ટરની શ્રેણીનું સંચાલન કરી શકે છે. રેલ-લેસ હેલિકોપ્ટર ટ્રાવર્સિંગ સિસ્ટમ અને વિઝ્યુઅલ એઇડ એન્ડ લેન્ડિંગ સિસ્ટમ જેવી ખાસિયતો તમામ પરિસ્થિતિઓમાં સાતત્યપૂર્ણ કામગીરી સુનિશ્ચિત કરે છે. આ જહાજોમાં મહિલા અધિકારીઓ અને ખલાસીઓની મોટી સંખ્યામાં સમર્થન કરવા માટે વિશેષ વ્યવસ્થા પણ સામેલ છે. જે ફ્રન્ટલાઈન કોમ્બેટ ભૂમિકાઓમાં લૈંગિક સમાનતા તરફના નૌકાદળના પ્રગતિશીલ પગલાઓ સાથે સુસંગત છે. કલવરી-ક્લાસ પ્રોજેક્ટ 75 હેઠળ છઠ્ઠી સ્કોર્પીન-ક્લાસ સબમરીન વાગશીર વિશ્વની સૌથી શાંત અને બહુમુખી ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીનમાંની એક છે. તે એન્ટી સરફેસ વોરફેર, સબમરીન-વિરોધી યુદ્ધ, ગુપ્ત માહિતી એકઠી કરવી, ક્ષેત્રની …

Read More »