Saturday, September 26 2026 | 09:54:23 AM
Breaking News

પીએમ 23મી ડિસેમ્બરે CBCI સેન્ટર, નવી દિલ્હી ખાતે કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઑફ ઇન્ડિયા દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં હાજરી આપશે

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી ડિસેમ્બરે સાંજે 6:30 વાગ્યે CBCI કેન્દ્ર પરિસર, નવી દિલ્હી ખાતે કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (CBCI) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં હાજરી આપશે.

પ્રધાનમંત્રી ખ્રિસ્તી સમુદાયના મુખ્ય નેતાઓ સાથે વાર્તાલાપ કરશે, જેમાં કાર્ડિનલ્સ, બિશપ્સ અને ચર્ચના અગ્રણી સામાન્ય નેતાઓનો સમાવેશ થાય છે.

ભારતમાં કેથોલિક ચર્ચના હેડક્વાર્ટર ખાતે આ પ્રકારના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી પહેલીવાર હાજરી આપશે.

કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (CBCI)ની સ્થાપના 1944માં કરવામાં આવી હતી અને તે સંસ્થા છે જે સમગ્ર ભારતમાં તમામ કેથોલિકો સાથે સૌથી નજીક કામ કરે છે.

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

આબોહવા પરિવર્તન સામે લડવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાકલ: ‘મિશન લાઈફ’ અને પરંપરાગત જ્ઞાનથી પર્યાવરણનું રક્ષણ શક્ય

નવી દિલ્હી ખાતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા આયોજિત ‘ધ ફ્યુચર ઓફ એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઇમેટ …