Thursday, April 16 2026 | 06:30:34 AM
Breaking News

પ્રધાનમંત્રી 8-9 જાન્યુઆરીનાં રોજ આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8થી 9 જાન્યુઆરી, 2025 સુધી બે દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે. સ્થાયી વિકાસ, ઔદ્યોગિક વૃદ્ધિ અને માળખાગત સુવિધામાં વૃદ્ધિ માટે વિસ્તૃત કામગીરીનાં ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી 8 જાન્યુઆરીનાં રોજ સાંજે 5:30 વાગ્યે વિશાખાપટ્ટનમમાં રૂ. 2 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ 9 જાન્યુઆરીનાં રોજ સવારે 10 વાગ્યે ભુવનેશ્વરમાં 18માં પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનનું ઉદઘાટન પણ કરશે.

પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં

હરિત ઊર્જા અને ટકાઉ ભવિષ્ય માટે પોતાની પ્રતિબદ્ધતા તરફ વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતા પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ નજીક પુડીમડાકા ખાતે અત્યાધુનિક એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ ગ્રીન હાઇડ્રોજન હબ પ્રોજેક્ટ માટે શિલારોપણ કરશે, જે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ છે. આ પ્રોજેક્ટમાં આશરે ₹1,85,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. તેમાં 20 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાઓમાં રોકાણ સામેલ હશે, જે તેને 1500 ટીપીડી ગ્રીન હાઇડ્રોજન અને 7500 ટીપીડી ગ્રીન હાઇડ્રોજન ડેરિવેટિવ્ઝ, ગ્રીન મિથેનોલ, ગ્રીન યુરિયા અને સસ્ટેઇનેબલ એવિએશન ઇંધણ સહિત 7500 ટીપીડી ગ્રીન હાઇડ્રોજન ડેરિવેટિવ્ઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા સાથે ભારતની સૌથી મોટી સંકલિત ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાઓમાંની એક બનાવશે, જે મુખ્યત્વે નિકાસ બજારને લક્ષ્યાંક બનાવે છે. આ પ્રોજેક્ટ વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટની ભારતની બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતાનાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં નોંધપાત્ર પ્રદાન કરશે.

પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં રૂ. 19,500 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલવે અને રોડ પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે, શિલાન્યાસ કરશે અને ઉદઘાટન કરશે, જેમાં અન્ય વિવિધ પ્રોજેક્ટની સાથે-સાથે વિશાખાપટ્ટનમમાં સાઉથ કોસ્ટ રેલવેનાં હેડક્વાર્ટરનો શિલાન્યાસ સામેલ છે. આ વિવિધ પ્રોજેક્ટથી ગીચતામાં ઘટાડો થશે, કનેક્ટિવિટીમાં સુધારો થશે તથા પ્રાદેશિક સામાજિક અને આર્થિક વૃદ્ધિમાં વધારો થશે.

સુલભ અને વાજબી હેલ્થકેરનાં પોતાનાં વિઝનને આગળ વધારીને પ્રધાનમંત્રી અનકપલ્લીમાં નક્કાપલ્લીમાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે. બલ્ક ડ્રગ પાર્ક વિશાખાપટ્ટનમ-ચેન્નાઈ ઔદ્યોગિક કોરિડોર (વીસીઆઈસી) અને વિશાખાપટ્ટનમ-કાકીનાડા પેટ્રોલિયમ, કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજનની નિકટતાને કારણે આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે હજારો રોજગારીનું સર્જન કરશે.

પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશના તિરૂપતિ જિલ્લામાં ચેન્નાઈ બેંગાલુરુ ઔદ્યોગિક કોરિડોર અંતર્ગત ક્રિષ્નાપટ્ટનમ ઔદ્યોગિક વિસ્તાર (કેઆરઆઈએસ સિટી)નો શિલાન્યાસ પણ કરશે. નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ મુખ્ય પ્રોજેક્ટ ક્રિષ્નાપટ્ટનમ ઇન્ડસ્ટ્રીયલ એરિયા (ક્રિસ સિટી)ની કલ્પના ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંદાજે ₹10,500 કરોડના નોંધપાત્ર ઉત્પાદન રોકાણોને આકર્ષવા માટે તૈયાર છે અને આશરે 1 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરશે તેવી ધારણા છે, જે આજીવિકામાં નોંધપાત્ર વધારો કરશે અને પ્રાદેશિક પ્રગતિને વેગ આપશે.

પ્રધાનમંત્રી ઓડિશામાં

પ્રધાનમંત્રી ઓડિશામાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન કરશે. પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) કન્વેન્શન ભારત સરકારનું મુખ્ય આયોજન છે, જે પ્રવાસી ભારતીયોને જોડવા અને તેમની સાથે જોડાવા તથા તેમને એકબીજા સાથે આદાનપ્રદાન કરવા સક્ષમ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ઓડિશાની રાજ્ય સરકારની ભાગીદારીમાં 8થી 10 જાન્યુઆરી, 2025 સુધી ભુવનેશ્વરમાં થઈ રહ્યું છે. આ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની થીમ “વિકસિત ભારતમાં પ્રવાસી ભારતીયોનું પ્રદાન” છે. પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં ભાગ લેવા માટે વિવિધ 50થી વધારે દેશોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયોએ નોંધણી કરાવી છે.

