Saturday, January 17 2026 | 06:29:01 PM
Breaking News

નાગરિકોની સરળતા અને સુરક્ષા માટે હવે ડિજિલોકર પર પાસપોર્ટ વેરિફિકેશન રેકોર્ડ ઉપલબ્ધ

Connect us on:

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) હેઠળના રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ વિભાગ (NeGD) એ વિદેશ મંત્રાલય (MEA) સાથે મળીને, DigiLocker પ્લેટફોર્મ પર પાસપોર્ટ વેરિફિકેશન રેકોર્ડ (PVR) ને સક્ષમ કરીને નાગરિક સેવાઓમાં મોટા સુધારાની જાહેરાત કરી છે. DigiLocker એ ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ એક સુરક્ષિત, ક્લાઉડ-આધારિત પ્લેટફોર્મ છે જે ડિજિટલ દસ્તાવેજો અને પ્રમાણપત્રોના ઇશ્યુ, સ્ટોરેજ, શેરિંગ અને ચકાસણીને સક્ષમ કરે છે.

આ પહેલ નાગરિકો માટે દસ્તાવેજ વ્યવસ્થાપનને સરળ બનાવીને અને ભૌતિક રેકોર્ડ્સ પરની નિર્ભરતા ઘટાડીને ડિજિટલ ઇન્ડિયાના વિઝન ને આગળ વધારવામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ એકીકરણ સાથે, પાસપોર્ટ વેરિફિકેશન રેકોર્ડ્સ હવે ડિજિલોકર ઇકોસિસ્ટમમાં સુરક્ષિત રીતે ઍક્સેસ, સંગ્રહિત, શેર અને ડિજિટલ રીતે વેરિફાય કરી શકાય છે, જે પેપરલેસ, કોન્ટેક્ટલેસ અને નાગરિક-કેન્દ્રિત સેવા વિતરણને પ્રોત્સાહન આપે છે.

સફળ વેરિફિકેશન પછી, નાગરિકો તેમના સંબંધિત પાસપોર્ટ વેરિફિકેશન રેકોર્ડ્સ તેમના ડિજિલોકર એકાઉન્ટના “Issued Documents” વિભાગમાં મેળવી શકશે. આ એકીકરણ નાગરિકો માટે સત્તાવાર વેરિફિકેશન દસ્તાવેજો (OVD) ની સુવિધા અને સુલભતામાં વધારો કરશે, જ્યારે તેમના રેકોર્ડ્સ ડિજિલોકર ઇકોસિસ્ટમમાં સુરક્ષિત, વિશ્વાસપાત્ર અને ડિજિટલ રીતે વેરિફાય કરી શકાય તેવા રહે તેની ખાતરી કરશે.

ડિજિલોકર પર PVR ની ઉપલબ્ધતા નાગરિકોને અનેક સીધા લાભો પ્રદાન કરે છે:

  • સુવિધા અને ગમે ત્યારે ઍક્સેસ: સફળ ચકાસણી પછી નાગરિકો તેમના ડીજીલોકર એકાઉન્ટના “Issued Documents” વિભાગમાંથી વેબ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન બંને મારફતે — પોતાના પાસપોર્ટ વેરિફિકેશન રેકોર્ડ્સ સરળતાથી ઍક્સેસ અને ડાઉનલોડ કરી શકશે. આ માટે હવે તેમને દસ્તાવેજોની ભૌતિક નકલ રાખવાની કે લઈ ફરવાની જરૂર નહીં રહે.
  • ઝડપી પ્રક્રિયાઓ અને ઘટાડેલો કાગળ: PVRની ડિજિટલ ઍક્સેસ મુસાફરી, રોજગાર અને પાલન (compliance) જેવા ક્ષેત્રોમાં વેરિફિકેશન-સંબંધિત પ્રક્રિયાઓને નોંધપાત્ર રીતે સુવ્યવસ્થિત કરે તેવી અપેક્ષા છે, જેનાથી મેન્યુઅલ કાગળનું કામ ઘટે છે અને નાગરિકો તેમજ વેરિફાય કરેલા પાસપોર્ટ રેકોર્ડ્સ પર આધાર રાખતી સંસ્થાઓ બંને માટે સમયની બચત થાય છે.
  • સુરક્ષિત, ચેડાં-પ્રતિરોધક અને અધિકૃત રેકોર્ડ્સ: ડિજિલોકર દ્વારા ઉપલબ્ધ કરાયેલા PVRs સંબંધિત સરકારી પ્રણાલીઓ દ્વારા સીધા ડિજિટલ સ્વરૂપમાં જારી કરવામાં આવે છે, જે ડિજિલોકરના સુરક્ષિત આર્કિટેક્ચરને અનુરૂપ, પ્રમાણિકતા, અખંડિતતા અને ચેડાં સામે રક્ષણ સુનિશ્ચિત કરે છે.
  • સરળ ડિજિટલ શેરિંગ અને વેરિફિકેશન: નાગરિકો ડિજિલોકર દ્વારા અધિકૃત વિનંતી કરનારાઓ (authorised requesters) સાથે તેમના PVRs ને ડિજિટલ રીતે શેર કરી શકશે, જે ત્વરિત, સંમતિ-આધારિત ઍક્સેસ અને વેરિફિકેશનને સક્ષમ કરશે, અને પ્રમાણિત ફોટોકોપીઓ અથવા બહુવિધ ભૌતિક રજૂઆતોની જરૂરિયાત ઘટાડશે.
  • પેપરલેસ અને ગ્રીન ગવર્નન્સ માટે સમર્થન: પાસપોર્ટ-સંબંધિત વેરિફિકેશન રેકોર્ડ્સને સંપૂર્ણપણે ડિજિટલ વર્કફ્લોમાં ખસેડીને, આ પહેલ પેપરલેસ ગવર્નન્સ, સંસાધન કાર્યક્ષમતા અને પર્યાવરણીય રીતે જવાબદાર વહીવટી પ્રથાઓ તરફ સરકારના પ્રયાસોને આગળ વધારે છે.

PVRનું ડિજિલોકર સાથેનું એકીકરણ નાગરિક સેવાઓને આધુનિક બનાવવામાં અને ભારતના ડિજિટલ જાહેર માળખાને મજબૂત બનાવવામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. તે સુરક્ષિત ડિજિટલ રેકોર્ડ્સને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ ઍક્સેસ સાથે જોડીને ‘નાગરિક-પ્રથમ’ (Citizen-First) અભિગમને મજબૂત બનાવે છે, જેનાથી સરકારી પ્રક્રિયાઓમાં પારદર્શિતા અને વિશ્વાસ વધે છે.

MEA અને NeGD, MeitY વચ્ચેનો આ સહકાર સુરક્ષિત અને કાર્યક્ષમ સેવા પ્રદાન માટે ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગમાં સંપૂર્ણ સરકારી અભિગમ” (whole-of-government approach) ને રેખાંકિત કરે છે. આ પગલું ચકાસણી પ્રક્રિયાને સરળ બનાવી, સેવા પ્રદાનની ઝડપ વધારી અને જાહેર તથા ખાનગી ક્ષેત્રમાં સુરક્ષિત ડિજિટલ દસ્તાવેજોના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપી, લાખો પાસપોર્ટ અરજદારો અને ધારકોને લાભ પહોંચાડશે તેવી અપેક્ષા છે.

About Matribhumi Samachar

Check Also

ભારત 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું પ્રતિષ્ઠિત અધ્યક્ષપદ સંભાળશે

કિમ્બર્લી પ્રોસેસ (KP) પ્લેનરીએ 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું અધ્યક્ષપદ સંભાળવા માટે ભારતની પસંદગી કરી છે. કિમ્બર્લી પ્રોસેસ એ સરકારો, આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ અને નાગરિક સમાજને સાંકળતી એક ત્રિપક્ષીય પહેલ છે, જેનો ઉદ્દેશ્ય “કોન્ફ્લિક્ટ ડાયમંડ્સ”ના વેપારને રોકવાનો છે—જે રફ હીરાનો ઉપયોગ બળવાખોર જૂથો અથવા તેમના સાથીઓ દ્વારા કાયદેસરની સરકારોને નબળી પાડતા સંઘર્ષો માટે નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવે છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. ભારત નવા વર્ષમાં અધ્યક્ષપદ સંભાળતા પહેલા, 25 ડિસેમ્બર 2025 થી KPના ઉપાધ્યક્ષ તરીકેનો કાર્યભાર …