Thursday, April 16 2026 | 01:14:25 PM
Breaking News

ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાનાં હસ્તે રૂ.149.83 કરોડના વિકાસના કામોનું ખાતમુર્હૂત

Connect us on:

ભાવનગર મહાનગરપાલિકા શહેરના લોકોની જનસુખાકારી માટે સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના રૂ.149.83 કરોડના 11 કામોનું ખાતમુર્હૂત તેમજ રૂ.2 કરોડના એક કામનું લોકાર્પણ કેન્દ્રીયમંત્રી શ્રી મનસુખ માંડવિયા તેમજ નીમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

તેમણે કેન્દ્રીયમંત્રી સર. ટી.હોસ્પિટલમાં તાજેતરમાં કાર્યરત થયેલી સુપર સ્પેશ્યાલીટી તેમજ ભાવનગર ખાતેના રાજ્યના પ્રથમ ગ્રેઇન એટીએમની મુલાકાત પણ લીધી હતી.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના સરદારનગર ખાતેના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના રૂ.149.83 કરોડના 11 કામોના ખાતમુર્હૂત તેમજ રૂ.2 કરોડના એક કામના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીયમંત્રી ડો.મનસુખભાઇ માંડવિયા તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમૂબેન બાંભણીયાનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા એ જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં થયેલા રૂ. 150 કરોડનાં કામનાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોથી શહેરની સુંદરતા અને લોકોની સુખાકારીમાં વધારો થશે. સમયની સાથે બદલાવ એ પ્રગતિની જનની હોય છે. ડબલ એન્જીનની સરકારમાં રાજ્યનો ભરપૂર વિકાસ થઈ રહ્યો છે. બે માધ્યમથી વિકાસના દ્વાર ખોલી શકાય જેમાં સમુદ્ર તટ પર બંદરનો વિકાસ અને કોસ્ટલ હાઇવેના નિર્માણથી કનેક્ટિવિટી વધશે અને ઔદ્યોગિક વસાહતો પણ વધશે.

જ્યારે આ અવસરે રાજ્યમંત્રી  નિમુબેનને કહ્યું હતું કે, મનસુખભાઇ જ્યારે રોડ, શિપિંગ અને આરોગ્યમંત્રી હતા ત્યારે ભાવનગરને વિકાસના કામોની અનેક ભેટ મળેલી છે. જેમાં નવા ધોરી માર્ગો, સાગરમાલા પ્રોજેકટ હેઠળ ભાવનગર સોમનાથ ફોર લેન હાઇવે, અલંગ ડેવલપમેન્ટ તેમજ રો રો ફેરી સર્વિસ, કન્ટેનર મેન્યુફેક્ચરિંગ સહિતના ઉદ્યોગો અહીં વિકસ્યા છે.

સમગ્ર રાજ્યના 1600 કિમી લાંબા દરિયાકિનારા પર 25 વર્ષમાં 49 ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર તૈયાર થયા છે. રાજ્યના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ થાય છે. ત્યારે ભાવનગરમાં આગામી સમયમાં એશિયાનો સૌથી મોટો સીએનજી ટર્મિનલ તૈયાર થઈ રહ્યો છે. જે આવનારા સમયમાં ભાવનગરના વિકાસમાં વધારો કરશે. સાથે ભાવનગર હવે કન્ટેનર હબ બની રહ્યું છે. દેશમાં વર્ષે 3 લાખ કરતા વધુ કન્ટેનરની જરૂર પડે છે. જેમાં ચીન દુનિયાના 95 ટકા કન્ટેનરનું ઉત્પાદન કરતું હોય ત્યારે હવે મેઈડ ઇન ઇન્ડિયા અને મેઈડ ઇન ભાવનગરના કન્ટેનર બની રહ્યા છે. 10000 કન્ટેનર બની ચુક્યા છે, નવા 3000 કન્ટેનરનો ઓર્ડર આવી ચુક્યો છે અને બીજી કન્ટેનર બનાવતી કંપની પણ હવે ભાવનગરમાં આવી રહી છે. ઉપરાંત ધોલેરા સર અને ભાવનગર વચ્ચે પણ અનેક મોટી ઇન્ડસ્ટ્રીઝ સ્થપાય તેવી સંભાવના રહેલી છે.

તેમણે ખાસ કહ્યું કે હું ભલે પોરબંદરથી ચૂંટણી લડ્યો જે એક વ્યવસ્થાનો ભાગ છે. પરંતુ ભાવનગર મારુ વતન છે અને વિકાસમાં સંપૂર્ણ રીતે સાથે મળીને વિકાસ કરીશું. ભાવનગરની કાયાકલ્પ કરીશું.

