Thursday, October 08 2026 | 08:20:41 PM
Breaking News

18મા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવાની ગુકેશ ડીની સિદ્ધિ પર રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા ગૃહમાં અભિનંદન પાઠવવામાં આવ્યા

Connect us on:

રાજ્યસભાના માનનીય અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે આજે ઉપલા ગૃહમાં ગુકેશ ડીને સૌથી નાની ઉંમરમાં વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. નીચે તેમના શુભેચ્છા સંદેશનો મૂળપાઠ છે:

“માનનીય સભ્યો,  હું અત્યંત પ્રસન્નતાની સાથે ભારતીય રમતગમતના ઈતિહાસમાં એક શાનદાર ઉપલબ્ધિ શેર કરું છું, જેણે વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો છે. આપણા 18 વર્ષીય ચેસ ખેલાડી ડી. ગુકેશે 12મી ડિસેમ્બર, 2024ના રોજ સિંગાપોરમાં એક અદભૂત મુકાબલામાં ચીનના ડીંગ લિરેનને હરાવીને સૌથી નાની ઉંમરના વિશ્વ ચેસ ચેમ્પિયન તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.”

આ અદભૂત વિજય ચેસબોર્ડની બહાર પણ ગુંજી રહ્યો છે. જે વૈશ્વિક ક્ષિતિજ પર દરેક ક્ષેત્રમાં ભારતની ઓળખ બનાવે છે. ગુકેશની અભૂતપૂર્વ જીત માત્ર આપણા રમતગમતના વારસાને જ પ્રતિબિંબિત કરતી નથી પણ ભારતમાં સંશોધનનું પ્રતીક પણ છે, જ્યાં યુવા દિગ્ગજો વિશ્વ મંચ પર છવાઈ જવા આતુર છે. આ ઓલિમ્પિક 2036ની યજમાની માટે બીડ લગાડવાના આપણા સંકલ્પને વધુ મજબૂત કરે છે.

ગૌરવશાળી ગૃહ અને આપણા રાષ્ટ્ર વતી, હું ડી. ગુકેશની હ્રદયપૂર્વક પ્રશંસા કરું છું કારણ કે આજે સિંગાપોરમાં આપણો ભવ્ય ત્રિરંગો લહેરાઈ રહ્યો છે. જે 1.4 અબજ ભારતીયોની અદમ્ય ભાવના અને વધતી આકાંક્ષાઓને આકાશ તરફ લઈ જાય છે.”

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ મેરીસ કોન્વેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલ, ઉદયપુર ટીમ એને અમદાવાદના એસીજી જુનિયર એનબીએ 3વી3 ટૂર્નામેન્ટના વિજેતા જાહેર કરવામાં આવ્યા.

– ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ ટૂર્નામેન્ટ માટે ત્રણ છોકરાઓ અને …