Monday, May 18 2026 | 11:13:47 AM
Breaking News

સોનાના વાયદામાં રૂ.292 અને ચાંદીના વાયદામાં રૂ.331ની નરમાઈઃ ક્રૂડ તેલમાં રૂ.6નો સીમિત સુધારો

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.49558.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12646.36 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.36911.08 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 22400 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.735.94 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.10175.89 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.96749ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96973 અને નીચામાં રૂ.96410ના મથાળે અથડાઈ, રૂ.96924ના આગલા બંધ સામે રૂ.292 ઘટી રૂ.96632ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ.85 ઘટી રૂ.78054ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ.11 ઘટી રૂ.9777ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.102 ઘટી રૂ.96780 થયો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.97515ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97515 અને નીચામાં રૂ.97173ના સ્તરને સ્પર્શી, રૂ.97533ના આગલા બંધ સામે રૂ.114 ઘટી રૂ.97419ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.99957ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.100700 અને નીચામાં રૂ.99868ના મથાળે અથડાઈ, રૂ.101011ના આગલા બંધ સામે રૂ.331 ઘટી રૂ.100680ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.301 ઘટી રૂ.100524ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.322 ઘટી રૂ.100506ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.1212.28 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જૂન વાયદો રૂ.2.25 ઘટી રૂ.865.6 થયો હતો. જસત જૂન વાયદો 10 પૈસા ઘટી રૂ.254.3ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો રૂ.1.05 ઘટી રૂ.237.5ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જૂન વાયદો 20 પૈસા ઘટી રૂ.178.35 થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.1351.80 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ.5390ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5412 અને નીચામાં રૂ.5347ના સ્તરને સ્પર્શી, રૂ.5375ના આગલા બંધ સામે રૂ.6 વધી રૂ.5381ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.6 વધી રૂ.5382 થયો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ.2.8 વધી રૂ.317.5 થયો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો રૂ.2.6 વધી રૂ.317.5ના ભાવે બોલાયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ.900.6ના ભાવે ખૂલી, રૂ.2.4 વધી રૂ.903.5ના ભાવે બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.6307.89 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.3867.99 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.853.35 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.100.67 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.57.46 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.200.79 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.357.43 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.994.37 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.1.43 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16871 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 41862 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10272 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 126651 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 12536 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19025 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 40711 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 154780 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 13512 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 16569 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 22374 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22457 પોઇન્ટના સ્તર અને નીચામાં 22374 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 16 પોઇન્ટ ઘટી 22400 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.1.6 ઘટી રૂ.136.9 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.35 વધી રૂ.18.1ના ભાવે બોલાયો હતો.

સોનું જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.88.5 ઘટી રૂ.1009 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.227 ઘટી રૂ.2923.5ના ભાવે બોલાયો હતો. તાંબું જૂન રૂ.870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 33 પૈસા ઘટી રૂ.13.7ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 16 પૈસા ઘટી રૂ.4.01 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.6.1 ઘટી રૂ.158.8ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 95 પૈસા ઘટી રૂ.11.1 થયો હતો.

સોનું જૂન રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.41.5 વધી રૂ.833 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.89 વધી રૂ.2250 થયો હતો. તાંબું જૂન રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 82 પૈસા વધી રૂ.9ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.245ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 14 પૈસા ઘટી રૂ.1.13ના ભાવે બોલાયો હતો.

           

                              

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.9717 અને ચાંદીના વાયદામાં રૂ.32562નો જંગી ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.581ની તેજી

કોમોડિટી વાયદાઓમાં રૂ.391998 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.4179141 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.273904 કરોડનાં …