Saturday, December 06 2025 | 04:51:12 AM
Breaking News

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.225 વધ્યો, ચાંદીનો વાયદો રૂ.116 નરમ

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.53163.99 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12694.98 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.40465.84 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 22504 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.764.81 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 10241.99 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.96811ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97091 અને નીચામાં રૂ.96700ના સ્તરને સ્પર્શી, રૂ.96525ના આગલા બંધ સામે રૂ.225 વધી રૂ.96750 થયો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ.194 વધી રૂ.78229 થયો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ.35 વધી રૂ.9812 થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.194 વધી રૂ.96982ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.97480ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97820 અને નીચામાં રૂ.97430ના મથાળે અથડાઈ, રૂ.97384ના આગલા બંધ સામે રૂ.166 વધી રૂ.97550ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.101331ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.101663 અને નીચામાં રૂ.100720ના સ્તરને સ્પર્શી, રૂ.101216ના આગલા બંધ સામે રૂ.116 ઘટી રૂ.101100ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.76 ઘટી રૂ.100926 થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.91 ઘટી રૂ.100900 થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1150.57 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જૂન વાયદો રૂ.2.05 વધી રૂ.873.65ના સ્તરે પહોંચ્યો હતો. જસત જૂન વાયદો રૂ.1.3 વધી રૂ.256.45 થયો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો રૂ.1.1 વધી રૂ.240.55ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જૂન વાયદો 40 પૈસા વધી રૂ.179.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1301.37 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ.5421ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5478 અને નીચામાં રૂ.5418ના મથાળે અથડાઈ, રૂ.5455ના આગલા બંધ સામે કોઈ ફેરફાર વગર રૂ.5455 સ્થિર રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.1 વધી રૂ.5455ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ.4.4 ઘટી રૂ.315.4ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો રૂ.4.3 ઘટી રૂ.315.5 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ.905.2ના ભાવે ખૂલી, રૂ.1.2 ઘટી રૂ.904.5ના ભાવે બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 7418.02 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2823.97 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 697.01 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 151.92 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 25.65 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 275.99 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 545.14 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 756.23 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.04 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17222 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 43810 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10381 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 127066 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 13189 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19982 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 43388 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 165173 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 14394 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 18104 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 22489 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22540 પોઇન્ટના સ્તર અને નીચામાં 22459 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 88 પોઇન્ટ વધી 22504 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.3.7 ઘટી રૂ.115.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 75 પૈસા ઘટી રૂ.17.8ના ભાવે બોલાયો હતો.

સોનું જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.25 વધી રૂ.1004ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.101000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.157 ઘટી રૂ.2525ના ભાવે બોલાયો હતો. તાંબું જૂન રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 45 પૈસા ઘટી રૂ.10.99 થયો હતો. જસત જૂન રૂ.255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.16 વધી રૂ.5.55ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.1.9 વધી રૂ.117.9 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 30 પૈસા વધી રૂ.19.05 થયો હતો.

સોનું જૂન રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.73 ઘટી રૂ.1066 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.44 વધી રૂ.2048.5 થયો હતો. તાંબું જૂન રૂ.860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.93 ઘટી રૂ.8.75ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 70 પૈસા ઘટી રૂ.1.67 થયો હતો.

           

                                   

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

ઇન્ડિગો સેવાઓમાં વિક્ષેપને પગલે નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુનું નિવેદન

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ફ્લાઇટ શેડ્યૂલ્સમાં ચાલી રહેલા વિક્ષેપને, ખાસ કરીને ઇન્ડિગો એરલાઇન્સના શેડ્યૂલ્સને માટે તાત્કાલિક અને …