કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ (ડીએનએચ એન્ડ ડીડીનો કેન્દ્રશાસિત પ્રદેશ)એ 11-12 ડિસેમ્બર, 2024ના રોજ યશોભૂમિ, દ્વારકા, દિલ્હી ખાતે યોજાયેલા ઇન્ડિયા મેરિટાઇમ હેરિટેજ કોન્ક્લેવ 2024માં ભાગ લીધો હતો. જેમાં તેના દરિયાઇ વારસાને ઉજાગર કરવા અને માળખાગત વિકાસમાં ઉલ્લેખનીય પ્રગતિને ઉજાગર કરવા માટે સમર્પિત પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું હતું. છેલ્લાં દાયકા દરમિયાન આપણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં જુસ્સાદાર નેતૃત્વ અને સમર્પિત કટિબદ્ધતાને કારણે કેન્દ્રશાસિત પ્રદેશમાં 360 ડિગ્રીનું પરિવર્તન થયું છે. તેમજ નવા ભારત અને સ્વચ્છ ભારતનાં વિઝનને સાકાર કરવા માટે તે પોતાની કર્તવ્ય યાત્રા ચાલુ રાખે છે.

વહીવટકર્તા શ્રી પ્રફુલ પટેલના અથાગ પ્રયાસોને કારણે કેન્દ્ર શાસિત પ્રદેશનું વહીવટીતંત્ર ડીએનએચ એન્ડ ડીડીને પશ્ચિમ વિસ્તારમાં અગ્રણી પ્રવાસન સ્થળ અને ઉચ્ચ શિક્ષણ કેન્દ્ર તરીકે સ્થાન આપવાનું લક્ષ્ય ધરાવે છે તથા કેન્દ્ર શાસિત પ્રદેશે છેલ્લાં 8 વર્ષમાં વૈશ્વિક કક્ષાનું માળખું વિકસાવ્યું છે, જેણે સંપૂર્ણ વિકાસને ઝડપથી વેગ આપ્યો છે.


ભારત સરકારના બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે ડીએનએચએન્ડડીના પેવેલિયનની મુલાકાત લીધી હતી. તેમણે પરિવર્તનકારી વિકાસ માટેનાં પ્રયાસો બદલ કેન્દ્ર શાસિત પ્રદેશની પ્રશંસા કરી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ ડીએનએચ એન્ડ ડીડીના પ્રતિનિધિમંડળે દમણ અને દીવમાં ચાલી રહેલા જીર્ણોદ્ધારના કાર્યો પર ભાર મૂકતા પ્રદેશના જીવંત દરિયાઇ વારસા વિષે માહિતી પણ આપી હતી.

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

