ફ્રાન્સના મેયોટમાં ચિડો વાવાઝોડાને કારણે થયેલા વિનાશ અંગે દુઃખ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે ભારત ફ્રાન્સ સાથે ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના નેતૃત્વમાં ફ્રાન્સ આ દુર્ઘટનાને દ્રઢતા અને સંકલ્પ સાથે પાર કરશે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“મેયોટમાં ચક્રવાત ચિડોના કારણે થયેલા વિનાશથી ખૂબ જ દુઃખી. મારા વિચારો અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ @EmmanuelMacronના નેતૃત્વ હેઠળ, ફ્રાન્સ આ દુર્ઘટનાને દ્રઢતા અને સંકલ્પ સાથે દૂર કરશે. ભારત ફ્રાન્સ સાથે ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે.”
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

