પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા
તેમને એક રાજનેતા સમાન શ્રેષ્ઠ ગણાવતા, શ્રી મોદીએ તેમને પ્રશાસક તરીકે બિરદાવ્યા અને દેશના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી.
પ્રધામંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. પ્રણવ બાબુ અનન્ય જાહેર વ્યક્તિત્વ ધરાવતા હતા- એક રાજનેતા સમાન, એક અદ્ભુત વહીવટકર્તા અને જ્ઞાનનો ભંડાર. ભારતના વિકાસમાં તેમનું યોગદાન નોંધપાત્ર છે. તેઓ તમામ ક્ષેત્રોમાં સર્વસંમતિ બનાવવાની હથોટી ધરાવતા હતા. તેમને અનન્ય ક્ષમતાઓના આશીર્વાદ મળ્યા હતા અને આ તેમના શાસનના બહોળા અનુભવ અને ભારતની સંસ્કૃતિ અને નૈતિકતા વિશેની તેમની ઊંડી સમજણને કારણે છે.”
Matribhumi Samachar Gujarati