પ્રધાનમંત્રી પ્રવાસી ભારતીયો માટે વિશેષ પ્રવાસી ટ્રેન પ્રવાસી ભારતીય એક્સપ્રેસની ઉદ્ઘાટન યાત્રાને રિમોટથી લીલી ઝંડી આપશે, જે દિલ્હીમાં નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી ઉપડશે તથા ત્રણ અઠવાડિયાનાં ગાળા માટે ભારતમાં પ્રવાસન અને ધાર્મિક મહત્ત્વનાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ પ્રવાસી ભારતીય એક્સપ્રેસ પ્રવાસી તીર્થ દર્શન યોજના હેઠળ ચલાવવામાં આવશે.

About Matribhumi Samachar

Check Also

કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ભારતના વારસાની ઉજવણી કરતા ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

ટપાલ વિભાગ, પ્રધાનમંત્રી સંગ્રહાલયના સહયોગથી, 14 થી 17 એપ્રિલ 2026 દરમિયાન “એક ભારત, શ્રેષ્ઠ ભારત: ટપાલ ટિકિટો દ્વારા ભારતની એકતા અને લોકશાહીની ઉજવણી” શીર્ષક હેઠળ એક ફિલાટેલિક (ટપાલ ટિકિટ સંગ્રહ) પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંચાર અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ખૂબ જ રસપૂર્વક પ્રદર્શિત વસ્તુઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન, તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત ફિલાટેલિસ્ટ્સ (ટિકિટ સંગ્રહકો), સ્ટેમ્પ કલેક્ટર્સ અને ડિઝાઇનર્સ સાથે વાતચીત કરી હતી અને ભારતના સમૃદ્ધ ટપાલ વારસાને સાચવવા અને પ્રોત્સાહન આપવા માટે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. આ પ્રદર્શન ભારતની સાંસ્કૃતિક વિરાસત, ઐતિહાસિક વારસો અને ટપાલ પરંપરાઓને પ્રતિબિંબિત કરતી ટપાલ ટિકિટોનો સંગ્રહ રજૂ કરે છે, જેમાં રાષ્ટ્રના રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ પરના વિષયો આધારિત હાઇલાઇટ્સ છે, જે મુલાકાતીઓને આકર્ષક અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરે છે. શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરે છે અને નિહાળે છે. આ પ્રસંગે બોલતા શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે આ દિવસ ટપાલ વિભાગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને તેમણે પ્રધાનમંત્રી સંગ્રહાલયની ટીમના સમર્થન અને સહયોગ માટે તેમનો નિષ્ઠાવાન આભાર વ્યક્ત કર્યો હતો. આઝાદીના યુગથી અમૃત કાળ અને તેનાથી આગળ શતાબ્દી કાળ સુધીની ભારતની સફર પર પ્રતિબિંબ પાડતા, તેમણે પુનરોચ્ચાર કર્યો કે ટપાલ વિભાગ રાષ્ટ્ર નિર્માણમાં તેની મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, જે તેણે સમગ્ર ઇતિહાસમાં કર્યું છે. તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે ટપાલ વિભાગ અને પ્રધાનમંત્રી સંગ્રહાલય દેશભરમાં ફિલાટેલિક પ્રદર્શનોનું આયોજન કરવા માટે તેમની ભાગીદારીને મજબૂત બનાવશે, જે ભારતનો સમૃદ્ધ વારસો અને વિરાસત પ્રદર્શિત કરશે.    આ પ્રસંગે પિક્ચર પોસ્ટકાર્ડ્સનું વિમોચન આ પ્રસંગે, પ્રધાનમંત્રી સંગ્રહાલયના 4થા સ્થાપના દિવસ, 14 એપ્રિલ, 2026 ના રોજ ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતિ અને ભારતના બંધારણની યાદમાં પિક્ચર પોસ્ટકાર્ડના ત્રણ અલગ-અલગ સેટ બહાર પાડવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને ટપાલ વિભાગ વચ્ચે એમઓયુ (MoU) પર હસ્તાક્ષર પ્રદર્શનો, આઉટરીચ કાર્યક્રમો અને સહ-બ્રાન્ડેડ ફિલાટેલિક ઉત્પાદનો દ્વારા ભારતની સાંસ્કૃતિક અને ટપાલ વિરાસતને પ્રોત્સાહન આપવા માટે સહયોગ મજબૂત કરવા માટે ટપાલ વિભાગ અને સંગ્રહાલય વચ્ચે એક સમજૂતી પત્ર (MoU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ભાગીદારી મ્યુઝિયમમાં સમર્પિત ઈન્ડિયા પોસ્ટ કાઉન્ટર સ્થાપવાની શક્યતા પણ તપાસશે. આ કાર્યક્રમ સાંસ્કૃતિક સંસ્થાઓ અને ટપાલ વારસા વચ્ચેના સંકલનને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું. મ્યુઝિયમની મુલાકાત દરમિયાન, શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરના સમર્પિત પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પ્રધાનમંત્રીના જીવન, નેતૃત્વ અને મુખ્ય પહેલોને પ્રદર્શિત કરતા પ્રદર્શનો નિહાળ્યા હતા.