ત્યાર બાદ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા અને નિમુબેન સર.ટી.હોસ્પિટલ ખાતે સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ અને ભાવનગર ખાતે રાજ્યનાં પ્રથમ ગ્રેઈન એટીએમની મુલાકાત લીધી હતી.

About Matribhumi Samachar

Check Also

કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ભારતના વારસાની ઉજવણી કરતા ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

ટપાલ વિભાગ, પ્રધાનમંત્રી સંગ્રહાલયના સહયોગથી, 14 થી 17 એપ્રિલ 2026 દરમિયાન “એક ભારત, શ્રેષ્ઠ ભારત: ટપાલ ટિકિટો દ્વારા ભારતની એકતા અને લોકશાહીની ઉજવણી” શીર્ષક હેઠળ એક ફિલાટેલિક (ટપાલ ટિકિટ સંગ્રહ) પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંચાર અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ખૂબ જ રસપૂર્વક પ્રદર્શિત વસ્તુઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન, તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત ફિલાટેલિસ્ટ્સ (ટિકિટ સંગ્રહકો), સ્ટેમ્પ કલેક્ટર્સ અને ડિઝાઇનર્સ સાથે વાતચીત કરી હતી અને ભારતના સમૃદ્ધ ટપાલ વારસાને સાચવવા અને પ્રોત્સાહન આપવા માટે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. આ પ્રદર્શન ભારતની સાંસ્કૃતિક વિરાસત, ઐતિહાસિક વારસો અને ટપાલ પરંપરાઓને પ્રતિબિંબિત કરતી ટપાલ ટિકિટોનો સંગ્રહ રજૂ કરે છે, જેમાં રાષ્ટ્રના રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ પરના વિષયો આધારિત હાઇલાઇટ્સ છે, જે મુલાકાતીઓને આકર્ષક અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરે છે. શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરે છે અને નિહાળે છે. આ પ્રસંગે બોલતા શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે આ દિવસ ટપાલ વિભાગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને તેમણે પ્રધાનમંત્રી સંગ્રહાલયની ટીમના સમર્થન અને સહયોગ માટે તેમનો નિષ્ઠાવાન આભાર વ્યક્ત કર્યો હતો. આઝાદીના યુગથી અમૃત કાળ અને તેનાથી આગળ શતાબ્દી કાળ સુધીની ભારતની સફર પર પ્રતિબિંબ પાડતા, તેમણે પુનરોચ્ચાર કર્યો કે ટપાલ વિભાગ રાષ્ટ્ર નિર્માણમાં તેની મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, જે તેણે સમગ્ર ઇતિહાસમાં કર્યું છે. તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે ટપાલ વિભાગ અને પ્રધાનમંત્રી સંગ્રહાલય દેશભરમાં ફિલાટેલિક પ્રદર્શનોનું આયોજન કરવા માટે તેમની ભાગીદારીને મજબૂત બનાવશે, જે ભારતનો સમૃદ્ધ વારસો અને વિરાસત પ્રદર્શિત કરશે.    આ પ્રસંગે પિક્ચર પોસ્ટકાર્ડ્સનું વિમોચન આ પ્રસંગે, પ્રધાનમંત્રી સંગ્રહાલયના 4થા સ્થાપના દિવસ, 14 એપ્રિલ, 2026 ના રોજ ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતિ અને ભારતના બંધારણની યાદમાં પિક્ચર પોસ્ટકાર્ડના ત્રણ અલગ-અલગ સેટ બહાર પાડવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને ટપાલ વિભાગ વચ્ચે એમઓયુ (MoU) પર હસ્તાક્ષર પ્રદર્શનો, આઉટરીચ કાર્યક્રમો અને સહ-બ્રાન્ડેડ ફિલાટેલિક ઉત્પાદનો દ્વારા ભારતની સાંસ્કૃતિક અને ટપાલ વિરાસતને પ્રોત્સાહન આપવા માટે સહયોગ મજબૂત કરવા માટે ટપાલ વિભાગ અને સંગ્રહાલય વચ્ચે એક સમજૂતી પત્ર (MoU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ભાગીદારી મ્યુઝિયમમાં સમર્પિત ઈન્ડિયા પોસ્ટ કાઉન્ટર સ્થાપવાની શક્યતા પણ તપાસશે. આ કાર્યક્રમ સાંસ્કૃતિક સંસ્થાઓ અને ટપાલ વારસા વચ્ચેના સંકલનને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું. મ્યુઝિયમની મુલાકાત દરમિયાન, શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરના સમર્પિત પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પ્રધાનમંત્રીના જીવન, નેતૃત્વ અને મુખ્ય પહેલોને પ્રદર્શિત કરતા પ્રદર્શનો નિહાળ્યા હતા.